Nawya.in

nawya

Wednesday, November 21, 2007

27)
...
મારુ સપનુ
...
બે દિવસ પહેલા સપનુ આવ્યુ કે હુ એક મુસલમાન કુટુંબ ની મહેમાન બની અને ત્યા જઈને મે બુરખો પહેરી ને નમાઝ પઢી અને પછી એમને મે શેર સંભળાવ્યા।
અને એ લોકો એટલા રાજી થયા।
મને બહુ ઓછ્છા સપનાં યાદ રહે પણ આ સપનુ એકદમ યાદ રહી ગયુ .અને મગજ માં થી નીકળે નહી કે આવુ કેવુ સપનુ?
ફ્રિષ્ન ની લીલા માં અને રાધાજી નાં નામ માં મસ્ત રહેવા વાળા આપણે, આવુ કેમ સપનું આવ્યુ? દુઃખ ન હતુ કે મેં બુરખો પહેરી ને નમાઝ પઢી પણ આવુ કેવુ સપનુ?બે દિવસ મથામણ ચાલી ત્યા ત્રીજે દિવસે પાછુ સપનુ આવ્યુ કે આપણે મગજ માં જે ક્રિષ્ન ની છ્બી બનાવી છે એ મુરલીધર અને એક મુસલમાનો ની ટોપી પહેરી ને એક ભાઈ મે માન્યુ કદાચ એ જ અલ્લાહ હશે.ત્યા એ બન્ને સાથે બોલ્યા કે શુ આમ તો ઢંઢેરો પીટાવતા હો છો કે ભગવાન બધા એક જ છે અને સપનાં ની વાત પણ મગજ માં થી નથી નીકળતી?ત્યારે મે એમને જવાબ આપ્યો પ્રભુ તમે જે દુનીયા બનાવી હતી એ અલગ હતી આપ શેની વાત કરો છો? અમે તો અહિયાં એવી દુનીયા બનાવી છે જ્યા ઠાકોરજી ની સેવા કરવા વાળા ઓ શંકર ભગવાન નાં મંદિરે નથી જાતા એમાં એ લોકો પાપ ગણે છે અને તમે રામ રહિમ ની વાત કરો છો? એ બન્ને ભગવાન થોડુ હસ્યા અને જતા રહ્યા. અને ત્યારે મારાથી જે રચનાં બની એ અહિયા લખુ છુ.

કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

કદી એમ થાય કે,
તુ જ અમને સંભાળે છે.
કદી એમ થાય કે તુ અમને
સંભાળે છે?

કદી એમ થાય કે
તે જ જીવન આપ્યુ।
તો કદી એમ થાય કે
, તુ મરણ કેવી રીતે આપે?

તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?

કદી એમ થાય કે
હા તુ છે અમારો.
પણ
કદી એમ થાય કે
શુ અમે છીયે તારા?
N.


8 comments:

Anonymous said...

નીતા બેન સરસ લખ્યું છે.અને ભગવાને ક્યાં ભેદભાવ રાખ્યા છે.પછી એ રામ હોય કે રહિમ ,આ ભેદભાવ તો ઉભા કરનાર આ જગત ના લોકો જ છે ને..નીચે ની રચના પણ બહું જ
સરસ છે.
તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?
સાચે જ બધું કરનારો આ ઉપરવાળો જ છે.

Ketan Shah said...

કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

Bahu j saras rachana che.

Tamaro lekh pan gamyo.

Anonymous said...

Vah,
sundar saral ane tatvathi bhareli rachna che.

સુરેશ જાની said...

બહુ જ સરસ. નમાઝ કરો કે ભજન. બહું એકનું એક જ છે. આમ જ લખતાં રહો.

...* Chetu *... said...

ekdam saras rachana..!

shila said...

bahuj saras che

Anonymous said...

saras lakhyu chhe...prabhu to ekaj chhe...tamaro photo joi em thaay chhe me kyak tamane joya che..

nilam doshi said...

નીતા, આ સપનુ તારા મનનું પ્રતિબિબ છે. તારા મનમાં રામ અને રહીમ એક છે.બધા ધર્મ સમાન છે. એ ભાવનાા અહીં સુન્દર રીતે પ્રતિબિંબિત થાય છે.