ગુજરાત મને સદ્યુ નહી..
આવી હતી લાગણી ના વહેણ લઈને ,એમા કોઇ મારી હારે તર્યુ નહી..
ને આપ્યુ બદલામાં આંસું ઓ નું પૂર,
ભાઈ ગુજરાત મને સદ્યું નહી..
આપ્યો હતો મે સંગાથ હ્રદય થી હ્રદય સુધીનો,
પણ તોડતા હ્રદય મારું,
એમનુ મન અચકાણુ નહી.
ભાઇ મને તો તમારુ ગુજરાત સદ્યુ નહી..
ગુજરાતની માટી મારી પ્રિયા જગ્યા છે,
મુંબઈ થી મે કદી માયા કરી નહી
પણ ગુજરાતા માં મને પ્રેમ ન મળ્યો ,
ઉપરથી મળી અશાંતી..
આ ગુજરાત તો મને બિલકુલ સદ્યુ નહી..
હતુ એમ કે મશીન જેવાં માણસો વસે છે ખાલી મુંબઈ માં,
પણ જ્યાં પ્રેમ શોધવા નીકળી હતી ત્યાં તો પથ્થર જેવાં લોકો મળ્યા
આ ગુજરાત મને સદ્યુ નહી..
કહેવાય છે કે કોઈકનાં પણ મન સાથે રમત રમતા,
મુંબઈ વાળાઓ ને આવડે
પણ કોઈકનું હ્રદય વીંધી નાખતા અને દોસ્તી નાં વચન તોડતા,
અને એક જ પળ માં કોઇક્ને જિંદગી મા થી કાઢી નાંખતા તો,
ભાઈ ગુજરાત વાળા ને જ આવડે,,
અફસોસ છે કે કેમ મને ગુજરાત સદ્યુ નહી..
નીતા કોટેચા


0 comments:
Post a Comment