Nawya.in

nawya

Thursday, March 6, 2008

46)

મને એક mail આવ્યો..જે મને ખુબ ગમ્યો તો થયુ કે ચાલો બધાને આનો લાભ મળે..આ લખાણ મારુ નથી....

તારીખ : આજની જ.

પ્રતિ, તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું.

ધ્યાનથી વાંચજો.

આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું। એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય।.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય। જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય। જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય। એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,ભગવાનની આશિષ


16 comments:

અનિમેષ અંતાણી said...

સરસ વિચારો!

Anonymous said...

Hi Neeta
It is so beautifully said. We should not have complain in life. we have to face reality, try to come out of it with help of God. God helps whom, who help themselves.
jay shree krishna

સુરેશ જાની said...

સાવ સાચી વાત. ગમી.

Anonymous said...

ભગવાનના પત્રરુપે રજુ થયેલા વીચારો ગમ્યા.
સુનીલ શાહ

Anonymous said...

સરસ વિચારો છે, અને માનવ માત્ર ફક્ત આગળ નું જ જુએ છે જો ક્યારેક પણ પાછું વળી ને જુએ તો તેના મનનાં બધા પ્રશ્નોનુ નિરાકરણ ખુદ મેળવી શકે....અશોક કૈલા

pheena said...

neetaben sundar vichar life ne positive banave ne jivan jivavani kala

Shama said...

Neetaben, really nice thoughts, v useful and meaningful, only if we could do this........

Anonymous said...

yees very nice
readgujarati.com per
aa vishe ghana lamba samay
pahela saras article avelo
jo male to link mokli aapish.

nilam doshi said...

khub saras..remembered book "poliana" have u read it ? do read...

Anonymous said...

DEAR NEETA,

SAID WELL IN YOUR
"MANANA VICHARO".
DOING GOOD BY KEEPING YOUR BLOG FOR GUJARAT AND GUJARATI READERS TO LIVE AWAY FROM INDIA.

THE TRIVEDI PARIVAR

Jay said...

બહુ જ ઉમદા અને સુંદર વિચારો..દરેક વિચાર અખૂટ પ્રેરકબળ પૂરૂ પાડે છે.
મારે આ લેખ દર થોડાં થોડાં દિવસે વાંચવો પડશે..જય

Manoj said...

મે મારી પત્ની ને આ વન્ચાવ્યુ ત્યારે તેણે કહ્યુ તારા જેવાજ વીચારો છે. મને પણ બહુજ ગમ્યુ.

Dr. Pravina Pandya said...

Neetaben ,

kyarey dhalata surajne joi hatash na j thavay. arunodaya, divyaprabhat avshe j. Pujya Neerumana vicharo pan avo j divya sandesho ape chhe ne?
friendship day nu mahatva j ae chhe ke sara vichhroni sathe maitri kelavo. Be positive.Think positive. All silver clouds are waiting for us.
Pravinaben Pandya

news.linq.in said...

wow very nice post..! and good thoughts as well.

-Linq

Dr. Pravina Pandya said...

Neetaben,
VERY NICE E-MAIL. THANKS.
GOD IS READY TO HELP THEIR
'SANTANO'. WE SHOULD HAVE 'SRADHHA & SABOORI'AGAIN THANKS. I WILL REPRODUCE THIS ARTICLE TO MY FRIENDS ALSO.
I COULD NOT TYPE GUJARAI LANGUGE VERY WELL, SO I SEND MASSAIGE IN ENGLISH,THOUGH I LIKE TO READ GUJARATI HEARTILY.

Unknown said...

me khub gamyu ane mara bhaine vanchavyu to tene pan khub khub j gmyu