Nawya.in

nawya

Monday, October 1, 2007

એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો

7)
...
એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો.
..

એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો. હુ એમને ત્યા ગઇ. ત્યા તેઓ તો શાંતિ થી સુતા હતા હવે એમને કાંઈજ ફરક ન હતો કે કોણ રડૅ છે. કોણ એમના મ્રુત્યુ થી ખુશ થાય છે.પણ એમને જોઇને મને એમ થયુ કે જો તેઓ વિચારી શક્તા હોત તો શુ વિચારત.



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા


જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."


2 comments:

Unknown said...

મરતાને મેર ના કહીએ.

Jay said...

"જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા."

એવું ક્દાચ ઘણાના જીવનમાં બન્યુ હશે..જીવતા હતા ત્યારે તેઓ કંઈ બોલી શક્યા ન હશે..ઘરના જ માણસો સમક્ષ એમનું ખરાબ ન દેખાય એ માટે..મૃત્યુ પછી ઘરના લોકો ની પ્રતિષ્ઠામા વધારો ..બહુ લોકો આવ્યા..કહેવા..'બહેન સારા બહુ હતા'..સાચી પરિસ્થિતિની કદાચ બહુ ઓછાને ખબર હશે.