Nawya.in

nawya

Friday, November 2, 2007

23)
.....
૯.૫૫ ની લોકલ

મુંબઈ ની લોકલ એટ્લે
મુંબઈ ની જાન,
યાતનાં ઓ ની ખાણ
અને
સંબધો ની ભરમાર.

વર્ષો થી હુ સફર કરતો હતો,
રોજ સવારની ૧૦.૫ માં
આજે મને મલી ૯.૫૫

અરે મારા મિત્રો મને શોધતા હશે
પણ મને મલી આજે ૯.૫૫

રોજ ભિંસાતો,લટક્તો જાતો,
પણ આજે તો મને જગા પણ મલી ગઈ.
લોકો બુમો પાડતા હતા,
ખાલી કરો,જગ્યા કરો,
અને મારી માટે બધાએ જગ્યા કરી.

મને પણ અચરજ થાતુ હતુ કે ,
આજે મને જગ્યા મલી?

સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
અરે પણ મારે તો જાવુ છે દાદર.

કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
અને થોડી વારમાં તો ,
પોસ્ટ્મોર્ટમ વાળા ઓ ને સોંપી દીધો।

હવે ખબર પડી મને કે
કેમ મને જગ્યા મલી
અને
કેમ મલી મને આજે ૯.૫૫


13 comments:

Arvind Patel said...

ગઈ કાલે મુંબઈ જાવાનુ થયુ અને ત્યા જે જોયુ એના પર બહુ ભારે હ્રદયે લખાઈ ગયેલી વાત.
---------------------
આપે આ લખ્યું છે. અને તેના અનુંસંધાણમાં કવિતા લખી છે. જે આપનો અનુભવ બોલે છે. તો પછી આપે પુરૂષ જાતિનો શા માટે ઉપયોગ કર્યો?
--અરવિંદભાઇ પટેલ. યુ.કે.થી.

નીતા કોટેચા said...

અરવિંદ ભાઈ મે ત્યાં એક પુરુષ નો અકસ્માત માં મ્રુત્યુ પામેલો દેહ જોયો હતો. હુ જ્યારે station પર પહોંચી ત્યારે જે બધુ જોયુ. એ જોઈને લખાયેલી વાત છે.આને હુ કવિતા નહી કહુ.મારી વાત માં હુ જે જોવ એને સ્થાને પોતાને રાખીને લખવાની આદત છે મને ,અને મેં વિચાર્યુ કે એ અક્સ્માત માં મ્રુત્યુ પામેલ હુ જ છુ.હવે એ પુરુષ હતા એટલે મે પુરુષ જાતિ વાપરી.અને મુંબઈ ની હાલત મને ખબર છે કે લોકલ માં પ્રવાસ કરવા વાળા ઓ ની શુ હાલત હોય છે.ત્યા ઉભેલા લોકો વાત કરતા હતા. કે રોજ તો આ બીજી લોકલ પકડૅ છે.આજે શુ જલ્દી લાગી હતી.શુ કામ પાટા ઓળગીંયા હશે? આ બધુ સાંભળી ને લખાયેલા વાત છે.

Anonymous said...

અરે આ જ તો મુબંઈ ની રોજ ની વાસ્ત્વિકતા છે.
સરસ લખ્યું છે.

Ketan Shah said...

અરવિંદભાઈ ને તમે કરેલ સ્પષ્ટતા ઉપર થી પૂરા લેખ નો ખ્યાલ આવી ગયો. જો તમે આ સ્પષ્ટતા કોઇક રીતે તમારા લેખ મા કરી હોત તો આ લેખમાં ચાર ચાંદ લાગી ગયા હોત.
Anyway, પણ આર્ટીકલ ખરેખર ખુબ જ ગમ્યો. મુંબઈ મા રહેતો તો નથી પણ ઘણીવાર
ત્યાંની લોકલ ટ્રેનની મુસાફરી કરેલી છે, એટલે તમારા આ આર્ટીકલ ને અનૂભવી શકુ છું. મુંબઈની લોકલ ટ્રેનની વાસ્તવિકતા બહુ જ સરસ રીતે રજુ કરી છે.

કેતન, વડોદરાથી

Anonymous said...

નીતાબેન, ખૂબ જ સુંદર.........
"હું"-પણું જ્યારે અન્યમાં સાકાર થાય ત્યારે જ
આવી હ્ર્દયદ્રાવક ઘટના પર હ્ર્દયસ્પર્શી રચના સર્જાય.....

આપની ભાવનાઓને....... પ્રણામ.........

Unknown said...

મુંબઈની રોજની નરી વાસ્તવિકતા છે. મુંબઈગરા જીવ હથેળીમાં લઈને હંમેશા દોડતાં જ હોય છે.

Ramesh Shah said...

કદાચ મુંબઈમાં જ રહેતા હોઇએ તો ધીરેધીરે આવી બધી સંવેદના પણ મરતી જાય.લખાણ લાગણી સભર.

Arvind Patel said...

ખુલાસો કરવા બદલ આપનો આભાર નીતાબેન.મેં પણ મુંબઇની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી છે એટલે પરિસ્થિતિથી વાકેફ છું.પરંતું એને તો ઘણાં વર્ષો વીતી ગયા.
અરવિંદભાઈ, યુ.કે.થી

Rajiv Gohel / "રાજીવ" said...

khub j saras,

Welcome to Gujarati Blog World.

-Rajiv

bhaviraju.wordpress.com

shila said...

badhana comments vachi ne maja aave che ne taru lakhan to saruj che pan mane kay lakhta n aavde

shila said...

maru comment male che ke nahi?

નીતા કોટેચા said...

આપ સર્વે નો ખુબ ખુબ આભાર કે આપને મારુ લખાણ ગમે છે. અને આપ પ્રતિભાવ આપો છો.
ભાભી આપનાં પ્રતિભાવ પણ મલે છે .
thanks ભાભી.આમ જ વાચંતા રહેજો અને મારા વખાણ કરતા રહેજો.સાસરાવાળા વખાણ કરે તો અલગ જ મજા આવે. હે ને?

Anonymous said...

That is the only reason to get place in our country.
'BHARAT'