Nawya.in

nawya

Saturday, December 8, 2007

29)
...
થોડુ દર્દ

આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
,કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।
કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.


પાનખર માં પડેલાં પાન ને જોઇને
દુઃખ થાય છે કે
આ ઝાડ પાછુ લીલુછમ થાશે ક્યારે?
અને વંસત ઋતુ માં ફુલોને જોઇને
દુઃખ થાય છે કે
આ ફુલો પણ ઝાડ ને છોડી ને ખરી પડશે?
N.


6 comments:

Unknown said...

મન જો હળવું થશે તો આટલી બધી વ્યથા નહીં રહે.

Anonymous said...

Do not be so sad.
smile please.

shila said...

bahuj saru lakhyu che pan mann ni vato share karvi saritoj biju lakhay ne

Anonymous said...

નીતાબેન ખરેખર સરસ લખ્યું છે.પણ મનની વાતો કોઈને કેહવાથી જરૂર ભાર હળવો થશે.સાચું ને

nilam doshi said...

અરે..અરે, નીતા, આટલું બધું ?
પાનખરમાં પડેલા પાનને જોઇને વિચાર આવવો જોઇએ કે હવે કૂંપળ ફૂટવાની વેળા આવી. કોઇખરે તો અને ત્યારે કશું ખીલી શકે ને ? પોઝીટીવ નહીં લખે તો હું વાંચીશ નહીં હૉ.આ નાની બેનને ધમકી છે અને આ પહેલા પણ કોમેન્ટ લખી જ છે.આટલો બધો ગુસ્સો નહીં કરવાનો. તારા માટે પ્રેમ નથી એવું વિચારવાનું બંધ. બધા તારા જ છે. ઓકે ?

Unknown said...

didi,
aa pan ni jem aapne pan kyarek khari j padva nu chhe...pan aema sady sady nahi thavanu...sukh no ahesas manvano... are nani nani kupalo futvani ane lila chham paan aavani ane aene jovani maja j kai nirali hoy chhe,hene..
pan... sari rachna ne...bhavo ne sari rite kandarya chhe...saras.. :-)