Nawya.in

nawya

Wednesday, October 31, 2007

22)
...
કોરી પાટી
નાનુ બાળક પાછુ બનવુ છે મારે,
માનાં ખોળામાં પાછુ સુવુ છે મારે
દુનીયા થી દુર રહેવૂ છે મારે,
પાલવ માં છુપાઈ જાવુ છે મારે.

મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
માસુમ પાછુ બની જાવુ છે મારે
લખેલુ છે એટલુ કે
ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે
કોરી પાટી બની જાવુ છે મારે


Monday, October 29, 2007

21)
..
બાળક


બાળ મજૂર જે સોસાઈટી માં હશે એ સોસાઈટી નુ રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે.આવુ થોડાવખત પહેલા છાપા માં વાંચીયુ હતુ .સાચ્ચી વાત છે ,એનાથી બાળકો નુ અને બાળપણ નુ શોષણ થાય છે.તો
શુ બાળમજૂરી બંધ કરવાથી બાળકો નુ શોષન નહી થાય?કેટલાક બાળકો દુકાન માં કામ કરતા હોય છે,
કેટલાક ભીખ માંગતા હોય છે.કેટલાક કારખાના માં કામ કરતા હોય છે,કેટલાક બુટપોલીશ કરતા હોય છે.
આવા તો કેટલા ઠેકાણે બાળકો કામ કરતા નજર પડે છે. મજુરી એટલે શુ? પૈસા માટે કામ કરવુ? પેટ માટે કામ કરવુ?તો જો એ લોકો કામ કરે છે તો શુ ખોટ્ટુ છે.ભુખ્યા સુઇ જાવાથી બાળકો નુ શોષણ નહી થાય.
પણ કામ કરે એ દેખાય છે,ભુખ્યા સુઇ જાય છે એ કોઇ ને દેખાય થોડી છે?
અમિતાભ બચ્ચન નો રોલ જો એક નાનુ બાળક કરતો હોય,અને એમાં જો એ ડાયલોગ બોલે કે
"ગીરે હુએ પૈસે મૈ નહી ઉઠાતા"તો તાળી ઓ નો ગડગડાટ થાય.અને કેટલા વર્ષો સુધી એ ડાયલોગ બધાને યાદ રહે.
ત્યારે કોઈ ને એમ ન વિચાર આવે કે બાળક મજૂરી કરે છે. મારા ઘર પાસે એક મંદિર છે. ત્યા ભિખારી ઓ નુ એક ટોળુ બેઠુ હોય.હુ બહુ વાર એમને જોતી હોવ, અને એમની વાતો સાંભળતી હોવ.એમાં એક માં હતી, જેને હર વર્ષે એક બાળક આવતુ હોય.એક વાર મારાથી એને કહેવાઈ જ ગયુ "કે તુ આટલા બાળકો ને લઈ આવે છે તે ખાલી ભીખ માંગવા માટે જ ને? તો શુ કામ જન્મ આપતી હોઈશ?તો જવાબ મલ્યો"હુ એકલી કામ કરુ છૂ તો મને દિવસ નાં ૩૫ રુપિયા મલી રહે છે.પણ એમાં કોનુ પુરુ થાય. તો જેટલુ કુટુંબ મોટુએટલા પૈસા વધારે આવે ને."હુ એને ન જ સમજાવી શકી કે કુટુંબ જ નાનુ હશે તો પૈસા વધારે જોઈશે જ શુ કામ?
ત્યા હુ જોઉ ને કેટલી નાની છોકરી ઓ માં બની જાતી હોય છે.અહિયા ગવર્મેન્ટ નાં કોઈ નિયમ લાગુ નથી પડતા.બાળકો નુ શોષણ ગરિબ વર્ગ માં જ થાય છે એવુ નથી.પૈસાદાર ઘરો માં,સંસ્કારી ઘરો માં પણ એટલુ જ થાય છે.
માતા પિતા જ્યારે બાળકો ની સામે જોર જોર થી જેમ ફાવે તેમ જગડતા હોય છે.ત્યારે એમને ખબર નથી હોતી કે બાળ માનસ પર કેટલી ખરાબ અસર થાતી હોય છે.કોઈક ઘરમાં વડિલો બાળકો ની સામે એમનાં માતા પિતા ને જેમ ફાવે તેમ બોલતા હોય છે .એ બાળકો એ વડિલો સાથે કોઈ દિવસ સરખી રીતે વાત નથી કરી શકતા.ત્યારે પાછુ એમને સંભળાવવા માં આવે કે મા એ કાંઇ શિખવ્યુ નથી .બાળકો વિચારતા થઈ જાય કે શુ છે આ બધુ?
એમા હવે બાળકો નાં પ્રોગ્રામ નીકળ્યા છે.ઇનામ ની રકમ ૧૫ લાખ રુપિયા.
ગીત ગાવાની હરિફાઈ,સારુ dance ની ફરિફાઈ
મે એ પ્રોગ્રામ જોયા છે, માનશો નહી પણ અઠવાડિયાં માં એક વાર એક બાળક એ હરિફાઈ માં થી બહાર નીકળવા નો હોય.એ દિવસે તો એ બાળકો નુ જે શોષણ થાય છે એ કોઇ ને નથી દેખાતુ.
જે બાળક નુ નામ જાહેર થાય એ જે રીતે રડતુ હોય એ જોઈને રુવાડા ઉભા થઇ જાય .
અને એ બાળકો જ્યારે અમનાં માતા પિતા ને જોતુ હોય ત્યારે એની આંખો માં જે ડર હોય છે એ જોઇને મને એમ થાય કે એ માતા પિતા ને એમની ઉંમર માં ખબર હતી કે ૧૫ લાખ લખાય કેવી રીતે?
અરે એક વર્ષ નાં બાળક ને હવે તો કામે લગાડી દીધા છે.દુધ નાં પાવડર માટે ની એડ. માટે સારુ તંદુરસ્ત બાળક જોઇયે છે.માતા ઓ અને પિતા ઓ ની લાઈન લાગી.દિવસ નાં ૫૦૦ રુપિયા મલવા નાં હતા ને.
સવાર નાં ૯ વાગે નીકળી તે આવતા સાંજ પડી ગઈ.આ શોષણ નથી તો શુ છે?
મે માતા પિતા ને બાળકો ને સંભળાવતા જોયા છે કે ,
"જરા શિખો બહાર નાં દેશ માં તો ssc પતે એટલે બાળક પોતાનો ખર્ચો પોતે કાઢવા લાગે."
અરે એ માતા પિતા ને કોણ કહે કે,બહાર નાં દેશ માં બાળકો ને પોતાનાં નિર્ણય લેવાની છુટ હોય છે.એ પોતાની મરજી થી જિંદગી જીવી શકે છે.જ્યારે આપણે ત્યા તો માતા પિતા કહે એ જ સાચ્ચુ હોય છે.બાળકો ને કાંઇ પુછવા માં નથી આવતુ.
અરે હુ તો કહુ છુ જો ઘર બદલી કરવાનુ હોય તો પણ બાળકો ને પુછો કે તને વાંધો નથી ને.એને ઘર બતાડવા લઈ જાઓ.એનાંથી એને એમ થાશે કે એનુ પણ મહત્વ છે.આગળ જાતા એ પણ માતા પિતા ને પુછી ને પગલુ ભરશે.
હમણા તો હોસ્ટેલ માં મુકવા ની ફેશન ચાલી છે.આગળ જાતા માતા પિતા એ પણ એકલા રહેવાની તૈયારી રાખવાની.કારણકે એને તમે જ આદત નથી પાડી સાથે રહેવાની.પછી એ બાળકો ને દોષ દઈને કોઇ ફાયદો નથી.
પહેલા નાં જમાના માં ઘર નાના હતા તોય બાળકો ને ખબર ન પડતી કે ઘર માં શુ તકલીફ છે ?
માતા પિતા ક્યારે વાત કરી લેતા એ પણ બાળકો ને ખબર ન પડતી.
પણ આજનાં માતા પિતા ભણેલા છે ને,એટલે એમને ખબર જ નથી કે બાળકો ની સામે કેટલુ અને કેવુ બોલવુ જોઈયે.

બસ છેલ્લે એટલુ જ કહીશ કે ,
બચપન માં બચપન ને
ખિલવાની જગા આપો
તો
યુવાની માં એમને, વડિલો ને સાચવો ,
એમ કહેવુ નહી પડે.


Saturday, October 27, 2007

20)
....
મરજી

રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી .
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી.

દિવસો શાંતીથી કાઢવા હોય છે,
જીવન શાંતીથી જીવવુ હૉય છે.
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી


Tuesday, October 23, 2007

19)
...
ચુંદડી

અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબધ.
મને તો એમની સાથે એટલુ ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભોજાઈ કહે.
અને મને એ સંબધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.
ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં. પણ વધારે પડતુ એ અમારી મજાક મસ્તી થી દુર જ રહેતા અને અમને એ ગમતુ. મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવુ કોઈ મલે તો મને ગમવાનુ જ ને.
મીરા ભાભી પણ વધારે મોટા ન હતા. એ બહુ વાર મને કહેતા કે મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ. હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.
દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણૉ મુડ પારખી લે. અને એમની પાસે બેસીયે એટલે દુઃખ તો ભુલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણૅ વ્યસન થઈ ગયુ હતુ.
હવે એમને બાળક આવવાનુ હતુ . તેઓ એટલા ખુશ હતા કે બસ.ક્યારેક હુ મજાક માં પુછી લેતી ભાભી મને ભુલી નહી જાવને. તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભુલુ." અને આ એ એવૂ લાગણી થી ભરી ને બોલતા કે મારુ મન ભરાઈ આવતુ.
મને એમ થાતુ કે આ જો મારા સગ્ગા ભાભી હોત તો કેટલુ સારુ થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.
હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવુ પડૅ એમ હતુ. અમારા મસ્તી મજાક થી દિવસો પસાર થાતા હતા. એ એમનાં બધા સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.
એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટ્લી ખુશ હતી ને કે હમણા થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનીયા.
ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે. હુ તો સાવ ભાંગી જ પડી. મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ? હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલા બધા સપનાં ઓ લઈને.
DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ. મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફક્ત એટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા. મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.
હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતૉ. આપણૅ કેટલા ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયા હતા.
આ બધી વાતો માટે બધાને મતે હુ ખુબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુઃખ હતુ. એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યા આજે એ મ્રુત અવસ્થા મા સુતા હતા.અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.
ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જાવાની જલ્દી લાગી છે બધાને. નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમમનાં પર.
ભાભી ને સજાવામાં આવ્યા.હવે એમને લઈ જાવા માટે બધા એમની નજીક આવ્યા. અને હુ એમને છેલ્લી વાર ભેંટી ને ખુબ રડી.
હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડૉ બાંધ્યો.મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધુ જોતી હતી.આખરે ભાભી ને લઈ જાવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.
પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે આ બધુ શુ હતુ. દરવાજા પર બાંધવાનુ.તો મમ્મી કહે કે નવીન ભાઈ ને બીજી વાર પરણવાનુ છે એ જાહેર કર્યુ. અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયા.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટૂ થાતુ હતુ.
અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા. એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણૅ મને એમની સાથે ઓણખાણ કરવા બોલવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ, નવીન ભાઈ નાં બીજા પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી. મને મીરા ભાભી યાદ આવી જાતા.
જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા ત્યાર્થી નવીન ભાઈ મારી સાથે નજર મલાવી ને જોતા જ નહી. બપોરનો સમય હતો. હુ મારુ ભણતી હતી.ત્યા અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયા.એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનુ હતુ.એમનુ બાળક.
હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો. અને કહ્યુ "મારી સખી નહી બને?" હુ ટસ ની મસ ન થઈ. તો એમણૅ કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ બાળક ને મોટૉ કેવી રીતે કરત? કોણ કેટલા દિવસ સાચવત. તને ખબર છે, એમણૅ મારી સાથે શર્ત મુકી ને લગ્ન કર્યા છે કે આપણૅ બીજુ બાળક નહી કરીયે."
અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેંટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયા. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.
હવે તો તેઓ કયાં છે એ પણ મને ખબર નથી કારણ નવીન ભાઈ ની કામ માં બદલી થાતી રહે છે . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યુ એણૅ બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવ્તો હતો કે ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તિ છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુઃખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .


Saturday, October 20, 2007

18)
...
ગુનેહગાર

તને કહ્યા વગર તને પ્રેમ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી .

તને કહ્યા વગર તને મારામાં મહેસુસ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી.

તુ ચાહે મને કે ન ચાહે,
મને કાંઈ ફરક પડતો નથી.

તારી પાસે રહી ને તને કાંઇ ન કહુ,
એમાં તો તારી ગુનેહગાર નથી.


Friday, October 19, 2007

17)
...
નવરાત્રી

માતાજી ની વિદાઈ નાં દિવસો આવી ગયા। જોત જોતા માં દસ દિવસ પુરા થઈ જાવા આવ્યા. આપણા હ્રદય માં થી તો માતાજી કયારેય વિદાઈ નહી લે।

પણ ગરબા ને જે આપણૅ માતાજી સ્વરુપે લઈ આવીયે છે।

એ ગરબા નુ વિસર્જન તો આપણૅ ભારે હ્રદયે કરવૂ જ પડૅ છે.

નવરાત્રી બધે ઠેકાણૅ અલગ અલગ સ્વરુપે દેખાય છે।

પહેલા ની નવરાત્રી અલગ જ હતી।

જેમાં પોતાની જ સોસાઈટી નાં લોકો સાથે મલી ને નવરાત્રી મનાવતા।

નવ દિવસ નાં અલગ અલગ પ્રોગ્રામ કરતા।

જેનાથી આખુ વર્ષ બધા એક બીજા ની નજીક રહેતા।

અને છેલ્લે દિવસે બધા સાથે મલી ને ગરબા નુ વિસર્જન કરવા જાતા .
અને આખ્ખે રસ્તે ગાતા કે


"રમતો ભમતો જાય આજ માં નો ગરબો રમતો જાય,
ફરરર ફુદડી ફરતો જાય આજ માં નો ગરબો રમતો જાય


અને જ્યારે ગરબા નુ વિસર્જન થાય ત્યારે આંખ માં પાણી આવ્યા વગર ન રહેતા।

એમ થાતુ કે જાણૅ ઘર ખાલી થઈ ગયુ।

શુ સંપ હતો પહેલા। હવે તો...

જાવા દયો।

હુ પાછી બીજી વાત પર ચડી જાઈશ।

આપણૅ નવરાત્રી ની વાત કરતા હતા।

હવે નવરાત્રી પણ જાણૅ કમાવાનુ સાધન બની ગઈ છે।


હુ બહુ વાર જોઉ ખબર નહી કોઈયે ધ્યાન થી જોયુ છે કે નહી પણ મારુ ધ્યાન તો આવી બધી વાતો માં બહુ જાય।

પહેલા નવરાત્રી માં ગરબા રમવા વખતે વચમાં માતાજી ની મુર્તી કે છબી રાખવા માં આવતી અને હવે???????????????????

હવે ચંપલ નો ઢગલો રાખવા માં આવે છે અને એની આજુ બાજુ ગરબા રમાય છે।

મે એક ઠેકાણૅ નવરાત્રી જોઈ છે જ્યાં આઠમ ની કન્યા કુમારી ની આરતી ફક્ત એમને જ ઉતારવા દેવા માં આવે કે જેમને ટ્રસ્ટી ઓ ની ઑણખાણ હોય।

કેટલી નીયાણી ઓ નાં મન કચવાતા હશે।

પણ જે આ બધુ કરે છે। એમને ખબર નહી પડતી હોય કે હુ આ શુ કરુ છુ?

ત્યા નીયાણી ઓ ને વસ્તુ નહી નહી તો ૫૦૦૦ રુપીયા ની આપતા હશે।

પણ આનાં કરતા બધાને મોકો આપી ને ભલે ને ૫૦૦ રુપીયા ની વસ્તુ આપે।

પણ હોતા હૈ ચલતા હૈ. ની જેમ વર્ષો થી ચાલતુ આવ્યુ છે.

ન બોલવુ જોઈયે પણ બીજી વાત આવે કે જે બધાને માતાજી આવતા હોય ।

આ બાબતે શુ બોલવુ ને એ જ ન સમજાય।

મે જોયુ હતુ એક ઠેકાણૅ એ મેદાન માં એક નાની ગટર પણ હતી

।જેમને માતાજી આવતા એમને બરોબર ખબર હોય કે ત્યા પગ ન પડૅ.


મારા મગજ ની બહાર ની વાતો છે। ઠીક છે ચાલો એટલુ જ કહીશ કે


હુ દુનીયા ને બદલાવી નહી શકુ,
અને દુનીયા મને બદલાવી નહી શકે

અંબે માત કી જય


Thursday, October 18, 2007



16)
..
નીરુમાં

આજે નીરુમાં ની યાદ આવી ગઈ.
ઉર્મીબેન ની ક્રુપા થી આજે હુ બહુ બધા બ્લોગ ને વાંચી શકુ છુ.
નહી તો આટલા બધા બ્લોગ મને કોઈ દિવસ ન મલત.
રોજ નવા એક બે બ્લોગ વાંચુ અને નવા લોકો સાથે મુલાકાત થાય છે અને નવા લોકો સાથે સંબધ બંધાય છે.
thanksss ઉર્મીબેન
આજે એમાં બધા નાં બ્લોગ વાંચતી હતી,ત્યા મને જય ભટ્ટ નો બંસીનાદ બ્લોગ મલ્યો. કે જેમાં દાદા વાણી વિષે લખેલુ છે. વાંચીને એમ થયુ કે જાણૅ આજે નીરુમાં સાથે મુલાકાત થઈ ગઈ.
નીરુમાં, મારા જીવન પર એમની વાતો ની બહુ છાપ છે.તેમની થોડી વાતો જે મને બહુ ગમતી એ અહિયા આજે રજુ કરુ છુ.

૧) તેઓ હંમેશા કહેતા કે કોઈ નુ પણ દિલ તમારા થી દુખાય જાય તો એમનાં આત્માં ની માફી માંગી લ્યો. એ વ્યકતી તમને માફ કરી દેશે.

૨)તેઓ શ્રાધ માટે કહેતા કે તમારુ શ્રાધ હજી પણ તમારા ગયા જન્મ ના દિકરાઑ કરે છે તમને અહિયા એ ખીર પુરી નો સ્વાદ આવે છે?કોઈ ને પહોચ્તુ નથી. અને તમે બધા પાછા કાગડા ને પિત્રુ સમજી ને વાસ નાંખો. તો શુ તમારા પિત્રુ કાગડા થયા એમ માનો છો?

ઍમનો દેહ વિલય થયો એ તારીખ હતી 19 th march.

એ દિવસ ભગવાન એ બનાવ્યો જ શુ કામ?

જો આ તારીખ જ ન બની હોત તો નીરુમાં મને મુકી ને ગયા જ ન હોત્.ભલે પછી હુ પણ ન જન્મી હોત તો ચાલત. હા મારો જન્મ દિવસ એ જ દિવસે છે કે જે મને હવે જરાય નથી ગમતો.અને આ દિવસે મને આ સમચાર મલ્યા હતા.

નીરુમાં MISSSSS UUUUUU


Wednesday, October 17, 2007

15)
..
વરતાઈ આવે છે.

વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.

વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .

ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી.

દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.

અને

નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી.


Sunday, October 14, 2007

14)
..

સિરીયલો ની રામાયણ
..

આજે ભારત માં કેટલા ઘર એવા છે કે જેમાના ઘરે સિરીયલ નાં સમયે ફોન કરવાની ના પાડવાં માંઆવી છે.ચોખ્ખા શબ્દો માં એમણૅ કહી દીધુ છે કે અત્યંત જરુરી કામ હોય તો જ ફોન કરવો. નહી તો પછી કરવો. અને સિરીયલો માં પાછી ચર્ચા ઓ થાય કે શુ સાચ્ચુ અને શુ ખોટ્ટૂ.
એક વાર એક બહેન મારા ઘરે કંકોત્રિ દેવા આવ્યા. ને કંકોત્રિ આપવાનુ કામ પતાવીને અમને કહે" જો વાંધો ન હોય તો star plus ચાલુ કરશો.""મે કહ્યુ "હા ચોક્ક્સ." અને ચાલુ થઈ કસૌટી જીંદગી કી। અને એમાં mr। bajaj bhai આજે મરવાના હતા. મે એમને પછ્યુ."આ સિરીયલ તો રાતનાં પણ આવે છે ને." તો કહે" હા બીજી વાર જોવી હતી.
"પાછુ મને યાદ આવ્યુ એટ્લે મે એમને પુછ્યુ" કે તમારી દીકરી કેમ છે ?" તો મને ઈશારા થી એમણૅ જવાબ આપ્યો થોડી વાર પછી આપણૅ વાત કરીયે. હુ એમને જોતી હતી અને તેઓ સિરયસલી સિરીયલ ને જોતા હતા. અને એમના મોઢા નાં જે હાવ ભાવ હતા. એ જોઈને મારુ b.p high થાતુ હતુ અને જેવો mr. bajaj મર્યો.અને જે એમણૅ નિસાઃશો નાખીયો છે મને એમ થયુ કે મારા ઘર માં કોઇ મરી ગયુ છે અને એ ખરખરે આવ્યા છે. ગજબ નાં હોય છે લોકો . અને ફક્ત બહેનો નહી પણ બહુ બધા ભાઈયો પણ આમાં શામેલ છે. સિરીયલ પતી પછી એઓ દુઃખી અવાજે બોલ્યા આવી જાજો હં લગ્ન મા.ઍક્તા બેન ને આ બધા સમાચાર કોણ આપે કે જો બહેન, લોકો ની હાલત.
એવુ જ આજે થયુ.મને કોઇક એ કહ્યુ કે બા બહુ બેબી જોવા જેવી સિરીયલ છે બધા એ સાથે બેસીને જોવા જેવી સિરીયલ છે.બહુ મજા આવે. ગુજરાતી ઓ નુ ઘર જ બતાવ્યુ છે. તો જોવાનુ ચાલુ કર્યુ. સાચ્ચે જ સારી હતી, પણ હવે આજે પ્રવીણા બહેન ને એમાં મારી નાખવામાં આવી. મે મારી દીકરી ને પુછ્યુ આ કેમ આવુ. તો કહે પ્રવીણા ને આ સિરીયલ છોડવી છે. બોલો હવે એણે સિરીયલ છોડ્વી હોય એટલે આપણૅ નવરાત્રી માં આ બધુ જોવાનુ.

સિરીયલ બનાવવાળા કેવા મન લઈને જનમતા હશે મને તો એ જ નથી સમજાતુ.


Wednesday, October 10, 2007

13)
...
સ્વાર્થ્
....

દુનીયાંમાં સ્વાર્થ અને સ્વાર્થી પણા એ માજા મુકી છે.

એટલો હદ ની બહાર સ્વાર્થ વધી ગયો છે.

આપણને વિચાર આવે કે આપણે શુ કામ જીવીયે છીયે?

કાં આ દુનીયાં આપણૅ લાયક નથી અથવા

આપણે દુનીયા ને લાયક નથી.

આજે બધા ને ફક્ત પોતાના બાળકો ની ચીંતા છે.

કુંટુબ માં કોણ દુ;ખી છે એનાથી કોઈ ને કાંઈ ફરક પડતો નથી.

પહેલા પડતા માણસ ને કોઈ પડવા ન દેતુ.

આજે પડતા માણસ ને પાછળ થી ધક્કો મારવા વાળા ની સંખ્યા વધી ગઈ છે.

આ ફકત વાતો નથી પણ હકિકત છે. બે દિવસ પહેલા મે એક એવી વાત સાંભળી.કે મારુ

હ્ર્દય રડી ઉઠ્યુ કે આટલી હદ સુધી દુનીયા માં સ્વાર્થ વધી ગયો છે?

ઍક બહેન બીજા બહેન ને કહેતા હતા કે "અરે શુ કહુ તને, મારે તો એટલી હેરાન ગતી છે કે પુછ

નહી. મારા ભાભી ગુજરી ગયા એ તો તને ખબર છે ને ? હવે એ એમની પાછળ ઍંમની દીકરી

અને મારા ભાઈ ને મુકી ગયા. "

મને એમ થયુ કે હુ પુછી લઉ કે એ સાથે કેવી રીતે લઈ ને જાય?

ત્યા એ બહેન બોલ્યા કે "ત્યારથી મારો ભાઈ અને એની દીકરી મારા ઘરે જમે છે . એ મને

મહિના નાં પૈસા પણ આપી દે છે . પણ તોય હવે આ રોજની લપ નથી ગમતી."

ત્યા ઍની પ્રિય સખી બોલી "કે હા હુ સમજી શકુ છુ. તારી તકલીફ્.હવે આનો કાંઈક રસ્તો બને

એટલો જલ્દી ગોતજે નહી તો જીવન ભર તારે ગળૅ આ લપ વળગશે."

ઍમ થયુ કે બેઈને એક એક તમચો લગાવુ કે અને કહુ કે તારી ભાભી ની જ્ગ્યાએ જો તુ શ્રીજી

ચરણ પામી હોત તારા બાળકો ને સંભાળવા એ તારી ભાભી ની ફરજ કહેવાત.

કેટલી હદ સુધી નો સ્વાર્થ્?

કેટલી હદ સુધી નાં હલ્કા વિચારો.

સ્વાર્થ ની આ દુનીયા બાબા,

સ્વાર્થ નાં અહિયા લોકો.

કેવી દુનીયા માં વસીયે છીયે આપણે

જ્યાં સ્વાર્થ જ બધાનો સગો.

જો હજી હમણા આ હાલ છે તો થોડા વર્ષો પછી શુ શુ સાંભળવા મલશે?

એ વિચારી ને મને હમણા જ ધ્રુજારી છુટૅ છે।


12)
....
પ્રભુ
...
સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,

પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.

દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,

પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.

પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.

સુખ આપિને કરાવ્યો જલશો.

પણ સાથે કહેતો અંતર ની વાણી.

હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.

દુનિયા નાં લોકો તો કદી પોતાનાં

અને કદી થયા પારકા.

પણ હે પ્રભુ તે કદી અમારી સાથે

તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી .


Monday, October 8, 2007

11)
..
ચિંતન
....
*આળસુ લોકો માટૅ જ ભગવાને આવતીકાલ સર્જી છે.

*સુખની કોઈ ક્ષણ દુ;ખો થી ઘેરાયેલ ન હોય એવુ સંભવ નથી.

*ફુલ ની સાથે રહેલા કાંટાઓ થી ફુલ ની સુવાસ ઑછી થતી નથી.

*રાત ની ઊંઘ માણવી હોય તો સુતા પહેલા જાત સાથે પ્રમાણિક બનો.

*કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.


Sunday, October 7, 2007

10)
...
નવી દિશા
...


"દીકરીઓ કયારે મોટી થઇ જાય છે ઇ ખબર નથી પડતી. જાણૅ કાલે જન્મી હતી આપણી મીતા।. અને જો તો આજે માંગા પણ આવવા લાગ્યા."પ્રભુ દાસ ભાઇ એ પત્ની વનિતા ને કહ્ય. વનિતા એ જવાબ આપ્યો કે " બધાની દીકરીઓ મોટી થાય છે અને બધાની દીકરી ઓ સાસરે જાય છે. હવે તમે જલ્દી થી બજાર માં જાવ અને તમારા મિત્ર ની સાથે વાત કરીને નક્કી કરજો કે એમના દીકરા નુ અને મીતા નુ જોવાનુ ક્યારે ગોઠવવુ છે."
જ્યારે પણ દીકરી વળાવવા ની હોય ત્યારે ઍક પિતા ઢીલો પડી જાતો હોય છે અને માતા મજબુત થઇ જાતી હોય છે.
પ્રભુદાસ ભાઇ ની મીતા અને એમની બજાર માં સાથે કામ કરતા એમના જ મિત્ર શીવરામ ભાઇ નાં દીકરા મંયક સાથે વાત ચાલી હતી.શીવરામ ભાઇ ની ઇછ્છા હતી કે એમની દોસ્તી સંબધ મા ફેરવાય.પ્રભુસદાસ ભાઇ બજાર માં પહોચ્યા અને શીવરામ ભાઇ એ સામે થી જ કહ્યુ કે આપણૅ શનીવાર નુ જોવાનુ ગોઠવીયે.
ઘરે જઇ ને પ્રભુદાસ ભાઇ એ બધી વાત કરી. અને બધા નાં મગજ પોતપોતા ની રીતે વીચારો કરવા લાગ્યા. પ્રભુદાસ ભાઇ વીચારતા હતા કે શુ રોજ મળવા વાળા મિત્ર વેવાઇ બનશે? શુ મારી દીકરી એમને ત્યા સુખી થાશે? વનિતા બેન તો વિચારવા લાગ્યા કે કઇ ખરીદી ક્યાં થી કરશુ? અને મીતા વીચારતી હતી કે માન્યુ MBA છે પણ સ્વભાવ કેવો હશે?
આજે શનીવાર આવી જ ગયો. બધા ની ધડકન તેજ હતી કે શુ થાશે?ત્યા જ શીવરામ ભાઇ નો ફોન આવ્યો કે "પ્રભુદાસ એક વાત કહેવી હતી. અને પ્રભુસદાસ ભાઇ ને એમ થયુ કે એ શ્વાસ ચુકી જાશે. કદાચ બધી દીકરી ઑ નાં માતા પિતા ની આવી જ હાલત હોતી હશે. ત્યા શીવરામ ભાઇ બોલ્યા કે મારા દીકરા ની ઇછ્છા છે કે એ મીતા ને એકલા માં મલવા માંગે છે.પ્રભુદાસ જમાનો બદલાણૉ છે તો આપણે પણ ઍની સાથે જ ચાલવુ પડશે." પ્રભુદાસ ભાઇ એ ઘર માં પુછી ને બધા ની સંમતી થી હા પાડી અને સાંજ નુ શહેર ની સારા માં સારી હોટૅલ માં મલવાનુ નક્કી થયુ.
મયંક સમય નો બહુ ચુસ્ત હતો. એ મીતા ની પહેલા જ ત્યા પહોંચી ગયો હતો . બન્ને જણ હોટૅલ માં ગયા પાંચ દસ મિનિટ તો કોઇ કાઇ બોલ્યુ નહી . આખરે મંયકે વાત ચાલુ કરી કે " મીતા આપણા બન્ને નાં પપ્પા સારા મિત્રો છે . કદાચ જો આપણૂ નક્કી નહી થાય તો એમને બહુ દુઃખ થાશે . પણ વધારે વાત કરીયે એની પહેલા હુ તને જણાવી દઉ કે મારી એક શર્ત છે. જો તને મંજુર હોય તો જ આપણા લગ્ન થઇ શકશે." મીતા ચુપચાપ સાંભળતી હતી. મંયક આગળ બોલ્યો " મીતા હુ થોડો બધા થી અલગ છુ. મે એવુ નક્કી કર્યુ છે કે હુ લગ્ન પછી બાળક નહી કરુ." મીતા ને એમ થયુ કે જાણે એના પગ નીચ્ચે થી જમીન સરકી ગઇ.ત્યા મંયક બોલ્યો " એવુ નથી હુ બાળક કરવા અસર્મથ છુ. પણ દુનિયામાં બહુ બધુ છે કરવા માટૅ તો આપણૅ એ કરશુ.જો તને મંજુર હોય તો મને કહેજે નહી તો બધા ને કહી દેજે કે મને મંયક પંસદ ન પડ્યો." ત્યારે તો હસી બોલી ને બન્ને જણા છુટ્ટા પડ્યા.
મીતા જેવી ઘરે આવી માતા પિતા કાગ ડોળૅ રાહ જોઇ ને બેઠા હતા.તરત મમ્મી એ પુછ્યુ" શુ થયુ મીતા? તને મંયક ગમ્યો ક નહી? મીતા એ જવાબ આપ્યો "એક દિવસ વીચારવા માટૅ આપો કાલે કહુ છુ." પાછળ થી પપ્પા નો ગુસ્સે થાવા નો અવાજ આવ્યો પણ એ કેમ સમજાવે કે એની અંદર કેવુ તોફાન ચાલી રહ્યુ હતુ.
સવાર પડી અને વનિતા બેન મીતા ની પાસે આવી ગયા અને પુછ્યુ "કે શુ વીચાર કર્યો. તારા પપ્પા ને કામ પર જાવાનુ છે અને ત્યા જાશે એટલે એમણૅ ત્યા જવાબ આપવો પડશે." મીતા એ કહ્યુ "હુ મંયક ને હજી એક્વાર મલવા માંગુ છુ . અને આ સાંભળી ને તો વનિતા બેન ખુબ જ ગુસ્સે થઇ ગયા કે "શુ નાટક માંડયુ છે આ બધુ" પણ મીતા ચુપ જ રહી.
પપ્પા બજાર માં ગયા અને હજી તો એઓ પહોચ્યા હશે અને વાત કરી હશે ત્યા તો ફોન આવી ગયો કે"મીતા ને કહેજે કે મંયકે આજે સાંજે છ વાગે જુહુ પાસે બોલાવી છે."
સાંજ પડી મીતા જુહુ પર પહોચી. મંયક ત્યા હાજર જ હતો. બન્ને જણા દરિયા કિનારે જઇ ને બેઠા. મીતા ને ખબર નહોતી પડતી કે એ કેવી રીતે શરુઆત કરે.આખરે મંયકે પુછ્યુ" શુ વાત છે મીતા,મને આજે મલવા બોલાવ્યો. શુ પુછવુ હતુ તારે?"મીતા એ જવાબ આપ્યો" મંયક કાલ રાત થી અત્યાર સુધી મે બહુ બધા કારણૉ ગોતી જોયા પણ મને મલતુ નથી કે પોતાનુ બાળક ન કરવાનુ કારણ શુ?" મીતા આગળ બોલવા જાતી હતી ત્યા એક પાંચ છ વર્ષ નુ બાળક ત્યા આવ્યુ અને કહેવા લાગ્યુ"આંટી મને બહુ ભુખ લાગી છે. મને કાંઈ ખવડાવો ને" મીતા નુ હ્રદય પીગળી ગયુ અને ત્યા મંયક બોલ્યો " જા મીતા એને કંઇક ખવડાવી આવ આપણૅ પછી વાત કરશુ"
મીતા એ બાળક ને લઈ ને એક રેકડી પર ગઈ અને ત્યા એની માટૅ જમવાનુ લીધુ. અને જેવુ એ બાળક ને આપ્યુ બાળક જાણે જમવા પર ટુટી પડ્યો. અને મીતા એને જ જોતી ઉભી રહી ગઈ.ઍ બાળક નુ જમવાનુ પત્યુ એટ્લે મીતા જાવા લાગી . ત્યા એ બાળક પાછો મીતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો" આંટી, મારી બેન માટૅ લઈ આપશો?' મીતા એ એની બેન માટૅ પણ લઈ આપ્યુ. ત્યા પાછો એ બાળક બોલ્યો" આંટી તમે કાલે આવશો ને?" મીતા એ કહ્યુ "મારુ નક્કી નહી " તો બાળક રડવા લાગ્યો કે "તો મને કાલે પાછા ભુખ્યા રહેવાનુ" મીતા ને એમ થયુ જાણે એ હમણા જ રડી પડશે.
એ ત્યાથી મંયક બેઠો હતો ત્યા આવી ગઈ. અને મંયક ની બાજુમાં બેસી ગઈ.મંયકે મીતા ની સામે જોયુ પણ મીતા નાં મગજ માં થી ઍ બાળક નીકળતો જ હતો.આખરે મંયકે પુછ્યુ " શુ થયુ મીતા કેમ આટલી ચુપ થઈ ગઈ." મીતા એ બધી વાત કરી.અને મીતા એ કહ્યુ કે "મંયક કાલે એ બાળક નુ શુ થાશે? એ શુ જમશે? અને કદાચ હુ અહિયા એની માટૅ આવુ તો પણ આ માનવ નામના દરિયા માં એને હુ ક્યા શોધીશ?
તો મંયકે કહ્યુ " હવે તને તારો જવાબ મલી ગયો હશે કે હુ બાળક શુ કામ કરવા નથી માંગતો.અને એટલે જ મે તને આજે અહિયા બોલાવી કે તને ખબર પડૅ કે દુનિયા માં પોતાના ઍક બાળક પાછળ આખ્ખી જીદગી આપણે પુરી કરીયે છૅ.પણ મીતા આવા કેટલા બાળકો છે કે જેમને એમના માતા પિતા એ જન્મ તો આપી દીધો છે પણ એ બાળકો ભુખ્યા સુઈ જાય છે કે એમની શુ હાલત છે એ જોવાની પણ એમને પડી નથી. તો શુ આપણૅ આ બધા બાળકો નાં માતા પિતા ન બની શકિયે. તુ આરામ થી વિચારજે અને પછી મને જવાબ આપજે. મને કાંઈ ઉતાવળ નથી. પણ આપણૅ સારા friends બની ને આ કામ સાથે મલી ને કરશુ . "
અને મંયક ઉભો થયો કે "ચલ હવે છુટ્ટા પડશુ?" અને મીતા પણૂ ઊભી થઈ. હજી ઍનુ મગજ શાંત ન હતુ. એના મગજ માં એક બાજુ એ બાળક ની વાતો અને બીજી બાજુ મંયક ની વાતો જ ચાલતી હતી. ચાલતા ચાલતા પાછો મંયક બોલ્યો " મીતા આપણ વડિલો, મિત્ર છે એટ્લે આપણૅ હા પાડવી જ પડૅ ઍવી કાંઇ ચીંતા ન રાખતી."
મીતા એ કાંઈ જવાબ ન આપ્યો એ વિચારતી હતી કે આવા વ્યકતી ને ના પાડ્વી ઍનાથી મોટી કોઇ ભુલ જ નહી હોય્ અને એણૅ કાંઈ પણ જવાબ આપવાની બદલી માં ચુપચાપ મંયક ના હાથ માં પોતાનો હાથ આપી દીધો. મંયકે હસી ને મીતા સામે જોયુ . મીતા ને એમ લાગતુ હતુ ક જાણૅ ઍ કોઈ નવી દિશા માં આગળ વધી રહી છે.


Friday, October 5, 2007

સંબધો ના સમીકરણ

9)
...
સંબધો ના સમીકરણ
..
મારી દીકરી ની friend ના નાનીમા નુ અવસાન થયુ. ઍ લોકો મદ્રાસી છે.હુ મારી દીકરી સાથે ત્યા ગઇ હતી.બધુ થઇ ગયુ એટ્લે મેં મારી દીકરી ને કહ્યુ એમને કહે કે આપણે જમવા નું આપી જાશુ. ચીંતા ન કરે. તો એમના ઘરે થી ઍંમના માસી મને મલવા આવ્યા અને કહે બહુ આભાર તમારો આટ્લુ તમે કહ્યુ એટલે . પણ અમે હમણા જ હોટૅલ માં થી જમવાનું મંગાવી લેશુ. મને એટલુ અચરજ થયુ કે હદ છે. પણ પછી મે કહ્યુ હુ મોકલાવુ જ છુ એટલે વધારે કાંઇ ન બોલ્યા.ઈ દિવસ પુરો થયો. પછી બે દિવસ રહીને એ જ માસી નો ફોન આવ્યો કે "તમારો ખુબ ખુબ આભાર. પણ આપણૅ ક્યારે બદલાશુ. જેમના ઘર માં મરણ થયુ હોય એ લોકો ને ભુખ તો લાગવાની જ છેને . તો આજે કોને હેરાન કરવાનું.હવે આપણૅ બદલાવુ જ પડશે."એમની પાસેથી જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે એમ થયુ કે જમાનો ખુબ જ બદલાઇ ગયો છે. અને કાંઇક અલગ વિચારવાનાં દિવસો આવી ગયા છે.માન્યુ કે આજે કોઇને હેરાન કરવાનાં દિવસો નથી પણ પહેલા લોકો હેરાન થાવા માટૅ તૈયાર રરહેતા. અને આજે કોઇ ને હેરાન થાવુ પણ નથી અને હેરાન કરવુ પણ નથી. માનવી માનવી થી કેટલો દુર થાતો જાય છે. થોડા દિવસ પછી કાકા બાપા નાં છોકરા ઓ સામે મલશે તો આપણૅ ઑણખાણ આપવી પડશે કે તમે બધા ભાઇ બહેન થાઓ. ક્યારેક બધાની વાતો સાચ્ચી પણ લાગે છે કે મોંઘવારી એ એટલી માજા મુકી છે કે આજે સાચ્ચે જ કોઇક ને કાંઈ કહેતા પહેલા આપણૅ વિચારવુ જ જોઇયે અને ક્યારેક સંબધો ના સમીકરણ બદલાઇ જાશે એની ચીંતા પણ થાય છે.
Labels: સંબધો ના સમીકરણ
dr


Tuesday, October 2, 2007

પત્થર

8)
...
પત્થર
...
કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર


Monday, October 1, 2007

એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો

7)
...
એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો.
..

એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો. હુ એમને ત્યા ગઇ. ત્યા તેઓ તો શાંતિ થી સુતા હતા હવે એમને કાંઈજ ફરક ન હતો કે કોણ રડૅ છે. કોણ એમના મ્રુત્યુ થી ખુશ થાય છે.પણ એમને જોઇને મને એમ થયુ કે જો તેઓ વિચારી શક્તા હોત તો શુ વિચારત.



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા


જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."


મારા બનાવેલા મને બનાવે છે

6)
...
મારા બનાવેલા મને બનાવે છે
..


હમણા જ આપણા ગણપતિ બાપ્પા એ વિદાઇ લીધી.મારી ઍક મિત્ર નો ફોન આવ્યો. કે "નીતા ચાલે છે કે લાલ બાગ ચા રાજા ને પગે લાગવા."ત્યારે સમય થયો હતો રાતના ૧૦.મે પુછ્યુ કે" આવતા કેટ્લા વાગશે?" તો કહે "સવાર થાશે."મે પુછ્યુ "કેમ આટલુ મોડુ કેમ થાશે? તો કહે" તે ત્યાની લાઇન જોઇ છે કે?" મે કહ્યુ "લાઇન માં ઉભા રહેવાની જરુરત શું છે?દુર થી દર્શન કર પગે લાગ અને આવી જા "તો કહે કે "માનતા ની લાઇન એટલી લાંબી હોય કે સવાર તો પડી જ જાય.' મે કહુ "તુ જઇ આવ મને નહી ફાવે."મે ના પાડી. ત્યારે એને તો ન પાડી કે મને નહી ફાવે. પણ મન ચકરાવે ચડી ગયુ.કે શુ છે આ બધુ? માનતા ની લાઇન અલગ હોય . એમની પાસે માંગીયે એટ્લે પુરુ થાય જ. અરે હદ ત્યારે થઇ કે જ્યારે મે હમણા જ બે દિવસ પહેલા છાપા વાચ્યુ કે ઇન્દોર મા એક ગણપતિ બાપ્પા નુ મંદિર છે ત્યા જો કોઇને જાવાનો સમય ન હોય તો એ મંદિર ના પુજારી ને ના મોબાઇલ માં ફોન કરો ઍટલે પુજારી તમારો ફોન બાપ્પા ના કાન પાસે રાખશે. એટલે આપણે આપણી જે ઇછ્છા હોય અને જે માનતા માનવી હોય તે માનવાની.એટ્લે એ ઇછ્છા આપણી જરુર થી પુરી થાય . આપણૅ ભગવાન ને પણ કામે લગાડી દીધા. ક્યા પોહ્ચશે આ બધુ? લોકો સાથે આ બાબતે વાત પણ ન કરી શકાય કારણ કે આમા શ્રધા સાથે અંધશ્રધા પણ જોડાઇયેલી છે. મને બહુ વાર વિચાર આવે કે ઘર ના ભગવાન મા અને મંદિર ન ભગવાન માં ફરક શુ છે? લોકો કેમ કર્મ નો સિધ્ધાંત કેમ નથી સમજતા? હુ તો ગયા જન્મ ના હિસાબ ને પણ નથી માનતી.બધુ અહિયા કરો અને અહિયા ભોગવો.જો માનતા માનવા થી જ બધુ પુરુ થાતુ હોય તો કામ કરવાની જરુરત શુ છે?બસ ખાલી માનતા ઓ માને રાખો.મંદિર માં પણ જો આપ્ણૅ આપણી મરજી થી જાઈયે અ વાત અલગ છે. પણ દુનિયાને બતાડ્વા જાઈયે તો એમા શુ ભગવાન રાજી થાશે? કે શુ એનામ અક્ક્લ નથી.કે મારા બનાવેલા મને બનાવે છે .