Nawya.in

nawya

Saturday, September 27, 2008

આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..
ભલે અલગ નાત છે તો શું થયું?
પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....

અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?

એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈમમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....
ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....
કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....
હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,
પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...
કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...
પછી પૈસા લગાવે...
તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...
એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેં
માતા પિતા ની મદદ લ્યોં...
કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાયપણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...

આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..
મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરીઅને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું"..
પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...
મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...
પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"

અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...

પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?

પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."

પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...

પ્રાચી રાજી થઈ ગઈ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...

રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?

પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ એમા રહી ગયું..."

પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટાહવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"

પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?

પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"

પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતીપણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં?

બીજાં દિવસ ની સવાર થઈ પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે?

પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી હવે શું થયું પાછું???

પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..
પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?

પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...
એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...

કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...

થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?

પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"

થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયોપ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..

પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું

પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો

સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...

પ્રાચી ની જ એક friend સુનીતા, સુનીલ ને મલી ...
એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતીઅને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...
ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...
પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...

પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..

હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું

પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."

કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...

પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...

ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતાઅને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...

થોડે દુર જઈને સુનીતા અલગ થઈઅને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...

પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?

પણ તેઓ કાંઇ ન બોલ્યાંચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...

પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં

અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...

પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."

પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"

પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."

અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..

એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..

ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"

પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેંપપ્પા પણ શુંકાંઇ પણ પુછે છેં...

ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..

અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...

પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...

એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...

પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...

પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...

અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉઆ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."


રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....


Tuesday, September 23, 2008

વધારે
.............................
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....

હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....

અને

વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....

પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....

હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...

બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
નીતા કોટેચા


Thursday, September 18, 2008

સપના
..........................

સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,


હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...


મનને મુકી દીધુ માળવે થોડી વાર,


અને દુનીયા ને કરી દીધી દુર...



સપના મે સજાવ્યાં તારી સાથે,


અને હાસ્ય ફર્યુ ચારે કોર....


ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,


અને દુનીયા ઘેરી વળી જાણે પુર..



સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,


અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..


પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,


અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥

નીતા કોટેચા


Saturday, September 13, 2008

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...
.............................................................

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..

વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......



જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...

એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...

અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...

.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ
,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....

જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...


જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...


ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ


અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
નીતા કોટેચા




થાય તો
.........................
મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય....

મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય....

મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય...
નીતા કોટેચા


Tuesday, September 9, 2008


કોને ફરિયાદ કરીએ?


..............................



આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?

પોતાનાં જ રિસાય, ત્યારે
કોને ફરિયાદ કરીએ?



દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે, તો કોને ફરિયાદ કરીએ?


ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,

પણ પક્ષી
રિસાય, તો કોને ફરિયાદ કરીએ?


ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?

નીતા કોટેચા


Saturday, September 6, 2008

મારે અલગ જીવવુ છેં..


ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.

સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.


પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,


તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.


હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,


આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.


મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,


તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.


રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,


તો પણ સુભદ્રા બનીને ક્રુષ્ણ ને, ભાઈ બનાવવો છે.


દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.


તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.

નીતા કોટેચા


Wednesday, September 3, 2008




નીલમદીદી નાં પુસ્તક નાં વિમોચન વખતે T.V માં થી પાડેલો ફોટો..
ખુબ જ આંનદ થયો કે, બાપુનાં હસ્તે પુસ્તક્નું વિમોચન થયુ કે, ઘરે બેઠા માણવાનો મોકો મલ્યો...


બદલાવ ની આશા

અઢી વર્ષ પહેલાની વાત છે અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતેવૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.



આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.

મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..

ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવાર

પડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…

હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા હોત્॥ ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય છે॥ અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે॥એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો॥આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો॥એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા। કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત॥ આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં॥તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં॥તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા॥અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે॥

આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?

આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…

કોઈક બદલાવ ની આશા રાખુ છું…


Tuesday, September 2, 2008


માણસ સંબંધ ભૂલી શકે છે..

.......................................


પથ્થર, પ્રભુ બની શકે છે


ને માણસ, પથ્થર બની શકે છે


કેટલાં પણ હો ગાઢ સંબંધ


પણ


માણસ, સંબંધ ભૂલી શકે છે..


આ જગત અને જગતનાં લોકો ને,

આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ


કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.

નીતા કોટેચા