Nawya.in

nawya

Monday, January 20, 2014

વટાણાની બદલીમાં ઠાકોરજી કે ઠાકોરજીની બદલીમાં વટાણા

હવેલી ધર્મ માં ઠાકોરજી પુષ્ટાવેલા હોવા જરૂરી છે.જો ન હોય તો એ ઠાકોરજી ને ફક્ત એક રમકડુ કહેવામાં આવે છે. 
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ. 
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ." 
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ.  તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
                       "હું પણ તો એમના વટાણા  એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,..  "


Wednesday, January 15, 2014







"ગઝલનાં ગગન માં " ઘાટકોપરમાં યોજાયેલ માતૃભાષા પર્વ માં જવાનું થયું .. થોડી વાર જ માણવાનો મોકો મળ્યો..પણ એમાં એક વાત થોડી મને ન ગમી.. તો તેનુ સમાધાન જો કોઇ આપી શકો તો ચોક્કસ થી આપજો..
     આદરણીય , પુજનીય નમ્રમૂની મહારાજ સાહેબને સંસ્કાર પર બોલવાનું કહેવામાં આવ્યુ હતુ.. એમણે એક ઉદાહરણ આપ્યું..
    એક ભાઇ ને ત્રણ દીકરા ..બે દીકરાનાં લગ્ન થઇ ગયા હતા.  છેલ્લાનાં દીકરા નાં લગ્ન બાકી હતા. તેની માટે છોકરી જોવા જવાનું થયું. છોકરી , દીકરાને પસંદ આવી ગઈ પણ જાણવા મળ્યુ કે એનાં કુટુંબમાં કોઇક સ્ત્રી એ આપઘાત  કર્યો હતો. તેથી એ બાપા એ કહ્યુ એવી દીકરી ને ન પરણાય જે ઘરમાં કોઇયે આપઘાત કર્યો હોય. પણ દીકરો ન માન્યો ને એ જ છોકરી સાથે લગ્ન કર્યા. થોડા વર્ષો વિત્યા પછી ધંધામાં ખોટ ગઈ .. બાપાએ ત્રણે વહુઓને બોલાવીને કહ્યુ " તમારા દાગીના આપી દ્યો , થોડા દીવસમાં પાછા છોડાવી લઈશ .. બે વહુ ઓ એ તરત આપી દીધા. નાની વહુ ન માની , દીકરા એ બહુ સમજાવી પણ છેલ્લે વહુ એ કહ્યુ કે " જો તમે બહુ જબરદસ્તી કરશો તો હુ આપઘાત કરી લઈશ " બાપા એ તરત દીકરાની સામે જોયુ ને કહ્યુ " જોયુ હુ આની માટે જ ના કહેતો હતો"
 મને આ આખી વાત સાંભળીને  ન સમાજાણુ કે મહારજ સાહેબ કહેવા શું માંગતા હતા. કે છોકરી જોવા જાઈયે ત્યારે પહેલા પુછવાનું કે તમારે ત્યા કોઇયે આપઘાત તો નથી કર્યો ને?  અને જો કર્યો હોય તે છોકરી ને લગ્ન માટે યોગ્ય ન ગણવી ..ત્યા ૧૦,૦૦ લોકો હાજર  હતા એમાં કેટ્લાયે યુવાનો હતા.  યુવાનો નાં મગજ અને મન પર આ વાત કેટલી હદ સુધી બેસી ગઈ હશે કે હવે છૉકરી જોવા જાવ તો પહેલા આ સવાલ જરુર પૂછવાનો .. આજે સ્ત્રીઓ  કરતા વધારે હવે તો પુરુષો નાં મોઢે સંભળાય છે કે હુ આપઘાત કરી લઈશ તો આ વાત ને કેટલી યોગ્ય ગણવી .. મારા ફુઇ એ પણ આપઘાત કર્યો છે , મને તો કોઇ દિવસ આપઘાત  નો વિચર નથી આવ્યો.. હું તો મારા જીવનમાં આવેલ મુસીબતો નો બરોબર સામનો કર્યો છે ..