Nawya.in

nawya

Wednesday, September 3, 2008

બદલાવ ની આશા

અઢી વર્ષ પહેલાની વાત છે અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતેવૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.



આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.

મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..

ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવાર

પડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…

હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા હોત્॥ ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય છે॥ અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે॥એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો॥આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો॥એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા। કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત॥ આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં॥તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં॥તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા॥અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે॥

આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?

આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…

કોઈક બદલાવ ની આશા રાખુ છું…


4 comments:

સુરેશ જાની said...

अति सर्वत्र वर्जयेत्

Unknown said...

કોઈક બદલાવ...
આ તો અહીંની ચુંટણી પ્રચારનું એક સુત્ર છે
સંતો કહે છે બદલાવ તો નિયમ છે
આપણે સગુણાત્મક બદલાવ કરીએ
Pragnaju Vyas

mehultheboss said...

"પરિવર્તન સંસાર નો નિયમ છે" તે અહિ જોવા મળે છે.

shilpa prajapati said...

g8 thinking......