Nawya.in

nawya

Tuesday, May 6, 2014

એક અગ્નિદાહ દેતા બાળકની વ્યથા...


  ખબર પડી જ્યારે મમ્મી હવે ક્યારેય મને નહી  બોલાવે , એનો અંતિમ શ્વાસ લેવાઇ ગયો છે , ત્યારે હુ પણ ધડકન ચુકી ગયો હતો.. એવુ ના હોય્. મારી મમ્મી મારાથી રિસાય જ નહી ને..
પણ હા એ હકિકત હતી .. મારી મા હવે મારી સાથે ક્યારેય નહી બોલે.. હવે શું ?
કેમ સમજાવુ લોકોને કે હમણા મારા હ્રદયની હાલાત શું છે પણ હવે મારી મા લોકો માટે એક શરીર બની ગઈ  હતી ફક્ત શરીર્.
બધા એ એની સાથે નો સંબંધ કાપી નાખ્યોં હતો.. મારી મા ને નીચે સુવડાવામાં આવી , ના સુવડાવો એ કોઇ દિવસ નીચે નથી સુતી.. પણ કોઇ સાંભળતુ ન હતુ. ઠાઠડી પર સુવડાવી .. લાકડા પર. કેટલુ વાગતુ હશે એને ? ત્યાં કોઇક બોલ્યુ શરીરને ના લાગે હવે એ ફકત એક શરીર છે.. એમ થયુ એક તમાચો લગાવી દઊ.. અરે ધીરેથી બાંધો ,,
ના શરીર  પડી જાય તો.. હે ભગવાન મને કેમ આવુ બધુ જોવુ પડે છે.. મારે નથી જોવુ આ બધુ.. પણ હુ દૂર કેમ જાવ .. હમણા આ બધા હંમેશ માટે લઈ જશે મારી મમ્મીને .. મન કઠણ કરીને ત્યાં ઉભો ઉભો મારી મા પર થતા અત્યાચાર જોતો રહ્યો.. મારી વાત એને  સંભળાતી હશે ને " મા એક વાર પાછી આવી જા.. હું કેમ રહીશ તારા વગર.. " એ બોલતી પણ ન હતી અને સાંભળતી પણ ન હતી .. જવાબ પણ નહોતી આપતી.. ત્યાં તો લોકો એ મને બોલાવ્યો કાંધ આપવા.. જેણે મને આખી જિંદગી સંભાળ્યુ એને મારા કાંધની શું જરુરત્..
મારે જ એને વળાવવાની.. ના મારાથી નહી થાય .. લોકોએ સમજાવ્યુ ના દીકરા વગર મા કેમ જાય.. આ વખતે પહેલી વાર કોઇ શરીર ન બોલ્યું .. શ્રી રામ શ્રી રામ આ શબ્દ હું જિંદગી માં હું નહી બોલુ.. આ શબ્દ એટલે મા ને મુકવા જવાનો સમય થઈ ગયો હતો.. હવે એ દેખાશે પણ નહી .. કેમ આપણે ઘરે શરીર ન રાખી શકીયે.. એ ન બોલે પણ હુ તો વાત કરી શકુ ને.. 
  સ્મશાને પહોચ્યાં ..મારા હાથમાં અગ્નિ દેવામાં આવ્યો કે અગ્નિદાહ આપો.. કેવી રીતે આપુ મા.. તારા શરીર ને આગ.. જરા અમથી દાઝી જતી તને કેટલી બળતરા થતી .. અને હવે હુ તને અગ્નિદાહ આપુ.. ના મા આ તો મારાથી નહી જ થાય .. તે તારુ લોહી બાળીને અમને મોટા કર્યા અને હવે હું તને બાળુ.. આ તે કેવા નિયમ .. હે પ્રભુ તારે મ્રુત શરીર ને બસ ગાયબ કરી નાંખવાનું .. આવી સજા ન આપ એક બાળકને.. 
   " દીકરા મારા શરીરને અગ્નિદાહ આપીશ તો જ તને ખબર પડશે કે આ દુનિયામાં કંઇ જ નથી .. જેને પોતાના માનીયે એના હાથે જ અગ્નિદાહ લેવો પડે.. તુ આપ બેટા એટલે તારો પણ આ દુનિયા પ્રત્યેનો મોહ , લાલચ બધુ ઓછુ થઈ જશે.."
આ કોનો અવાજ્. આ તો મારી મા નો.. જતા જતા પણ એક સત્ય વચન અને જીવન જીવવાનો એક રસ્તો બતાવતી ગઈ.. મા હું તારા વગર કેવી રીતે જીવીશ ??


1 comments:

Unknown said...

very touching
anil