Nawya.in

nawya

Tuesday, October 21, 2008

નથી...
..........................

કાંટો થી ભરેલો પાલવ,

કોઈનો હોતો નથી....

અને

ફૂલો થી ભરેલી રાહ ,

જિંદગી ની હોતી નથી...

આંસું વગર ના નયનો,

કોઈનાં હોતા નથી...

અને

ઉદાસી વગર નું

હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..

છતા પણ

સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

નીતા કોટેચા...


8 comments:

Unknown said...

કાંટો થી ભરેલો પાલવ,
કોઈનો હોતો નથી....
અને ફુલો થી ભરેલી રાહ ,
જિંદગી ની હોતી નથી...
બધું જ સાપેક્ષ છે...
અમારી જ વાત
હંમણા આ પાનખરમાં પાદડું પાદડું
રંગીન છે-છતા ભાસે છે
પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખર છું.
રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .
ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
પાનખરે હું જ જાણે પાનખર છું.
માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.

Sandy said...

Khub j saras vicharo

Anonymous said...

સુંદર મજાનું કાવ્ય.. જિંદગીની સફરની સ-રસ વાત!

હું.. દિગીશા શેઠ પારેખ, said...

"kanto" ni jagya e "kanta" lakho to kevu laagase???

gujarati asmita said...

bahu saras chhe tamara badha praytno....
Ashok

Unknown said...

ખુબ સરસ લખે છે.
બસ સુંદર લખતી રહે અને અમે ખૂશ થતા રહીએ.

પ્રવીણ ઠક્કર (P U Thakkar) said...

ના, નથી જ હોતો.

કોઇનોય પાલવ માત્ર કાંટાથી ભરેલો હોતો નથી.

અને કોઇનોય રાહ ફૂલોથી છવાયેલો નથી હોતો.

જીંદગી તારા કેટલા રૂપ્‍ા?

કે મન તારા અવનવા તાતા રંગ ?

નજર તારી કેવી દૃષ્ટિ ? કેવું હોય ને કેવું દેખાય ?

તોરા મન દર્પન કહેલાયે.

મન હી દેવતા મન હી ઇશ્વર મનસે બડા ના કોઇ

મન ઉજીયારા જગ જગ ફૈલે જગ ઉજીયારા હોય

ઇસ ઉજલે દર્પન પર પ્રાણી ધૂલ ન જમને પાયે

સુખકી કલિયા દુખકે કાંટે મન સબકા આધાર

મનસે કોઇ બાત છૂપે ના મનકે નૈન હજાર

આ ગીત આવી ગયું . વાહ નીતાબેન. સરસ કવિતા. અભિનંદન.

-પ્રવીણ ઠક્કર

dr firdosh dekhaiya said...

ખુલ્લી કિતાબ છું._ ડો.ફિરદૌસ દેખૈયા

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.