Nawya.in

nawya

Saturday, September 29, 2007

અમારા પાડોશી ની ઍક જ દિકરી

4) ... અમારાં પાડોશી ની એક જ દીકરી,એના લગ્ન લેવાણા. અને ઇ પણ પાછાં દિલ્હી. લગ્ન થઇ ગયાં . દીકરી સાસરે ચાલી ગઇ. માતા પિતા એકલા થઇ ગયાં. થોડાં દિવસ પછી દીકરી રહેવા આવી.બન્ને ની ખુશી નો કોઈ પાર ન હતો.પણ આખરે દીકરી, એનો પાછા જવા નો દિવસ પણ આવી ગયો. આજે એમનુ ઘર ખુલ્લું જ હતુ.જાણે દીકરી પિયર ના વાતા વરણ ને મન મા સમાવી લેવા માંગતી હોય આખ્ખો દિવસ હુ જ્યારે નજર કરું ત્યારે માતા અને દીકરી ભેંટી ને રડતા હતા. પણ એના પપ્પા ચુપચાપ દીકરી ને જોતા હતા. ત્યારે એમને જોઇને મારા થી એક કવિતા લખાઈ ગઇ. એ આજે રજુ કરું છું. મારી ખૂબ ગમતિ ક્રુતી મા ની એક આ છે.

"થોડી થોડી વારે ગળે મળી રડતા હતા ,બન્ને મા-દીકરી,
રડવું હતું મારે પણ ,પણ હું તો પુરુષ હતો.
આજે દીકરી મારી જાતી હતીસાસરે પાછી,
આંખ ભરાઇ આવતી હતી મારી પણ,
પણ હુ તો પુરુષ હતો..
પસીના લૂછવા નુ બહાનું કરી ને ,
લૂછી નાખતો હતો હુ આંખ મારી,
કારણ કે હુ તો ભાઈ પુરુષ હતો..
જવા પહેલા મારી દીકરી બેઠી મારી બાજુ માં ,
હાથ રાખ્યો મારા ખભા પર
અને જોયુ મને મન ભરીને ભેટી પડયા
અમે આખરે રડતા રડતા ..
હું પણ રડ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે કારણ હું એક પિતા પણ હતો ..
નીતા કોટેચા


6 comments:

Manthan Bhavsar said...

ખુબજ સાચી વાત લખી છે,
પુરુષ થઈ ને ધણી વખત રડવુ કપરૂ થઈ જાય છે

nilam doshi said...

પુરુષ બે પ્રસંગોએ આંસુ રોકી શકતો નથી
દીકરી ઘર છોડે છે ત્યારે...
દીકરો તરછોડે છે ત્યારે..

નીતાબહેન, all the best ane welcome to blog world.keep it up.

nilam doshi
http://paramujas.wordpress.com

...* Chetu *... said...

પુરુષ ને આંસુઓ સારવા કોઇ ખુણો મળતો નથી જ્યારે સ્ત્રી ખુણે ખુણે આંસુ સારી ને હ્રદય ને હળવુ કરી શકે છે..!.. તો પણ અત્યારે આ વાત માં પણ્ સ્ત્રી પુરુષ ને સમજી શકે છે... જ્યારે એવા ઘણા પ્રકાર નાં સ્ત્રી નાં આંસુઓ ને પુરુષો સમજી શકતાં નથી...!

Unknown said...

અમારી નાનકી[નીલમબેન]અને ચૈતુ [ચેતના]ની વાતોથી સહમત છું.

Anonymous said...

sundar vaat

urmisaagar.com said...

ખૂબ જ સુંદર નીતાબેન... તમારો બ્લોગ આજે જ જોયો... અભિનંદન! 'તમારાં વિચારો'માં તમારું લખાણ ખુબ જ નિખાલસ, સરળ અને સુંદર છે.

ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત... અને બ્લોગ માટે શુભકામનાઓ.

www.urmisaagar.com