Nawya.in

nawya

Thursday, October 23, 2008

દિવાળી


મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...

હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...

પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..

મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??

તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...


કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...

મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???

જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????

તો ચલો મિત્રો,

આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...

આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..

એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...

તો ચલો

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....

નીતા કોટેચા તથા પરીવાર તરફ થી

બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....


નીતા કોટેચા


12 comments:

Anonymous said...

Superb che di, really nice

Anonymous said...

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
saras vaat..
manani saafa safaai ej to saacho upaay..
divali mubarak...

Anonymous said...

didi,

its really awsome...

Happy Diwali and Happy New Year.

Unknown said...

'કામવાળી' રાખવી અહીં તો લક્ઝરી ગણાય. છેલ્લી પાર્ટીમા અમારા વડીલે કહ્યું કે આ વખતે મેઈડ બોલાવી છે ત્યારે મેં હાથે ચીમટી ભરી જોઈ!અને તમારી કામવાળીની સમજ સંતોની સમજ જેવી જ છે---
યાદ આવી
बचन कर्म मन मोरि गति भजनु करहिं निःकाम।।
तिन्ह के हृदय कमल महुँ करउँ सदा बिश्राम।।
હરિજન જેમ મને કોઈ કામવાળી કહે તો ગમે છે!
***********************************
અમારી પણ દિવાળીની શુભકામના
અને નૂતન વર્ષાભિનંદન

સુરેશ જાની said...

દીવાળી મુબારક .
નવા વરસમાં બધી તકલીફો દુર થઈ જાય તે માટે શુભેચ્છા ..

Preeti_Surat said...

ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો.. bahu j saras waat kahi ene ..pan kon kare che aa ?

દિવાળી ની ખુબ શુભકામના ...

Anonymous said...

Bahuj sunder vaat ane vichaar che! Aapne tathaa aapna pariwar ne Diwali mubarak! Bina
http://binatrivedi.wordpress.com/

Unknown said...

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...

દિવાળીનો ખુબ સરસ અર્થ આપ્યો છે.
દિવાળી એટલે દિવડાનો તહેવાર. શરદઋતુને આવકાર આપવાનો તહેવાર.

કડકિયા પરિવાર તરફથી આપને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.

નીલા કડકિયા

Anonymous said...

Neetaben...HAAPY DIWALI & HAPPY NEW YEAR to you & all in the Famly.
PLEASE do visit CHANDRAPUKAR.
www.chandrapukar.wordpress.com
CHANDRAVADANBHAI

Anonymous said...

vah, Neeta vaat saras che. pan amalma ketala mukashe e gahan prashna che?
pravina
Happy Diwali

nilam doshi said...

saras..ane sachi vat...

Unknown said...

ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...
wow nice chhe.....