Nawya.in

nawya

Tuesday, March 18, 2008

49)
19/3/2008















આજે ૧૯ મી માર્ચ.








નીરુમા નાં દેહ એ આપણી વચ્ચે થી વિદાય લીધો હતો, એ તારીખ..


નીરુમા એટલે મારી જાન .મારો જીવ..


એમનાં પાસેથી હુ બહુ બધુ સીખી..તેઓ હંમશા કહેતા કે....


...ક્યારેય પણ ટુટી ગયેલા કપ માટે ન રોવો..જે થઈ ગયુ છે એને ભુલી જાવ..


..એમની સૌથી સારી વાત હતી કે...આપણે મરી જાઈયે પછી બધાને કહી ને જાવો કે મારુ શ્રાધ ન કરતાં ..કારણકે તમારી માટે, હમણા પણ ગયાં જન્મ નાં તમારા બાળકો તમારા શ્રાધ્ધ નાં દિવસે ખીર બનાવીને ખવડાવતા હશે..કાગડા ને ખવડાવતા હશે..તો શું તમને એનો સ્વાદ આવે છે??ગયાં એ ગયાં..બસ હવે એ જ્યાં હોય એમની માટે પ્રાર્થનાં કરો..કે તેઓ ખુશ રહે..મને એમની આ વાત એટલી ગમી ગઈ કે મારી દીકરી ઓ ને કહી દીધુ કે હુ ગુજરી જાવ, પછી મારુ શ્રાધ્ધ ન કરતા, ઉઠમણુ ન રાખતાં, તેરમુ ન કરતાં..


..તેઓ હંમેશા કહેતા કે તમારાથી કોઇને દુ;ખ દેવાય ગયુ હોય અને તમે એમની સામે ચાલીને માફી ન માંગી શકો તો રોજ એમનાં હ્રદય માં વસેલાં શુધ્ધ આત્માં ભગવાન ની માફી માંગી લ્યો..એમનું હ્રદય પરિવર્તન જરુર થી થાશે. અને એ પાછા તમારા મિત્ર બની જાશે અને તમને માફ કરી દેશે..


અને આ વાત તો અજમાવી ચુકી છૂ હુ ..અને નારાજ થયેલા ઓ પાછા સામેથી વાત કરવા આવ્યાં છે...


....તેઓ હંમેશા કહેતાં કે આપણાથી કોઇ ગભરાય એવી જિંદગી જીવવી નહી..એનાથી મોટુ પાપ નથી.


.... બધાને માફ કરી દેવાની આદત પાડી નાંખો...


નીરુમા ને એક વાર રુબરુ મલવું હતુ એ ઈછ્છા પુરી ન થઈ..


અને જે દિવસે એમણે આ દેહ છોડ્યો ત્યારે તારીખ હતી ૧૯ મી માર્ચ..૧૮ મી માર્ચ એ મારા વરજી એ રાતનાં ૧૨ વાગે મને એક સરસ WHITE DRESS આપ્યોં..

એ જોઈને મે એમને કહ્યુ સારુ થયુ white લઈ આવ્યાં...

હવે નીરુમાં નુ પ્રવચન હશે ત્યારે હુ આ dress પહેરી ને જાઈશ...

અને.......

એ દિવસે મને સમાચાર મલ્યાં કે તેઓ મને મુકી ને ચાલ્યા ગયા છે...

પણ ...

નીરૂંમાં ની વાતો યાદ રાખી ને જ જીવાવાનુ હતુ ..એટલે વધારે કલ્પાંત કર્યા વગર જ એમને જ્યાં હોય ત્યાં શાંતી મલે એ જ પ્રાર્થના કરીયે છે..Nirumaa miss youuuuuuuuuu


4 comments:

સુરેશ જાની said...

મને તેમનો અને દાદા ભગવાનનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ.

Anonymous said...

Just believe in her and have faith.
She will guide you .

pravina Avinash

Unknown said...

નીરુમાના આત્માને શાંતી મળે.

Anonymous said...

નીરુમાની વિદાય બાદ તેમની વાતો વધુને વધુ સમજાતી જાય છે.અમારી સ્વ,બાને તેમની લગની લાગેલી અને અમે જોઈ શક્યાં કે મૃત્યુને તેમણે કેવી સહજતાથી સ્વીકાર્યુ..