કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
નીતા કોટેચા...
7 comments:
માફ કરજો .. જીવનમાં કશું નક્કી હોતું જ નથી.
' ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ6 છે! '
હદય થી થઇ શકે એ બધા સન્તાપ કરવા પડે,
એ પછી આપણૅ જ આપણને માફ કરવા પડે.
ઇશારા કુદરત ના સમજવા એમ સહેલા નથી આનન્દ,
પ્રથમ તો મનના દર્પણ ને આસુઓ થી સાફ કરવા પડે.
વિનોદ નગદિયા
વાહ
અમારા મનની વાત કહી
ત્યારે આપણા પાગલભાઈ શું કહે છે તે જોઈએ!
બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત
જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત
કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત
તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત
'પાગલ' તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત
Pragnaju
wah tu manni vat saras rite vyak kare chhe te makki
Neetaben....NICE VICHARO ! Mane gamya !
ChandravadanBHAI
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
એનામાં ભરોસો હું રાખું એ વાત નક્કી છે.
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....
jordar chhe madam
Post a Comment