Nawya.in

nawya

Wednesday, October 26, 2011

મોટા વગરનાં મોટા દિવસો કેવા?




બાના મંદિરનો શંખનાદ
બાના ઠાકોરજીના ઝારીજી ભરવા
બાના યમુનાષ્ટકના પાઠ કરવા
બાના મસ્ત બનીને ભજન ગાવા
બાના પાલવનો ફરતો છેડો
બાના બોલવાનો એ મીઠો રણકો
બાના હસવાનો એ મસ્ત ટહુકો
બાના પગરવનો એ સળવળાટ

આજે પણ અમને ભાસ થાય છે કે બા ક્યાંય નથી ગયાં ,
બા તો અહીંયા જ છે અમારી પાસે .... અમારી સાથે....



નીતાકોટેચા "નિત્યા"


Monday, October 24, 2011

તારી અને મારી દોસ્તીમાં ફરક એટલો કે, મને મળીને તારી તરસ છીપાઈ ગઈ ને તને મળીને મારી તરસ વધી ગઈ..
તને મળ્યો સંતોષ તેથી હું થઈ ખુશ, પણ એકલું રહેવાનું તો મારા નસીબમાં જ આવ્યું ને..

નીતા કોટેચા..


Sunday, October 23, 2011

વધેલ અનાજ ફાટેલા કપડાં લોકો પ્રેમ થી ગરીબો ને આપી દેતા હોય છે

પ્રેમને ક્યાં વહેચાતો લેવા જવો પડે છે કે લોકો હવે આટલાં કંજૂસ થઈ ગયાં છે....

નીતા કોટેચા


Monday, October 10, 2011

સાંભળ્યું છે કે મૃત્યુ પછી લોકો બહુ યાદ કરે છે,

હે પ્રભુ મારા પણ શ્વાસ પૂરાં કરી નાખ ને..એ બહાને જો એ મને યાદ કરી લે થોડું..

નીતા કોટેચા


Saturday, October 1, 2011

થોડું હસતા શીખું ને પાછું રડાવી દે છે દુનિયા..

ખબર નથી લોકોને મારી સાથે વેર છે કે મારા હાસ્ય સાથે કુદરત ને..

નીતા કોટેચા "નિત્યા"