Nawya.in

nawya

Sunday, April 27, 2008

આપણે બધા કહેતા હોઈયે છીયે કે જે હોય એ, અપનાવી લેવુ જોઈયે.
આપણે વિચારીયે તો દુ;ખ અને આપણે વિચારીયે તો સુખ છે.
પણ હ્રદય પર હાથ રાખીને વિચારજો કે શું હુ કહુ છુ એ બરોબર છે??



આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,

આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.

કર્મ નાં આધારે પોતાનાં, પારકા થાય
અને
પારકા, પોતાનાં થાય છે .
સપનાં ઓ નાં હાસ્ય થી અલગ
આંસુ ઓ ની દુનીયા છે।
સંબધો માં ભારોભાર સ્વાર્થ ની આ દુનીયાં છે...
માનીયે છીયે, એટલી સરળ નથી
આ જિંદગી।
હા , બનાવટી હાસ્ય અને આંડબર ની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડા ની આ દુનીયા છે...
નીતા કોટેચા


Tuesday, April 1, 2008

50)
લેણાદેણી

આજ કાલ કરતાં રાજેશ ને કોમા માં ગયે ૪ વર્ષ થયા॥ફક્ત એક જ કામ માનવી એ કર્યુ હતુ અને એ કે બસ રાજેશ ને સંભાળવાનું....ઘર ની બહાર જાવાનું જ બંધ કરી દીધુ હતુ॥બધુ જ મનન લઈ આવતો હતો॥અને બસ બે સમય જમવા સિવાય જાણે બીજુ કાંઇ કામ જ ન કરતી હતી॥રાજેશ નો કામવાળો આવ્યો કે નહી।એને ઇન્ફેકશન નથી લાગતુ ને॥ એને કાંઇ તકલીફ ન પડે...
આજે પણ એ રાજેશ નાં પંલગ પાસે બેઠી હતી અને એને જોતી હતી
એને યાદ આવતા હતા એ દિવસો જ્યારે એ લગ્ન ગ્રન્થી જોડાયા હતા .પહેલે જ દિવસે એને અનુભવ થઈ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે॥લગ્ન પત્યા અને બધા ઘરે આવ્યાં હતા। હવે એમણે સુહાગરાત માટે કોઇક હોટેલ માં જાવાનુ હતુ॥ બધા હમણા તો ઘરમાં બેઠા હતા।ત્યાં નણંદ એ આવીને પુછ્યુ કે ભાભી તમે કાંઇ લેશો??તો હુ ખચકાણી હતી કે કેમ કહેવાય કે હા મારી માટે કોફી લઈ આવો...અને જરુરત બહુ જ હતી..પણ નાનપણ થી મમ્મી એ સીખડાવેલ નહી કોઈને કામ કહેવાનો.. એટલે બોલાણુ નહી।રાજેશ દુર બેઠો બેઠો જોતો હતો..મારી નજર એની સામે ગઈ અને એણે નજર થી જ મને કહ્યુ હતુ કે પી લે કાંઇક..મે નજર થી જ ના પાડી..અને આ પ્રેમ નાં નશા એ મને મારી કોફી ની તરસ ભુલાવી દિધી..૧૦ મીનીટ થઈ ત્યાં તો રાજેશ ઉભો થયો અને રસોડા તરફ ગયો,,મને અચરજ થયુ કે આટલા બધા લોકો છે અને એ શું લેવા ગયો।પણ પહેલો દિવસા કાઈ બોલાય તો નહી॥એટલે હુ બધુ ચુપચાપ જોતી હતી॥ ત્યાં મારા નંણદ પણ રસોડા માં ગયા અને રાજેશ ને કહ્યુ "શું જોઈયે છે ભાઈ?" તો રાજેશ એ કહ્યુ કે "કોફી પીવી હતી અને તુ બીજા કામ માં હતી એટલે મે વિચાર્યુ કે ચલ હુ જ બનાવી લઉ।" નંણદ થોડુ હસીને બહાર ચાલ્યાં ગયા,મને કોફી નું નામ સાંભળીને પાછી તડપ ઉપડી ॥પણ પાછી એ તરસ છુપાડવાની જ હતી॥ત્યાં રાજેશ મારી પાસે કોફી નો કપ લઈને આવ્યો કે મને આવડે નહી ને થોડી વધી ગઈ, પી જાઈશ?અને બધા એ એની મસ્તી કરી અમે પી જાશું અમને દઈ દે..અને મેં કપ નીચે મૂકી દીધો..તો રાજેશ કહે નાં આજે તો બધુ ફકત માનવી નું..અને બધા હસી પડ્યાં..મને એમ થાતુ હતુ કે હુ એ કપ કેમ કરીને ઉપાડુ..પણ પાછા નંણદ આવ્યા અને મારા હાથ માં એ કોફી નો કપ પકડાવી ગયાં।અને એ કોફી મને અમ્રુત જેવી લાગી હતી..
૯ વાગવા આવ્યા હતા બધા મલીને અમને હોટેલ માં મુકવા આવ્યા। મને એટલી શરમ આવતી હતી॥પણ ચુપચાપ હુ બધા સાથે હોટેલ માં પહોચી॥માંડ માંડ બધા છુટ્ટા પડ્યા,અને મે હાશ કારો અનુભવ્યો॥મે સૌથી પહેલા રાજેશ ને કહ્યુ કે રાજેશ તારો આભાર હુ કેવી રીતે માનું તને ખબર નથી ,પણ મને ત્યારે કેટલી જરુરત હતી કોફી ની॥રાજેશ એ જવાબ આપ્યો મને ખબર છે હુ તારો ચહેરો વાંચી શકુ છુ માનવી।ને મને એમ થયુ કે પ્રભુ એ મને બધુ જ સુખ આપ્પી દીધુ...અને અમે બન્ને અમારી હુંફ ની અમારી પ્રેમ ની દુનીયા માં ખોવાય ગયા।
અને આજે ૪ વર્ષ થી એવી કેટકેટલી જરુરત પડી પણ રાજેશ સળવળતો પણ નથી॥Dr। એ કહ્યુ કે અમે બધો જ ઇલાજ કરી લીધો છે॥ હવે એ ક્યારેય પણ કોમા માથી બહાર આવી શકે છે॥અને હુ એ જ રાહ જૉઇને બેઠી છુ॥કે ક્યારે આવશે એ દિવસ??
૪ વર્ષ કાંઇ નાનો સમય ન હતો અને આવક વગર...ભર્યા ભંડાર પણ ખુટી જાય॥ અને હવે એ જ દિવસ આવવા લાગ્યો છે
વિચારી જ મને થાય છે કે શું થાશે??માનવી રાજેશ નો હાથ હાથ માં લઈને માનવી એ કહ્યુ તુ મારો ચહેરો વાંચી શક્તો હતો ને ॥જો આજે હવે શું દિવસો આવ્યાં છે કે તારી માનવી એ આજે હવે ક્યાંક માંગવા નીકળવું પડશે॥મદદ લેવી પડ્શે કાંઇક રસ્તો ગોત રાજેશ... અને એ રાતે રાજેશ મ્રુત્યુ પામ્યો॥એણે મારી માટે રસ્તો કાઢી આપ્યો॥પણ મે એને પાછુ આવવા કહ્યુ હતુ॥માંગવુ તો મારે હજી એ પડશે જ ને જિંદગી ચલાવવા.. બધા આશ્વાસન આપતા હતા કે જે થયુ એ હવે શું કરી શકીયે? આમાથી કોઇ આ ૪ વર્ષ માં પુછવા નહોતુ આવ્યુ અને હવે પણ નહી આવે...પણ ચુપ જ રહેવાનું હતુ..હજી મારે કોની લાચારી કરવી પડશે કોને ખબર?? મારા ઘર ની આજુબાજુ માં રહેતા બધા આવતા હતા
મને મલતા હતા..એક બહેન એ અવીને કહ્યુ આ ઘર વેચીને બીજુ નાનુ ઘર લઈ લેવાનુ એટલે જિંદગી ની થોડી તકલીફ દુર થઈ જાય..મને એમનુ એ સુચન ગમ્યુ કે કોઇ પાસે હાથ લંબાવવો એનાં કરતા આ રસ્તો સારો હતો। ૧૩ દિવસ પત્યા એટલે અફસોસ કરવા વાળા વિખેરાવા લાગ્યા,બધાને ચીંતા હતી કે હુ કાંઇક માંગીશ॥ લગભગ ૨૦ દિવસ થઈ ગયા રાજેશ ને ગયા...
અમારા બાજુમાં રહેતા અમારા મરાઠી પાડોશી મને મલવા આવ્યાં। તેઓ મા અને દિકરો જ હતા.. દિકરા નાં લગ્ન થયા ન હતા॥ લગભગ એમની ઉંમર ૫૦ વર્ષ ની હતી.. એમનાં મમ્મી મારી બાજુ માં બેઠા અને કહ્યુ કે "જો દિકરી આ સમયે આ વાત કરવી બરોબર નથી..પણ હુ હિંમત કરીને કહુ છુ..મને ખબર છે કે તે રાજેશ પાછળ જિંદગી ની બધી જ મુડી વાપરી નાંખી છે..અને હવે તારે માંગવાનો વારો આવ્યો છે..હુ એક સુચન કરુ છુ તુ શાંતી થી વિચારજે અને પછી જવાબ આપજે।જો મારા દિકરા નાં હજી લગ્ન થયા નથી અને પ્રભુ એ એટલો પૈસો આપ્યો છે કે જે ખુટે એમ જ નથી।હજી તારો દિકરો નાનો છે એ ક્યારે મોટો થાશે અને ક્યારે કમાશે?તો જો તુ મારા દિકરા સાથે લગ્ન કરી લે તો તમારા બન્ને નું સંભાળાય જાય..મને બહુ મોટો જટકો લાગ્યો કે આ કેવી વાત?પણ મે એમને કાંઇ જવાબ ન આપ્યો..અને તેઓ ચાલ્યા ગયા અને જાવા વખતે કહેતા ગયા હુ પાછી આવીશ પુછવા..
હુ ખુબ રડી રાજેશ નાં ફોટા સામે ઉભી રહીને.. બે દિવસ બીજા વિત્યાં.. સાંજે મનન સ્કુલ માં થી પાછો આવ્યો ત્યારે રડતો આવ્યો અને કહેવા લાગ્યો કે કેમ પણ કરીને બે દિવસ માં સ્કુલ ની ફીસ ભરી જાવ..આખા વર્ષ ની ફીસ એટલે ૭૦૦૦ RS હતા। હવે હુ શું કરુ? સગા ઓ ને ત્યાં ફોન કર્યા કે થાય તો આપો હુ પછી આપી દઈશ..એક સગા એ આપ્યા ખરી પણ કહ્યુ કે તુ પાછી આપી નથી શકવાની, ઘર વેચી નાંખ.. હુ આજે આપીશ,રોજ કોણ આપશે??મને એમની વાત એ વિચાર કરતા મુકી દીધી કે ચલો હુ ઘર વેંચી નાંખુ પણ એ પણ તો થોડા વખત માં પુરા થઈ જાશે પછી??????? અને નસીબ ક્યો કે એ જ દિવસે મરાઠી પાડોશી પાછા આવ્યાં અને મે એમને હા પાડી દીધી..અને બધા ની નારાજગી સાથે મે કશ્યપ સાથે લગ્ન કરી લીધા..
આજે મારી બીજી સુહાગરાત હતી..અને મને એ બધુ પાછુ યાદ આવતુ હતુ..જેવો કશ્યપ રુમ માં આવ્યો અને મારી બાજુ માં બેઠો મને રાજેશ ની યાદ આવી ગઈ અને હું રડી પડી ..કશ્યપ એ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યુ"હુ સમજી શકુ છુ..મે ફક્ત શરીર સુખ માટે આ સંબધ નથી બાંધ્યો..એક બીજાને સંભાળવા માટેનો આ સંબધ છે..ાને હુ ઉપકાર ની નજર થી કશ્યપ ને જોતી રહી..અને કશ્યપ સામે નાં સોફા પર જઈને સુઈ ગયો..
આમને આમ જ ૧૦ દિવસ વીતી ગયા।હજી અમારા વચ્ચે કોઈ સંબધ બંધાણો ન હતો..પણ એનાં મોઢા પર થી જરા પણ ફરિયાદ નાં ભાવ ન હતા.જેવો સમય મલે એટલે એ મનન ને લઈને બહાર ચાલ્યો જાતો..
રાજેશ ની બીમારી ને લીધે મનન એ બહાર ની દુનીયા જૉઇ જ ન હતી.. કશ્યપ નાં મમ્મી એ માનતા માની હતી કુળદેવી નાં દર્શને જાવાનું .એટલે અમારુ બહાર જાવાનું નક્કી થયુ..કેટલા વખતે હુ પણ બહાર નીકળી હતી..મનોમન મે નક્કી કર્યુ કે પાછા ફરીને કશ્યપ ને પોતાની જાત ને સમર્પણ કરી દેવી... કુળદેવી નાં દર્શન કરી ને પાછા વળતા બહુ મોટો અકસ્માત નડતા કશ્યપ નએ એના મમ્મી બન્ને મ્રુત્યુ પામ્યાં. અને હુ પાછી એકલી થઈ ગઈ..ફરક ફક્ત એટલો હતો કે હવે ત્રણ ફોટાને હાર ચડાવવાનો હતો..
બેંક માં થી ફોન આવ્યો કે મેડમ તમે કશ્યપ ભાઈ નું ડેથ સર્ટીફીકેટ આપી જાવ અને તમારુ નામ add કરાવી જાવ.. મન ન હતુ પણ હુ ગઈ બેંક માં ..અને ત્યા જઈને બધા કાગળીયા ની જવાબદારી પુરી કરીને બહાર આવતી હતી ત્યાં બેંક નાં એક ભાઈ આવીને પાસ બુક આપી ગયા..માનવ સ્વભાવ ને લીધે અંદર નજર કરી તો આંખો અચરજ ઠી પહોળી થૈ ગઈ કારણકે એમાં રકમ હતી ૯૯ લાખ..બીજા દિવસે બેંક વાળા પાછા આવ્યાં.અને થોડા સેવીંગ સર્ટિફીકેટ આપી ગયા અને એ બધાની રકમ મલીને હતી ૩ કરોડ રુપીયા.. બેંક મેનેજર એ કહ્યુ તેઓ ૫ દિવસ પહેલા આવ્યા હતા અને બધા માં તમારુ નામ જોઇન્ટ માં કરાવી ગયા..મારુ મગજ કામ નહોતુ કરતુ..કે આ માણસ સાથે કેવી લેણાદેણી ..
હુ રાજેશ ,કશ્યપ અને એનાં મમ્મી ત્રણે નો ફોટો જોતી હતી કે કોઇક તો બચ્યુ હોત ખાલી પૈસા ને પણ શું કરીશ?????????
નીતા કોટેચા