Nawya.in

nawya

Thursday, January 19, 2012

હું નથી તો તુ છો ભલે,

પણ તુ નથી તો હુ કાંઇ નથી..

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


તને ભલે હુ દેખાવ નહી હવે,

મને તારા વગર દેખાતું નથી કંઇ આજે પણ ..

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


તારી મુસ્કાન કાયમ છે એમ જ મારા વગર પણ,

મારી તો આંખો પણ સુકાઈ ગઈ હવે,

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર,


નમીશ નહી મહોબ્બતમાં હું પણ,

ભલે ખતમ થઈ જઈશ તારા વગર,

મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર..


આજે હું ગોતુ છુ તને ચોતરફ,

પણ હું પણ મળીશ નહી હવે ક્યાંય તને.

ભલે મારુ અસ્તિત્વ જ નથી કાંઇ તારા વગર..

નીતા કોટેચા "નિત્યા"

૧૮/૦૧/૨૦૧૨


1 comments:

Shivam Rathod said...

ખુબજ સુંદર રચના છે નીતાજી.