39)
....
તારી તસ્વીર મેં ચુમી હજારો વાર,
તારી તસ્વીર હ્રદય થી લગાડી હજારો વાર.
કેટ કેટલી વાતો કરી મે તારી તસ્વીર સાથે .
પણ તુ, ચુપ છો.
રિસાણી હતી તુ મારાથી, કેટ કેટલી મે મનાવી તને.
હસતો ચહેરો છે તારો તસ્વીર માં,
પણ બોલતી નથી કાંઇ,
કેમ, તુ ચુપ છો?
નાદાન છુ,પ્રેમાળ છુ. પાગલ છુ તારા પ્રેમ માં,
નથી જોઇતુ કાંઇ વધારે પણ સહેવાસ તો આપજે તારો
કેટ કેટલું માંગુ છુ,
પણ છતા, તુ ચુપ છો.
રહી શકે છે કેવી રીતે દુર મારાથી તુ ,
હુ તો પળે પળે મરુ છુ તારી જુદાઈ માં.
મારા તડપ નો અહેસાસ છે તને,
પણ છતા તુ ચુપ છો.
N. 09/01/2008
6 comments:
હાય ! તસવીર જો બોલતી હોત તો !
સુંદર લખ્યું છે.
સરસ લખ્યું છે.......નીતાબેન
યાદ માં આ રીતે જ તડપે છે મન....કોઈની પણ યાદ આવે.
Very very romantic and showing true heart.
વાંચવામાં થોડો મોડો પડ્યો.. સરસ રચના..
good one...neetaben
Tasvir na bole tema maza che.
Manana bhava vykt thay che.
Hlava ful jeva thai javay che.
Post a Comment