Nawya.in

nawya

Saturday, September 13, 2008

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...
.............................................................

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..

વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......



જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...

એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...

અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...

.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ
,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....

જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...


જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...


ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ


અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
નીતા કોટેચા




20 comments:

Unknown said...

પહેલો જન્મદિન તો ખૂબ ધામધૂમથી ઉજવવો પડે!
દરેક માઈલસ્ટોનનાં ફોટા
તથા
આખા વર્ષમાં કઈ તકલીફમાંથી કેવી રીતે સફણતા મેળવી?

ખૂબ ખૂબ અભિનંદન.
આમતો બ્લોગમા અમારો નીરવ રવે તો હજુ ત્રણ મહિનાનો પણ થયો નથી
તમને અમારો આ ...ભાર લાગે છે તો ઉઋણ થવાનો પહેલો રસ્તો દરેકના
બ્લોગ પર પધારો અને પ્રતિભાવ આપો.કડવો પણ હિતકારી રહે છે.
પ્રજ્ઞાજુ વ્યાસ ( 'જ્ઞ' લખવા જે અપરકેસમા અને એચ એ લોઅર કેસમા )

સુરેશ જાની said...

ખુબ ખુબ અભીનંદન ...

Anonymous said...

Ben Neeta,,,My heartfelt Congratulations on the 1st Anniversary ofyour Blog ! It is this Blog that made me know you & understand you. May you continue your writing your way.
Dr. Chandravadan Mistry, Lancaster, USA.
Neetaben, Your VISITS & your COMMENTS on my Blog CHANDRAPUKAR mean a lot to me.
ABHINANDAN ! ABHINANDAN !

Unknown said...

મન મળે ત્યાં મેળો. બસ મનનાં વિચારો આ રીતે પ્રગટ કરતી રહે અને આક્રોશ દ્વારા મન શાંત કર એવી જ પ્રભુને પ્રાર્થના છે. તારા જેવી સહેલી નસીબદારને મળે. બસ આમ જ પ્રેમ વરસાવતી રહે. ખૂબ આગળ વધો.

Anonymous said...

જાજી બધી શુભેચ્છાઓ અને અભિનંદન!

-વિનય ખત્રી
http://funngyan.com

nilam doshi said...

ખૂબ ખૂબ અભિનન્દન..નીતા...


વધુ ને વધુ મિત્રો મળતા રહે અને તુ ખુશ રહે એવ્વ જ ઇશ્વારને પ્રાર્થના...

Unknown said...

vah Nitaji.....congrets. keep it up.

Manthan Bhavsar said...

ખુબ ખુબ અભિનંદન તમારો બ્લોગ શતક મારે તેવી શુભેચ્છાઓ

...* Chetu *... said...

ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ નીતુબહેન.. આપ આમ જ હંમેશ પ્રગતિ કરતા રહો.. બ્લોગ ના માધ્યમ દ્વારા આપના વિચારો દર્શાવતા રહો... અને બધા મિત્રોની મૈત્રી થી આપનું જીવન આકાશ ઝગમગતું રહે...!!!!!!!!!!!!!

Vidhi Kotecha said...

Congratulations...!!
Keep writing...!!
Lots Of Love n Best Wishes,
VIDHI

Anonymous said...

Way to go!!! Keep it up.

Anonymous said...

અભિનંદન નીતા બહેન. બસ લગે રહો.

www.unjhajodani.wordpress.com

Anonymous said...

Congratulations..........neetaben nd best wishes

Anonymous said...

પ્રથમ વર્ષગાંઠને હૃદયથી વધાવું છું...દીદી..તમારા મનના વીચારોને અભીવ્યક્ત કરતાં રહો..મારી શુભેચ્છાઓ.

Anonymous said...

Many Many Happy Returns of the day.........

all the best for coming year

Anonymous said...

હાર્દિક શુભેચ્છાઓ...

નીરજ શાહ said...

be lated.. ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ..

Anonymous said...

ખૂબ ખૂબ અભિનન્દન..
નીતા,
વધુ ને વધુ મિત્રો મળતા રહે.
ખુશ રહે એજ પ્રાર્થના.

Geeta,Rajendra and Trivedi Parivar

Preeti_Surat said...

अक्सर सवाल करते हो
किस बात में छिपी है खुशी हमारी
इतना न समझ पाए
अपनी तो जन्नत है मुस्कान तुम्हारी |

Belated but real wishes for ur blog & u di...

Anonymous said...

Congratulations on completion of one year of the blog, Nitaben.
Wish you all the best and success ahead.
Sudhir Patel.