Nawya.in

nawya

Tuesday, September 25, 2007

શું દીકરી હજી પણ ભાર લાગે છે?

२)... શું દીકરી હજી પણ ભાર લાગે છે?
....
....
દીકરી ઓ ના મગજ માં આજે પણ એવુ જ છે કે અમે ભાર રુપ છીયે. બહુ બધી દીકરી ઓ સાથે વાત કરી તો દીકરી ઑ નુ કહેવુ શુ હતુ એ તમને જણાવુ. આશા રાખુ છુ આ બાબતે આપ પણ આપના વિચારો મને જ્ણાવશો .
એક દીકરી ને પુછ્યુ તો કહે કે"ખાલી વાતો છે કે જમાનો બદલાણો છે. હજી માતા પિતા દીકરી ઓ સાથે અલગ રીતે જ વર્તે છે. માન્યુ કે રાતના મોડેથી બહાર ન જવાય . પણ અમારા પર જેટલી બંદિશો છે એટલી બંદિશો શુ દીકરા ઓ ઉપર છે. તો આવો ભેદભાવ શુ કામ?"
બીજી દીકરી ને પુછ્યુ તો કહે " આંટી હજી મારી મમ્મી ઍની મરજી પ્રમાણે નથી જીવી શક્તી તો મારી તો વાત કરવી જ નકકામી"
હજી એક દીકરી ને પુછ્યુ તો કહે" આપણૅ ત્યા હજી તો દીકરી જન્મે ત્યાર થી જ એને સાસરુ કેવુ મલશે એની ચિંતા ચાલુ થઇ જાતી હોય છે.આંટી મારા લગ્ન થયા ત્યારે મારા મમ્મી પપ્પા જ્યારે બધાને કહેતા કે અમારો ભાર ઉતરી ગયો ત્યારે બહુ દુઃખ થાતુ કે શુ આટ્લો વખત થી હુ ભાર હતી? અને જો મમ્મી પપ્પા ભાર સમજીને ઓછો કરે તો સાસરાવાળા ઓ ભાર લઇ ને જ અમારો સ્વીકાર કરશે ને?"
આ બધી વાતો ૨૦ થી ૨૫ વર્ષ ની દીકરી ઓ ની વાતો છે. મારી પાસે તો આ બધાની વાતો નો કંઇ જવાબ ન હતો. કોઇ ને પણ આમા કાંઇ કહેવુ હોય તો જરુર થી જણાવે.


3 comments:

Unknown said...

Welcome to Blogworld.
Do write in Gujarati that will be much better.

Manthan Bhavsar said...

tamara vicharo kharekhar adabhut che

...* Chetu *... said...

હજુ હમ્ણાં જ ભાવિન ભાઇ ગોહેલ નો એક fw mail આવ્યો હતો ત્યારે જ મે લખેલુ કે જે દેશ માં નારી ને નારાયણી કહી ને પુજાય છે ત્યાં જ એક જીવ ને નારી ની કાયા પ્રાપ્ત થાય એ પહેલાં જ આ દુનિયા મા આવવા દેવાતી નથી..હજુ પણ આપણૅ પહેલા ના યુગ માં જ છીએ એવુ અમુક કિસ્સાઓ માં જોવા મળે છે..હજુ પણ દિકરી અને દિકરા વચ્ચે ફર્ક જોવા મલે જ છે..શાસ્ત્રો નાં નિયમો માં પણ અમુક વાતો એવી છે.. અગ્નિ દાહ ,પિતૃ તર્પણ વિગેરે દિકરાઓ જ કરી શકે..ભલે દિકરી પારકા ઘર ની થઇ ગઇ હોય પણ એની રગો માં પણ એ જ માતા પિતા નું લોહી વહે છે ને..જે દિકરા ની રગો માં વહે છે..!... તો પણ આ રીત નાં ઘણાં ભેદ ભાવો છે..અને અમુક તો ગાડરીયો પ્રવાહ વહી રહ્યો છે..