Nawya.in

nawya

Sunday, June 29, 2008

દાંપત્ય જીવન
.........................
"હે ભગવાન આજે પાછા ઝગડા,ભગવાને બાલ બચ્ચા નથી દીધા બે માણસ એકલા છે તોય ખબર નહી શું કામ આટલુ ઝગડે છે..."વનીતા એ પોતાનાં પતિ અમર ને કહ્યુ॥

"પણ તારે શું છે?આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને શું શું થયુ એમના બન્ને વચ્ચે એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને ત્યાં સુધી શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..
વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ રોજનો નીત્ય ક્રમ હતો...
ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાં
વનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને"
"અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુ
પછી રડતા રડતા જ ચાલ્યા ગયા...
ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યો
વનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતા બેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?
ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી ભારતી ગઈ ઘરે"
વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતા
ત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાડજો હં એને, ચલો મુકુ છુ..."
ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....
હવે રોજ નાં ઝગડા થી એમને ખુશી થાતી હતી....
આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...
પણ અએમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..
આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેન એ અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય નફરત હોય લાગણી હોય કેટલુ હોય ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..
પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ કદાચ નિસ્વાર્થ હોતો હશે બીજા કોઈ પણ સંબધ કરતા.બે અજાણ્યા લોકો મલે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,
અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..
આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...
વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..
વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.
વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..
ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...
ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....
અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..
થોડીવાર માં dr.. આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...
બહુ જબરો ઝટકો લાગ્યો બધાને કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....
ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....
માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...
આજે વનીતા બેન ભારતી બેન નાંઘરે જ રોકાઈ ગયાં।
ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....
નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવિને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર િને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..
ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યાઆમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..
પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..
વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........
..........................
નીતા કોટેચા









15 comments:

Anonymous said...

Nice story and well said - short and sweet.

Anonymous said...

sudara varta

Anonymous said...

Neetaben...Enjoyed reading the story...Keep writing !

Anonymous said...

shuN aa satya ghatana Chhe?
saras vaartaa chhe

નીતા કોટેચા said...

ha vijay bhai aa satya gatna che.....

nilam doshi said...

બની શકે..આવું પણ જીવનમાં બની શકે...
સરસ નિરુપણ થયું છે નીતા..સાદી અને સરળ ભાષામાં અભિવ્યક્તિ સુન્દર થઇ છે.
લખતી રહેજે.

Anonymous said...

ભારતીબેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ ...
પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા.."
આવું પણ બને!બન્ને થોડા સમયે મૃત જાહેર થતે તો આવા વિચિત્ર પ્રેમાળ દંપતીનો પ્રેમ વધુઅસરકારક રહેત...એક ફ્રેંચ વારતા-તેની સાથે પણ નહીં રહેવાય-તેનાં વગર પણ નહીં રહેયાય
જેવી- સારી વારતા
પહેલીએ ડોકટર્સ ડે ઉજવવાનો છે તો આ રીતે વારતામાં ડોકટરનો આ રીતે ઉલ્લેખ થાય છે!
પ્રજ્ઞાજુ વ્યાસ
૧૪૬ સનીંગડેલ ડ્રાઈવ
જ્યોર્જ ટાઉન કંટકી

Raj said...

wah..ek khub sari varta chhe aa, kadach nahi pan 100% satya hovani lagani thay chhe, Pati ane Patni vachche Prem ane Lagani no je Vichitra sambandh hoy chhe te kevo hoi shake tenu saras nirupan chhe.

Anonymous said...

સરસ પ્રયત્ન.
સુનીલ શાહ

Anonymous said...

કયારે આવો છા પાછા?

Anonymous said...

કયારે આવો છા પાછા?

Unknown said...

સત્ય હકીકતનું સુંદર આલેખન તારા વિના કોણ કરી શકે?

Anonymous said...

saras varta

rajeshwari said...

Very nice story.

Anonymous said...

Excellent!!! Neetaben you have a deep sense of human emotions. I am amazed at your depth. Please keep on writing....