Nawya.in

nawya

Saturday, August 23, 2008


મારી દીકરી નો જન્મ દિવસ જન્માષ્ટમી









૧૯૮૮ માં જન્માષ્ટમી ના દિવસે મારી દીકરી નો જન્મ થયો. એને જોઇને જે પહેલી લાગણી થઈ હતી એ હુ હજી પણ મહેસુસ કરુ છુ..

મારી આંખ નાં અશ્રુ બંધ જ નહોતા થાતા..
મને એમ થાતુ હતુ કે અરે, હુ માતા બની ગઈ..
મારી દીકરી કહેવાશે આ..
આ ફુલ ને મારે સંભાળવા ની છે..
પણ એક વિચાર જે મને હંમેશા
ડર આપે છે એ છે કે હુ આ દીકરી ને કેવી રીતે બીજાના ઘરે મોકલીશ?
જેમ મે એને સંભાળી એમ એને બીજા સંભાળશે કે નહી?
એની બધી ઇચ્છા ઓ
બોલે પહેલા મને ખબર પડી જાય અને હુ પુરી કરી દઉ..
હવે
જ્યારે એ કહેશે, ત્યારે બધાને ખબર પડશે, કે એને આ ઈચ્છા છે..
અને જો એ નહી બોલે તો... બસ આ જ ડર મને રહે છે .

હવે
કેટલા વર્ષ વધારે માં વધારે હજી ૫ વર્ષ..
હજી કાલે જન્મી હતી એવુ લાગે છે, તો ૫ વર્ષ તો કેટલા જલ્દી ચાલ્યા જાશે..
પ્રભુ બધી ખુશી એને આપે એ જ પ્રાર્થના કરીશ ....

હા, હુ એટલુ જરુર કહીશ કે જેને, મે જન્મ આપ્યો છે,
એ હવે મને જાણે હુ, એની દીકરી હોવ એમ સંભાળે છે..
મારા લાગણી થી ભરેલા સ્વભાવ ને કારણે મને ગુસ્સો પણ કરે છે.
અને પાછી એનાથી હુ નારાજ થાવ તો મને નાના બચ્ચાની જેમ મનાવવા પણ આવે છે..

મને અભિમાન છે મારી દીકરી પર..
પણ હુ એને એક વાત હંમેશા કહુ છુ કે વિધી હુ તારા લગ્ન નાં વિદાઈ પ્રસંગે હાજર નહી રહુ..
એ વિચારી ને હુ હમણા જ રડી પડુ છુ તો ત્યારે શું થાશે?


કેમ આવો નિયમ ભગવાન એ બનાવ્યો છે એ જ મને ખબર નથી પડતી..




15 comments:

સુરેશ જાની said...

દીકરીને મારાં અંતરના આશીષ

Anonymous said...

abhinandan ane shubhechchaao

Jay said...

વર્ષગાંઠ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ અને આશિષ..
જય

Anonymous said...

GLAD to know that your daughter was born on JANMASHTHMI DAY...HAPPY BIRTHDAY !
CHANDRAVADAN MISTRY..mama thayane!

...* Chetu *... said...

MANY MANY HAPPY RETURNS OF THE DAY .. VIDHI...!!

Anonymous said...

દરેક મા આવું જ અનુભવતી હશે ને?? અભિનન્દન તમારી પુત્રીને

Anonymous said...

happy b'day sister!! Nicely written mom.. i have got 2 angels in my life... i luv you both!!! :)

Anonymous said...

Thank u every1 for all ur blessings...Thanx a lot...!! :)

Mummy, thank u for dis wonderful gift....wil cherish it 4 life time..
I wish every1 gets a mother LIKE u...
But u hav to be my mummy in each life...!! :)

Anonymous said...

જન્મદીનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Unknown said...

Many many Happy return of the Day
God bless you.

Anonymous said...

નીતાબેન, દિકરી ને મારા ઘણાં ઘણાં જન્મદિનનની વધાઈ..

"મને અભિમાન છે મારી દીકરી પર..
પણ હુ એને એક વાત હંમેશા કહુ છુ કે વિધી હુ તારા લગ્ન નાં વિદાઈ પ્રસંગે હાજર નહી રહુ..
એ વિચારી ને હુ હમણા જ રડી પડુ છુ તો ત્યારે શું થાશે? "

આ તમારા લાગણી-સભર શબ્દો હૃદય સ્પર્શી છે..

નીતા કોટેચા said...

આપ સર્વે નાં આશીર્વાદ માટે ખુબ ખુબ હ્રદય થી આભાર..
neetakotecha

Anonymous said...

Belated Happy Birthday

takecare

Unknown said...

મારા દિકરાને ત્યાં બે પૌત્રો -
કેશવ-માધવ
૧૯૯૦મા જન્માષ્ટમીને દિને પ્રગટ થયાં હતાં
તેની કમનસીબી છે કે દિકરી નથી!
પ્રજ્ઞજુ વ્યાસ

shilpa prajapati said...

nice...
ato jag ni rit che ne.
tame pan koi ni dikri hata ne?
tamre pan koi ni wife,koi ni sister in-law ne koi ni ma banvu padu ne have tene varo che.....

isvare woman ma etle j sahan sakti muki che......