Nawya.in

nawya

Sunday, December 9, 2007

30)
...
પ્રેમ
...

પ્રેમ કરવાની કળા શીખવાની હોય?
પહેલા નાં જમાના માં એમ કહેતા કે પ્રેમ કરવો નથી પડતો થઈ જાય છે.
પણ હવે જમાનો બદલાઈ ગયો છે .
આજનાં બાળકો કહે છે કે પ્રેમ કરતા પહેલાં જોવું પડે કે એ ક્યાં રહે છે ?
એ કમાય છે કેટલું? દેખાવ માં કેવો છે ?બધું જોઇને પ્રેમ કરે છે.
આજે દીકરી હોય તો કહે છે કે હવે અમે પણ કરીએ છીએ . તો અમે શું કામ બધું બરોબર જોઈને જાણીને લગ્ન ન કરીએ?
આજનાં બાળાકો એ એટલી હદ સુધી પ્રેમ ની વ્યાખ્યા બદલી નાખી છે કે આપણને આપણા વિચારો પર શક થાય કે આપણે વિચારતા હતા એ ખોટું હતું.
ચલો કદાચ આપણે એમનાં વિચારો નહીં બદલી શકીએ તો શું આપણે આપણા વિચારો બદલી
શકીશું ?)
આપણે આપણા વિચારો, કદાચ ફક્ત મારા પણ હોઇ શકે. એ જોઇયે.
પ્રેમ એટલે સમર્પણ
ફકત પોતાનાં પ્રિય પાત્ર ની ખુશી.
પ્રેમ એટલે કોઈ પણ જાતની માંગણી નહીં.
પ્રેમ એટલે ફકત આપવું
પ્રેમ એટલે પોતાનાં પ્રિય પાત્ર ને કોઈ પણ જાતનુ દુઃખ ન થાય.
પ્રેમ કોને થાય?
શું પ્રેમ એક સ્ત્રી પુરુષ ની વચમાં જ થાય?અને સ્ત્રી પુરુષ ની વચમાં દોસ્તી ન થઈ શકે?તો એ દોસ્તી ને પ્રેમ ન કહેવાય?
શુ પ્રેમ ઉંમર જોઈને થાય? હુ મારા સાસુ ને પ્રેમ કરુ છું. હું મારા ઘરનાં બધા સભ્યો ને પ્રેમ કરું છુ.અને શું એ પ્રેમ માં પણ એ જ બધુ ન જોઈયે ને પ્રેમ કરું છુ.
મારા મતે પ્રેમ પાગલપન છે.
મે બહુ બધા સાથે પ્રેમ વિષે ચર્ચા કરી યુવાનવર્ગ થી કરીને વડિલો ને પણ પુછ્યુ .
પહેલાં યુવા વર્ગ શુ વિચારે છે એ કહું.
દીકરીઓ ઓ ને પૂછ્યું તો કહે આંટી, કૉલેજ - માં થાય એને આકર્ષણ વાળો પ્રેમ કહેવાય્.કે જે દુધ નાં ઉભરા જેવો હોય્.ને લગ્ન પછી પ્રેમ હોય્?ફક્ત એક બીજાને સંભાળવાનુ અને સાંભળવાનુ.ક્યારેક પ્રેમ હોય તો ક્યારેક રાડા રાડી. એ તો ફક્ત જરૂરત પૂરી કરવાનુ સાધન લીગલી મેળવવાની એક ક્રિયા છે.બસ ખીસામાં માં પૈસા હોય તો બધો પ્રેમ આવે. ન હોય તો જુઓ એ ફેરા, અને ત્યારે લીધેલા વચનો બધાનુ બાષ્પીભવન થઈ જાય.
હવે એ દિવસો ગયા જ્યારે પહેલી નજર નો પ્રેમ થતો. હવે અમને કોઈ પ્રપોઝ કરે ને તો અમે કહી દઈએ કે ભણ્યા પછી તું શુ બને છે કેટલું કમાય છે એ જોઈને હું નક્કી કરીશ કે મારે તારી સાથે લગ્ન કર્વુ કે નહી.
મને ચક્કર જ આવી ગયા કે આ હું શુ સાંભળ છુ?
પ્રેમ ની વ્યાખ્યા આટલી બદલાઈ ગઈ અને મને ખબર પણ નથી.
હવે આ લોકો ને સાચા ગણવા કે ખોટાં.
વડિલો ને પુછ્યુ તો તેમનુ કહેવુ છે પ્રેમ એટલે પ્રેમ આપણે જેને પ્રેમ કરતા હોઈયે એને સાચવવુ એ પ્રેમ ની વ્યાખ્યા હોય જ નહી.
અને આજનાં બાળકો. ગજબ નુ વિચારે છે.મારો પણ જમાનો હતો.માર પણ સખી ઓ હતી એમને પ્રેમ થતો અને તૂટતો અને એ બધા પર હું લખતી એ જણાવુ છુ.

તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,
અને
મારી સાથે રહેવુ તને ફાવે એમ ન હતુ.

હું તારી યાદ માં જીવુ છુ હર પળ
અને
તુ મને ભૂલીને જ જીવી શકે છે.
હું તારા વગર જીવી નહી શકું
પણ
તું મારી સાથે જીવી નહીં શકે

આખરે
મે નક્કી કર્યુ કે
તારી સાથે જીવી ને તને હેરાન કરવુ
એના કરતા
તારા વગર જ મરવુ સારુ.

અને આજે તો જો મારી નાંખવા સુધી ખચકાતા નથી.
ખબર નથી સાચુ શું?
N.


9 comments:

shila said...

prem ni vyakhya bahu saras lakhi che

Anonymous said...

પ્રેમ એટલે એક મેકની અસર નીચે આવવુ અને વિચારવુ કે કેટલુ આપવુ હોય તેટલુ બધુ આપવુ ફક્ત સુખ સુખ અને સુખ જ આપવુ બને તો તેનુ દુઃખ લઈ લેવુ અને તેને સુખ આપવુ
vijay shah

Anonymous said...

મારા માનવા પ્રમાણે પ્રેમ એટલે ત્યાગ. અને સાચો પ્રેમ હોય ત્યાં ત્યાગ કરવામાં કોઇ દુઃખ નથી થતું.

Unknown said...

વાહ, આજે તો તમે મારા ગમતા વિષય ઉપર લખ્યું છે.. પ્રેમ.. સરસ લખ્યું છે...
મારા મતે પ્રેમ એ સર્વ સુખ છે..અને પ્રેમ એ ભગવાન જેવો છે..કે એ કર્યો બધા એ છે, એનો અહેસાસ બધા ને છે, પણ એને જોયો કોઈ એ નથી..!! બસ, એટલે જ જુદા જુદા લોકો ની પ્રેમ વિષે ની જુદી જુદી વ્યાખ્યાઓ છે.. પણ વાત એક જ ની છે..પ્રેમ્...!!!

Anonymous said...

prem puchine thay nhi
prem ma paday nhi
premne disha nathi
premma apeksha nahi

prem matra sharirthij nahi
aajna yuvano prem karta sodo
vadhare kare che. aanu mukhy karan
bhautikta prtyeni aadhli dot.

' hu, mane ane maru' no trikon.
you did wonderful job on prem.

હું.. દિગીશા શેઠ પારેખ, said...

મનમાં જે હકારત્મક મહેસુસ થાય એ પ્રેમ્..પ્રેમ પતિ-પત્ની વચ્ચે..ભાઈ-બહેન..ભાઈ-ભાઈ..નણંદ-ભોજાઈ..દિયર-ભાભી..અને હા..કોઇ સ્ત્રી અને પુરુષ વચ્ચે..કુંવારી છોકરી-છોકરા વચ્ચે..અને અનેક સબંધો ની વચ્ચે..બધે જ વ્યાખ્યા અલગ જ હોય ઉમર પ્રમણે,સ્વભાવ પ્રમણે,જમાના પ્રમણે...અહેસાસ પ્રમાણે.પણ અખરે તો બધા માણે છે તો પ્રેમ જ ને...બહુ જ સુંદર અહેસાસ ને..એની સમજ આવે એટલે બસ..આ ટોપિક તો એવો છે..આના પર એટલુ લખાઈ જસે...કે..પુછો જ નહી.આટલે થી અટકી જઉ બસ.

સુરેશ જાની said...

બહુ જ સરસ વીશય.
પણ જે રીતે તે મુકાયો છે તે માત્ર સ્ત્રી પુરુશના સંબંધને જ ચર્ચે છે.
આપણે ચર્ચા એટલા પુરતી જ મર્યાદીત રાખવી ઘટે.

બાકી પ્રેમ તો અત્યંત વીશાળ અને જીવનનો પાયો છે જ.
-----
સ્ત્રી પુરુશના સંબંધની વાત કરીએ તો તેના અનેક પાસાં છે, જેમાં માત્ર પ્રેમ જ નહીં પણ બીજાં ઘણાં પાસાંને સ્પર્શે છે. ખાસ કરીને સામાજીક, અને યૌન સંબંધોનું વીજ્ઞાન.
લગ્ન એ એક વ્યક્તીગત અને સામાજીક સંસ્થા છે. એમાં માત્ર પ્રેમની ફરમાસુ અને અધકચરી વ્યાખ્યાઓ/ સમજ અને માત્ર છીછરા અને પોચટ લાગણીવેડાથી કામ ન ચાલે.
મારા વીચાર બહુ કઠોર લાગે તો માફ કરશો.

Anonymous said...

ek var kyak vanchyu hatu ane khub gami gayu hatu.Prem to vaheli savar na zakal bund jevo chhe. khub sundar, najuk chhe khub sachavavo pade jara dhyanbhang thayu k pani mafak vahi nikale chhe. tadako thata udi jay ane tem chhata eni yad jivanbhar haiya na khune smai jay....

...* Chetu *... said...

prem ne mahesus kari shakay che eni koi j vyakhya nathi...!je rite mahesus thay e rite man thi enu mlyankan karva ni koshish karie pan... amuly prem ne shabdo ma samjavi shakato nathi ,joi shakato nathi fakt mahesus kari shakay chhe..!!...prem nu zaranu kadiye sukatu nathi chahe game teva sanjogo hoy.. e avirat vahya j kare che ..apna hath ma kai nathi ... kudarti lagnio ne roki shakati nathi..!