Nawya.in

nawya

Friday, October 17, 2008

એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................

.......................


જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની

કોઈક ની બહેન

કોઈક ની દીકરી

અને કોઈક ની વહુ હતી..

પણ હે માતા તુ કેમ ગઈ ???

તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...

રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,

અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,

કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...

આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...

જો એ પણ કહે છે રડતા રડતા...

મમ્મી મને પણ plsss સાથે લઈ જા..

તોય કેમ આજે તુ પીગળતી નથી???

નીતા કોટેચા




11 comments:

Anonymous said...

સુંદર ઊર્મિસભર રચના..

Anonymous said...

Very nice.

Preeti_Surat said...

didi saras to che .... pan kem always aawu negetive j lakho cho ..?

Anonymous said...

Dear Neetaji,

Your all kavya is heart touching & very nice to learn life in short time. You are really great, I salute NEETAJI.

Yours,

Bhupendra Rawat

Unknown said...

મા એટલે જન્મદાતા મા તો ખરી જ. પણ જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે. મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.
પ્રજ્ઞાજુ વ્યાસ

સુરેશ જાની said...

અક્ષર બહુ ઝાંખા છે. મારા જેવી નબળી આંખો વાળાને વાંચતાં બહુ તકલીફ પડે છે.

mukesh j.jadav said...

nita di aa saras lakhelu chhe..

Unknown said...

Hit View-zoom-zoom in
& u c >clr

Anonymous said...

અભિવ્યક્તિ સરસ છે
please change the colour of the fonts or background....
May I say something??? લોકો પોતાના અતિવ્યસ્ત અને સંઘર્ષમય જીવનમાં થોડી હળવાશ મેળવવા થોડો સમય નેટ માટે ફાળવતા હોય છે. આ સમયે આપણે જેટલો આનંદ વહેંચી શકીએ તેટલું વધુ ઉત્તમ..આપને કરાબ લાગે તો ક્ષમ્ય ગણશો.

Unknown said...

મા તે મા

Shashank said...

Neeta ji
bahu saras kavita lakhi che. ekdam heart touching che. ma te ma j hoi. ane aavi kavita amara jeva vides ni dharti par rehta loko ne to aavu vachye tyare india ni ane parents ni yaat aavi jai. aaje tamari kavita vanchya pachi me india ma mummy jode special call kari ne vaat kari. tyare thodu saru lagyu. tame kharekhar khub sunder lakho cho. keep it up. hats of to you mem...

Shashank Pandya
Dubai