Nawya.in

nawya

Monday, October 1, 2007

મારા બનાવેલા મને બનાવે છે

6)
...
મારા બનાવેલા મને બનાવે છે
..


હમણા જ આપણા ગણપતિ બાપ્પા એ વિદાઇ લીધી.મારી ઍક મિત્ર નો ફોન આવ્યો. કે "નીતા ચાલે છે કે લાલ બાગ ચા રાજા ને પગે લાગવા."ત્યારે સમય થયો હતો રાતના ૧૦.મે પુછ્યુ કે" આવતા કેટ્લા વાગશે?" તો કહે "સવાર થાશે."મે પુછ્યુ "કેમ આટલુ મોડુ કેમ થાશે? તો કહે" તે ત્યાની લાઇન જોઇ છે કે?" મે કહ્યુ "લાઇન માં ઉભા રહેવાની જરુરત શું છે?દુર થી દર્શન કર પગે લાગ અને આવી જા "તો કહે કે "માનતા ની લાઇન એટલી લાંબી હોય કે સવાર તો પડી જ જાય.' મે કહુ "તુ જઇ આવ મને નહી ફાવે."મે ના પાડી. ત્યારે એને તો ન પાડી કે મને નહી ફાવે. પણ મન ચકરાવે ચડી ગયુ.કે શુ છે આ બધુ? માનતા ની લાઇન અલગ હોય . એમની પાસે માંગીયે એટ્લે પુરુ થાય જ. અરે હદ ત્યારે થઇ કે જ્યારે મે હમણા જ બે દિવસ પહેલા છાપા વાચ્યુ કે ઇન્દોર મા એક ગણપતિ બાપ્પા નુ મંદિર છે ત્યા જો કોઇને જાવાનો સમય ન હોય તો એ મંદિર ના પુજારી ને ના મોબાઇલ માં ફોન કરો ઍટલે પુજારી તમારો ફોન બાપ્પા ના કાન પાસે રાખશે. એટલે આપણે આપણી જે ઇછ્છા હોય અને જે માનતા માનવી હોય તે માનવાની.એટ્લે એ ઇછ્છા આપણી જરુર થી પુરી થાય . આપણૅ ભગવાન ને પણ કામે લગાડી દીધા. ક્યા પોહ્ચશે આ બધુ? લોકો સાથે આ બાબતે વાત પણ ન કરી શકાય કારણ કે આમા શ્રધા સાથે અંધશ્રધા પણ જોડાઇયેલી છે. મને બહુ વાર વિચાર આવે કે ઘર ના ભગવાન મા અને મંદિર ન ભગવાન માં ફરક શુ છે? લોકો કેમ કર્મ નો સિધ્ધાંત કેમ નથી સમજતા? હુ તો ગયા જન્મ ના હિસાબ ને પણ નથી માનતી.બધુ અહિયા કરો અને અહિયા ભોગવો.જો માનતા માનવા થી જ બધુ પુરુ થાતુ હોય તો કામ કરવાની જરુરત શુ છે?બસ ખાલી માનતા ઓ માને રાખો.મંદિર માં પણ જો આપ્ણૅ આપણી મરજી થી જાઈયે અ વાત અલગ છે. પણ દુનિયાને બતાડ્વા જાઈયે તો એમા શુ ભગવાન રાજી થાશે? કે શુ એનામ અક્ક્લ નથી.કે મારા બનાવેલા મને બનાવે છે .


2 comments:

Unknown said...

નીતાબેન તમારી વાત તમારી નજરમાં સાચ્ચી છે પણ દરેકની આસ્થાની વાત છે. દરેક જાણે છે કે પ્રભુ સર્વત્ર છે તો મંદિરમાં શા માટે જવું? આપણે એ વિષે ક્યારેક ચર્ચા કરીશું.

Manoj said...

નીતા બેન મે તમારો બ્લોગ વાચ્યો સરસ લખાણ છે.
from
sheth28@rediffmail.com
Manoj