Nawya.in

nawya

Sunday, February 10, 2008

42)
...
કાલે જરા બહાર જાવાનું થયુ। રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી।ત્યાં એક રીક્ષા વાળા એ પાન નીં થુંક ફેકીં ।અને મારુ જાવાનું ત્યારે જ થયું। અને મારા કપડા ની સત્યાનાશી થઈ ગઈ।મે એની સામે જોયું । તો એણે sorry sorry કહ્યુ।મે કહ્યુ"ભાઈ તેં મને તો આજે sorry કહી દીધુ। ને હુ તને માફ પણ કરી દઈશ. પણ એક શર્ત છે. જો તુ ઈ માને તો॥"બિચારા ની હાલત એટલી ખરાબ હતી કે એણે કહ્યુ બધુ મંજુર છે.મે કહ્યુ "ઠીક છે તો સાંભળ, તુ રોજ જેનાં પર થુંકે છે એ તને કોઇ ફરિયાદ નથી કરતી. પણ તારે, જેટલી વાર તુ થુંકે તારે એની માફી માંગવાની. તને ના નથી કોઈ વાત ની. પણ તુ મને વચન આપ તો હુ તને માફ કરું."એ સમજ્યો નહીં.મે કહ્યુ "તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી અને તુ તારા માતા નાં ખોળા માં જ બધુ કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમ થી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તે એના મોઢા પર કોઇ દિવસ થુંક્યુ હોત તો એ પણ એક તમાચૉ ઠોકી દેત.તો આ ધરતી માતા પર તુ કેમ આટલુ રોજ થુંકે છે.આટલો એ ભાર ઉપાડે છે તારો, અને તુ એનો ઉપકાર માનવા ની બદલી માં હજી આવી રીતે વર્તે છે." આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુ ની કથા માં સાંભળી હતી જે આજે કામ લાગી ગઈ.
એ નીચું મોઢુ કરી ને સાંભળતો હતો। અને ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી ઘરનાં લોકો પણ હતાં. જેમનાં મોઢા માં મસાલા નાં ડુચ્ચા હતાં, મે જોયુ કેટ્લા લોકો એ બધુ ગળા નીચે પધરાવી દીધું. મને એમ થયુ કે ચાલો મારુ બોલવુ સફળ .કાલે યાદ રહેશે કે નહી ખબર નથી પણ આજે તો અસર થઈ.આવું કેટ કેટલું થાતુ હોય છે આપણી આજુ બાજુ.પણ આપણે આંખ આડા કાન કરીયે છીયે.તો શુ આપણે પણ એમનાં જેટલા જ ગુન્હા માં નથી. આપણે વિચારીયે છીયે કે આપણો દેશ બહારનાં દેશ જેટલો સાફ સુથરો નથી. તો એ કરવામાં આપણી જવાબદારી કાંઇ નહી.
જ્યારે આપણા બાળકો બહારનાં દેશ માં એક વાર જઈ ને આવે છે પછી એમનેં ભારત દેશ ગમતો નથી.
આમાં ખાલી સરકાર ને દોષ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મલીને કાંઈક કરવુ પડ્શે. ચલો કદાચ બહારનાં લોકો સાથે ચર્ચા કરવી આપને ન ફાવતી હોય તો કમસેકમ આપણે આપણા બાળકો ને આપણા સંબધી માં બેઠા હોઈયે ત્યારે આ ચર્ચા તો કરી શકીયે ને॥આપણો ભારત, મહાન દેશ છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો બધા થોડી થોડી જવાબદારી ઉપાડી લે તો કેટલુ સારુ.




15 comments:

...* Chetu *... said...

એક્દમ અસર કારક વાત કહી છે નિતાબહેન ..! પણ આમાં સરકાર અને પ્રજા બન્ને ની જવાબદારી છે.. એક હાથે તાળી ના પડે ... સરકારે અવા બધા નિયમો બનવવા જોઇએ અને પ્રજાએ પાલન કરવુ જોઇએ ..પણ બન્ને મા થી ક્શુ જ થતુ નથી .. અગર નિયમ બને છે તો ત્યા પણ લાગવગ અને હપ્તા ( લાંચ ) થી ગુનેહગાર છટ્કી જાય છે અને સરકારી અધિકારી આંખ આડા કાન કરે છે... ! અગર દેશ ને ચોખ્ખો રાખવો હોય તો પહેલા હરેક હિંદુસ્તાની એ મન ને ચોખ્ખુ કરવુ પડે..!..

Unknown said...

બહુ સરસ વાત કહી. અને અસરકારક વાત છે. આ વાત પર કેટલા અમલ કરે તે જોવાનુ.

સુરેશ જાની said...

I can not write in Gujarati, as I am on a different computer of my son.
I liked your article very much. I nomally refrain from writing such things on my blog, as people may misunderstand me as an American.

But wehenever I come there , I have this feeling. Why even educated people do not have sense of cleanliness.
Such a sense has to be generated from minds of people. It can never be forced by Govt.

Anonymous said...

નમસ્તે નીતાઆન્ટી,

આપનો લેખ અને આપે જે વાત કરી તે ખૂબ જ સુંદર છે. તમે વ્યક્તિની સાથે સાથે એની વૃત્તિને બરાબર ઓળખીને તેમને યોગ્ય માર્ગ બતાવ્યો. તમારો આ નાનકડો અનુભવ આપ પરવાનગી આપશો તો ક્યારેક રીડગુજરાતી પર લઈશ. આ પ્રકારના લેખો 'અખંડ આનંદ' સામાયિક પણ સ્વીકારે છે તેથી તમે ત્યાં મોકલશો તો પણ તેઓ લેશે.

આભાર સહ
મૃગેશ શાહ

Anonymous said...

Neetaben
Aapano anubhava ane sant vani no subhag samanvay sundar chhe.
aamey paan tamaku ke dhumrapan jaahermaa na thavu joie ..jene moTayi bataavI te kampanio ane mediae dat vaalyo Chhe.dhumrapan no aNt ketlo bhayanak chhe te to cancer hospttaloma fefasana ane annanaLinaa cancerna dardione joie tyaare khyaal aave.
ahi americama to " thanks for not smoking" na mota patiyao moTi building ma hoya chhe tamaarii aa vaat mane bahu gami
આમાં ખાલી સરકાર ને દોષ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મલીને કાંઈક કરવુ પડ્શે. ચલો કદાચ બહારનાં લોકો સાથે ચર્ચા કરવી આપને ન ફાવતી હોય તો કમસેકમ આપણે આપણા બાળકો ને આપણા સંબધી માં બેઠા હોઈયે ત્યારે આ ચર્ચા તો કરી શકીયે ને॥આપણો ભારત, મહાન દેશ છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો બધા થોડી થોડી જવાબદારી ઉપાડી લે તો કેટલુ સારુ.

aabhaar

નીતા કોટેચા said...

આપ સર્વે નો ખુબ ખુબ આભાર કે આપે મારી વાત ને મારી લડાઈ ને સમર્થન આપ્યુ.
પણ જ્યારે જ્યારે આવુ થાતુ હોય છે લોહી ઉકળી ઉઠે છે.અને આ એક વાત નહીં, આવી તો કેટ કેટલી વાતો છે કે જ્યારે હુ એક એક કરીને કહીશ ત્યારે બધાનાં લોહી ઉકળશે.
મ્રુગેશ ભાઈ મને આંનદ થશે જો આપ રીડ ગુજરાતી પર આ લેખ આપશો. કોઇક એક જણ પણ આ વાંચીને બદલાશે તો મને એમ થાશે કે સાચ્ચે જ કલમ માં તાકાત બહુ જ હોય છે.

Anonymous said...

Neetaben, really nicely put. So, like Gandhigiri, now we will see more of Neetagiri. :-) Keep it up.

Anonymous said...

સાચી વાત છે આપણે બધાએ સાથે મળી ને કરવું પડશે તો જ કંઇ થશે..

Anonymous said...

ખુબ સરસર વાત કરી છે તમે...સ્વચ્છતાના પાઠ તક મળે ત્યારે આપણે જ લોકોને સમજાવવા પડશે.
સુનીલ શાહ

nilam doshi said...

neeta, well done..keep it up. i am sure one day u will comeout with flying colors.all the best.

i have written this type of laghukatha..on "param samipe "

u have nicely writte.congrats for that.
nilam

http://paramujas.wordpress.com

Anonymous said...

તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી અને તુ તારા માતા નાં ખોળા માં જ બધુ કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમ થી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તે એના મોઢા પર કોઇ દિવસ થુંક્યુ હોત તો એ પણ એક તમાચૉ ઠોકી દેત.તો આ ધરતી માતા પર તુ કેમ આટલુ રોજ થુંકે છે.આટલો એ ભાર ઉપાડે છે તારો, અને તુ એનો ઉપકાર માનવા ની બદલી માં હજી આવી રીતે વર્તે છે."
LIVE WITH THE LEARNING OR READING TO DO RIGHT!

Anonymous said...

Hey, Neeta perfect way to teach somebody a LESSON whch he will never forget in his life time.
You can tell whose comment is this.
see you on chat.

pheena said...

Neetaben thume je himmat karie ne autowala sathe conversation karie them bhadha himmat kare to ------

અનિમેષ અંતાણી said...

એકદમ સાચી વાતની અસરકારક રજુઆત.

લગે રહો નીતાબેન..

shilpa prajapati said...

nice....