Nawya.in

nawya

Friday, September 23, 2011

બદલાઈ જાય છે..


દિવસો જતા સંબંધો બદલાય જાય છે

અને આપણી સાથે નો આપણો વ્યવહાર પણ બદલાઈ જાય છે।


ક્યારેક રસ્તો બદલાય જાય છે ,

તો ક્યારેક મંઝિલ બદલાય જાય છે


મૂકીને જઈયે છે જે વિસ્તાર, ભરોસા પર..

જૂનાં લોકો અને જૂનાં વિસ્તાર પણ બદલાઈ જાય છે.


કેલેન્ડરની જેમ સંબંધો જીવતા થઈ ગયાં છે લોકો,

જરા વિચારીયે ત્યાંતો વાર બદલાય જાય છે


તરસતા રહીયે પ્રેમ માટે જિંદગીભર દોસ્તો

પણ હ્રદય લગાડીયે ત્યાં તો,

નજર બદલાય જાય છે.


હોય ઇચ્છા છેલ્લા શ્વાસ સુધી,

બસ પ્રેમ આપવો છે લોકોને

પણ પોતાનાં કરીયે ત્યાં તો,

ભરોસો બદલાઈ જાય છે.



નીતા કોટેચા"નિત્યા"


3 comments:

mansukh kalar said...

ખુબ જ સરસ , નીતાબહેન.

vishwadeep barad said...

જીવન સઘળું બસ બદલાતું રહે છે..ક્યારેક ખબર પડે છે..ક્યારે ક તેની ખબર પણ નથી પડતી...બસ બદલાતુ રહે છે વિશ્વ..ને વિશ્વમાં રહેતા માનવી..

Shivam Rathod said...

ખુબજ સુંદર રચના છે