Nawya.in

nawya

Tuesday, August 19, 2008

અવાજ નથી હોતો
.............................
હ્રદય માં થી જો નીકળે નિસાસો
તો એનો અવાજ નથી હોતો ..
આંખો માં થી જો સરી પડે જો અશ્રુ
તો એનો અવાજ નથી હોતો..
હ્રદય જો ટુટે તો
એનો પણ અવાજ નથી હોતો..
અંતર માં ઉઠે જો વેદના
તો એનો પણ અવાજ નથી હોતો..
હીબકે ચડે જો મન તો
એ હીબકા ઓ નો પણ અવાજ નથી હોતો..
સુસવાટા સાથે ચાલતુ હોય જો મગજ માં તોફાન
તો એ સુસવાટા નો પણ અવાજ નથી હોતો..
લાગણી ભીના સંબધો કોઇ ન બાંધતા, કોઇ સાથે
કારણ
જો સંબધ ટુટે છે તો એનાં ટુટવા નો પણ અવાજ નથી હોતો...


12 comments:

Anonymous said...

Excellent. Neetaben you have a deep sense of human emotions. I am amazed at your depth. Please keep on writing....

નીતા કોટેચા said...

thanksss sv..

નીતા કોટેચા

...* Chetu *... said...

અતિ સુંદર ...!!!... પણ એ ના આવેલ અવાજ ને સાંભળનારાં પણ હોય છે..!!...ભલે અલ્પ પ્રમાણ માં, પણ હોય છે ખરાં..!

Anonymous said...

અતિ સુંદર ...!
એનો અવાજ અનુભવનારા વિપુલ હોય છે

સુરેશ જાની said...

એનો અવાજ નથી હોતો, છતાં આપણને સંભળાય છે જરુર. અને એ સંભળાતો બંધ થઈ જાય તેની ખુબ જ ઝંખના રહે છે.
એ ઝંખના સંતોષવાની એક જ રીત છે. ગદ્યસુર ઉપર 'બની આઝાદ' લેખો વાંચજે
બહુ જ લાગણીસભર પણ શોકજનક કાવ્ય.
भाई बोला है} कब्बी रोनेका ज नहीं}

Unknown said...

well said... sari rachana... pan dada ni vaat sachi ho.. lekh vanchjo.. ane..''kabhi udas nahi honeka'' :) zindgi hasne gane ka naam hai, kaam hai muskuraneka.. :-) okk aunty..!

Unknown said...

સુંદર
યાદ આવી
સપનાના મહેલ પણ જમીનદ્સ્ત થયી ગયા હતા,
ને બસ જાણેકે અમે જીંદા લાશ બની ગયા હતા.
દરેક સવાલ ને જવાબ નથી હોતાં ને દરેક વેદનાને અવાજ નથી હોતા,
ને દરેક આઘાત ને પ્રત્યાઘાત હંમેશા સરખા નથી હોત
pragnajuvyas

nilam doshi said...

very nice....congrats neeta

keep it up...

Anonymous said...

લાગણીઓની સરસ અભીવ્યક્તી.

kapil dave said...

vidhi wish u a happy birthday

neeta ben khubaj lagni sabhar vat kahi

Anonymous said...

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

(પાંચ દિવસ પરદેશ હતો એટલે શુભેચ્છા પાઠવવામાં થોડો મોડો જરૂર પડ્યો છું... )

shilpa prajapati said...

wah wah
avaz sabhdava madyo............