Nawya.in

nawya

Thursday, October 18, 2007



16)
..
નીરુમાં

આજે નીરુમાં ની યાદ આવી ગઈ.
ઉર્મીબેન ની ક્રુપા થી આજે હુ બહુ બધા બ્લોગ ને વાંચી શકુ છુ.
નહી તો આટલા બધા બ્લોગ મને કોઈ દિવસ ન મલત.
રોજ નવા એક બે બ્લોગ વાંચુ અને નવા લોકો સાથે મુલાકાત થાય છે અને નવા લોકો સાથે સંબધ બંધાય છે.
thanksss ઉર્મીબેન
આજે એમાં બધા નાં બ્લોગ વાંચતી હતી,ત્યા મને જય ભટ્ટ નો બંસીનાદ બ્લોગ મલ્યો. કે જેમાં દાદા વાણી વિષે લખેલુ છે. વાંચીને એમ થયુ કે જાણૅ આજે નીરુમાં સાથે મુલાકાત થઈ ગઈ.
નીરુમાં, મારા જીવન પર એમની વાતો ની બહુ છાપ છે.તેમની થોડી વાતો જે મને બહુ ગમતી એ અહિયા આજે રજુ કરુ છુ.

૧) તેઓ હંમેશા કહેતા કે કોઈ નુ પણ દિલ તમારા થી દુખાય જાય તો એમનાં આત્માં ની માફી માંગી લ્યો. એ વ્યકતી તમને માફ કરી દેશે.

૨)તેઓ શ્રાધ માટે કહેતા કે તમારુ શ્રાધ હજી પણ તમારા ગયા જન્મ ના દિકરાઑ કરે છે તમને અહિયા એ ખીર પુરી નો સ્વાદ આવે છે?કોઈ ને પહોચ્તુ નથી. અને તમે બધા પાછા કાગડા ને પિત્રુ સમજી ને વાસ નાંખો. તો શુ તમારા પિત્રુ કાગડા થયા એમ માનો છો?

ઍમનો દેહ વિલય થયો એ તારીખ હતી 19 th march.

એ દિવસ ભગવાન એ બનાવ્યો જ શુ કામ?

જો આ તારીખ જ ન બની હોત તો નીરુમાં મને મુકી ને ગયા જ ન હોત્.ભલે પછી હુ પણ ન જન્મી હોત તો ચાલત. હા મારો જન્મ દિવસ એ જ દિવસે છે કે જે મને હવે જરાય નથી ગમતો.અને આ દિવસે મને આ સમચાર મલ્યા હતા.

નીરુમાં MISSSSS UUUUUU


2 comments:

...* Chetu *... said...

ખરી વાત છે, અમુક વ્યક્તિઓ આપણાં જીવન માં એમનાં વ્યક્તિત્વ ની એવી છાપ છોડી જાય છે..જે ક્યારેય ભૂંસાતી નથી..!

સુરેશ જાની said...

નીતાબેન
મને નીરુબેનના જીવનની વીગતો મેળવી આપશો તો આભારી થઈશ. તમારા બ્લોગ પર નવી પોસ્ટ મુકો ત્યારે મને ઈમેલ કરશો, તો આભારી થઈશ. રોજ બધા બ્લોગ વીઝીટ નથી કરાતા.
સમય ઓછો પડે છે !