Nawya.in

nawya

Tuesday, September 9, 2008


કોને ફરિયાદ કરીએ?


..............................



આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?

પોતાનાં જ રિસાય, ત્યારે
કોને ફરિયાદ કરીએ?



દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે, તો કોને ફરિયાદ કરીએ?


ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,

પણ પક્ષી
રિસાય, તો કોને ફરિયાદ કરીએ?


ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?

નીતા કોટેચા


9 comments:

Shah Pravinchandra Kasturchand said...

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?
very nice,

Unknown said...

જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?
સુંદર અભિવ્યક્તી
યાદ આવી
શું કરુ ફરિયાદ હું...?
ફરિયાદમાં જ ફરિયાદ છે
ફરી ફરીને યાદ આવે
એજ મારી ફરિયાદ છે!
પ્રજ્ઞાજુ વ્યાસ

...* Chetu *... said...

અંતરમાં થી નીકળેલ હર એક શબ્દો હૃદયસ્પર્શી છે..

Preeti_Surat said...

સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો
દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે....
Di darek word heart touching che...ane kem che that i know very well... love u..

Unknown said...

NEETABEN......SARAS VICHARO SHABDOMA....FARIYAD NA KAVI ANE PRABHUNE PRATHNA KARATA PRAKASH MALE CHHE....
KARO PRABHNI YAAD
ANE, CHHODO FARIYAAD !
DR. CHANDRAVADAN MISTRY

પ્રવીણ ઠક્કર (P U Thakkar) said...

I try to feel.. facing which situation such words can come out of a pen ?
Who, in this world, has not felt the bitterness of the life?
One Bhajnik named Rambhakta (writer of famous Ranchhod bavni & a bhajan "O vishvapati tara vishwase, maro chale chhe vahevar, rahish na door...) used to tell, during his bhajan,"UPADHI VAGAR-NI VYAKTI EK TO BATAVO..."
Sri Paramhansa Yoganandaji (author of the best seller book "Autobiography of a Yogi") has said,"This world is full of difficult persons"
And, "Jeevan hai agar jhahar to pina hi padega, Duniyamein hum aaye hai to jeena hi padega"
Ofcourse, આભ, દરિયો, મધદરિયો, પક્ષી, શ્વાસ -NI VACHCHE J JIVAVU PADASHE.
What a nice conclusion "ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે"
A reality of the world and best understanding has been expressed. Congratulations to the writer.

Anonymous said...

સુદર અભિવ્યક્તિ

nilam doshi said...

અરે, બાબા શ્વાસ પણ નહી રિસાય અને કોઇ નહી રિસાય. બસ ?

અંદર ઉગેલી વાત હોય ત્યારે સંવેદના જરૂર અનુભવી શકાય. બાકી રિસાવાની વાત .....?

shilpa prajapati said...

bhu j saras che ...........i mane akhi j poem gami....