ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..
તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા
તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..
સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?
નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...
નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...
દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."
મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...
માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..
ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..
હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."
અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..
પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..
અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા
Thursday, November 20, 2008
પરફ્યુમ ની બોટલ...
Wednesday, November 12, 2008
e -otlo
મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...
નીતા કોટેચા
હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...
Tuesday, November 11, 2008
દોસ્ત
મારી સમજ
તો દોષ તને જ કેમ
ભ્રમ
એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો
નીતા કોટેચા
Tuesday, November 4, 2008
નક્કી છેં..
કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
નીતા કોટેચા...
Thursday, October 23, 2008
દિવાળી
મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...
હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...
પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..
મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??
તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...
કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...
મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???
જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????
તો ચલો મિત્રો,
આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...
આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..
એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...
તો ચલો
પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....
નીતા કોટેચા તથા પરીવાર તરફ થી
બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....
નીતા કોટેચા
Tuesday, October 21, 2008
..........................
કાંટો થી ભરેલો પાલવ,
કોઈનો હોતો નથી....
અને
ફૂલો થી ભરેલી રાહ ,
જિંદગી ની હોતી નથી...
આંસું વગર ના નયનો,
કોઈનાં હોતા નથી...
અને
ઉદાસી વગર નું
હાસ્ય કોઈનું હોતુ નથી...
વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..
છતા પણ
સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...
નીતા કોટેચા...
Friday, October 17, 2008
એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત................. ....................... કોઈક ની બહેન કોઈક ની દીકરી અને કોઈક ની વહુ હતી.. પણ હે માતા તુ કેમ ગઈ ??? તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો... રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી, અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી, કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી... આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ... જો એ પણ કહે છે રડતા રડતા... મમ્મી મને પણ plsss સાથે લઈ જા.. તોય કેમ આજે તુ પીગળતી નથી??? નીતા કોટેચા
જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની
Saturday, October 11, 2008
...............
હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..
ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...
દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..
દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...
જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં
થોડું સરખું કરવાનો સમય દેજે..
લોકો જે દૂર થયા છે,
એની પાસે જવાનો સમય દેજે...
અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી
આ દુનીયામાં
એ મન ને મનાવવાનો સમય દેજે....
નીતા કોટેચા
Thursday, October 9, 2008
.............................................................
તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...
આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...
સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....
Saturday, September 27, 2008
આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..
ભલે અલગ નાત છે તો શું થયું?
પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....
અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?
એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈ॥મમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....
ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....
કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....
હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,
પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...
કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...
પછી પૈસા લગાવે...
તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...
એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેં
માતા પિતા ની મદદ લ્યોં...
કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાય॥પણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...
આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..
મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરી॥અને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું।"..
પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...
મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...
પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"
અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ॥"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...
પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?
પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."
પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...
પ્રાચી રાજી થઈ ગઈ॥ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો। બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...
રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?
પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ ॥એમા રહી ગયું..."
પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટા॥હવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"
પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?
પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા॥"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"
પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતી॥પણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં।?
બીજાં દિવસ ની સવાર થઈ ॥પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે।?
પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી ॥હવે શું થયું પાછું???
પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..
પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?
પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...
એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...
કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...
થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?
પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"
થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયો॥પ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..
પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું॥
પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો॥
સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...
પ્રાચી ની જ એક friend। સુનીતા, સુનીલ ને મલી ...
એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતી॥અને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...
ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...
પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...
પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..
હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું।
પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."
કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...
પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ। આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...
ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતા॥અને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...
થોડે દુર જઈને સુનીતા અલગ થઈ॥અને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...
પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો ॥અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?
પણ તેઓ કાંઇ ન બોલ્યાં॥ચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...
પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં॥
અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...
પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."
પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"
પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."
અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..
એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..
ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"
પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેં।પપ્પા પણ શું॥કાંઇ પણ પુછે છેં...
ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..
અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...
પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...
એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...
પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...
પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...
અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉ॥આ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."
રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....
Tuesday, September 23, 2008
.............................
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....
હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....
અને
વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....
પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....
હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...
બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
Thursday, September 18, 2008
સપના સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,
..........................
હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...
મનને મુકી દીધુ માળવે થોડી વાર,
અને દુનીયા ને કરી દીધી દુર...
સપના મે સજાવ્યાં તારી સાથે,
અને હાસ્ય ફર્યુ ચારે કોર....
ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,
અને દુનીયા ઘેરી વળી જાણે પુર..
સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,
અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..
પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,
અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥
નીતા કોટેચા
Saturday, September 13, 2008
.............................................................
આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..
વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......
જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...
એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...
અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...
.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ ,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....
જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...
જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...
ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ
અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
Tuesday, September 9, 2008
કોને ફરિયાદ કરીએ?
..............................
આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ
દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?
ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,
પણ પક્ષી રિસાય, તો કોને ફરિયાદ કરીએ?ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,
પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?નીતા કોટેચા
Saturday, September 6, 2008
મારે અલગ જીવવુ છેં..
ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.
સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.
પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,
તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.
હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,
આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.
મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,
તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.
રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,
દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.
તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.
નીતા કોટેચા
