Nawya.in

nawya

Friday, October 5, 2007

સંબધો ના સમીકરણ

9)
...
સંબધો ના સમીકરણ
..
મારી દીકરી ની friend ના નાનીમા નુ અવસાન થયુ. ઍ લોકો મદ્રાસી છે.હુ મારી દીકરી સાથે ત્યા ગઇ હતી.બધુ થઇ ગયુ એટ્લે મેં મારી દીકરી ને કહ્યુ એમને કહે કે આપણે જમવા નું આપી જાશુ. ચીંતા ન કરે. તો એમના ઘરે થી ઍંમના માસી મને મલવા આવ્યા અને કહે બહુ આભાર તમારો આટ્લુ તમે કહ્યુ એટલે . પણ અમે હમણા જ હોટૅલ માં થી જમવાનું મંગાવી લેશુ. મને એટલુ અચરજ થયુ કે હદ છે. પણ પછી મે કહ્યુ હુ મોકલાવુ જ છુ એટલે વધારે કાંઇ ન બોલ્યા.ઈ દિવસ પુરો થયો. પછી બે દિવસ રહીને એ જ માસી નો ફોન આવ્યો કે "તમારો ખુબ ખુબ આભાર. પણ આપણૅ ક્યારે બદલાશુ. જેમના ઘર માં મરણ થયુ હોય એ લોકો ને ભુખ તો લાગવાની જ છેને . તો આજે કોને હેરાન કરવાનું.હવે આપણૅ બદલાવુ જ પડશે."એમની પાસેથી જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે એમ થયુ કે જમાનો ખુબ જ બદલાઇ ગયો છે. અને કાંઇક અલગ વિચારવાનાં દિવસો આવી ગયા છે.માન્યુ કે આજે કોઇને હેરાન કરવાનાં દિવસો નથી પણ પહેલા લોકો હેરાન થાવા માટૅ તૈયાર રરહેતા. અને આજે કોઇ ને હેરાન થાવુ પણ નથી અને હેરાન કરવુ પણ નથી. માનવી માનવી થી કેટલો દુર થાતો જાય છે. થોડા દિવસ પછી કાકા બાપા નાં છોકરા ઓ સામે મલશે તો આપણૅ ઑણખાણ આપવી પડશે કે તમે બધા ભાઇ બહેન થાઓ. ક્યારેક બધાની વાતો સાચ્ચી પણ લાગે છે કે મોંઘવારી એ એટલી માજા મુકી છે કે આજે સાચ્ચે જ કોઇક ને કાંઈ કહેતા પહેલા આપણૅ વિચારવુ જ જોઇયે અને ક્યારેક સંબધો ના સમીકરણ બદલાઇ જાશે એની ચીંતા પણ થાય છે.
Labels: સંબધો ના સમીકરણ
dr


3 comments:

Unknown said...

સાચે જ સંબંધોનાં સમીકરણો બદલાતા જાય છે. પહેલાનાં જમાનામાં લોકો એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતાં અને હવે લોકોને બોજો લાગતો હોય છે.

સુરેશ જાની said...

ભલે ને તેમ હોય? આપણને આ પળમાં જીવનારને ગયેલી વાતોનું શું?
જે હતું તે પણ ઠીક હતું, જે આવશે તે પણ ઠીક હશે અને જે છે તે પણ ઠીક જ છે.

Anonymous said...

સંબધ ના સમીકરણ ની વાત ખુબ જ સુંદર છે.