Nawya.in

nawya

Monday, November 14, 2011

આજે બાલ દિવસ..







શુ આપણે બાળ દિવસ ન ઉજવી શકાય?

બધાં કહેતા હોય છે કે પપ્પા જ દીકરીઓને વધારે પ્રેમ કરે.. મારી મમ્મી પણ મને પ્રેમ કરે છે અને ભાઈ ભાભી પણ.. પણ કદાચ પપ્પા હોત તો બાળપણ હજી હોત પપ્પા સાથે બાળપણ પણ ચાલ્યું ગયું , એ દિવસો યાદ છે જ્યારે સાંજ પડે હું રમવા જતી ને પપ્પા આવતા ને મમ્મી બાલકની માં ઉભી રહેતી અને કહેતી કે જલ્દી ઉપર આવ પપ્પા આવે છે. અને હું ઘરે આવીને ચૂપચાપ ભણવા બેસી જતી. એ દિવસો પણ યાદ છે જ્યારે મારાથી એક કપ ફૂટી જતો અને હું ભગવાન નાં નામની માળા કરવા બેસતી કે હે ભગવાન મને મમ્મી વઢે નહી અને પપ્પા પોતા પર લઈ લેતા કે મારાથી ટુટ્યો. અને ત્યારે જ્યારે હું મોરાક્રાત કરતી ને સાંજ પડે પપ્પા ધીરે થી કાનમાં પૂછતા" ચલ છૂપી રીતે સેન્ડવીચ ખાઈ આવીયે.. કોઇને કહીશુ નહી.. અને મને લાલચ આવતી કે ચલ ને ભગવાન ક્યાં જોવે છે? પણ મમ્મીને અંદાજો હતો એટલે એ નીચે જ ન જવા દેતી. અને મોરાક્રાત કરાવ્યાં પૂરા.. ચાલો આજે પાછાં એ દિવસો યાદ કરીયે ને પપ્પાની યાદ માં ને મમ્મીની હૂંફમાં પાછુ બાળપણ ઉજવીયે.. બધાના મનમાં હજી બાળપણ છુપાયેલું છે એ બાળ માનસ ને મારા પ્રણામ અને મારુ વ્હાલ. જોજો એવો એક પણ મોકો ન મુકતા જ્યારે નાના બચ્ચા થવા મળે..

કાશ એ સંભાળવા વાળા પાછા આવી જાય.

નીતા કોટેચા " નિત્યા"


7 comments:

Anonymous said...

આમ તો પપ્પા રોજ યાદ આવે છે. હું પપ્પાને 'મોટાભાઈ' કહેતી હતી. તેઓ યાદ આવે ત્યારે થાય ' બાળપણ' ક્યાં છુપાઈ ગયું. તેમની આંખમાંથી નીતરતો પ્યાર હવે ક્યાં?

ટુંકાણમાં ખૂબ સુંદર સંભારણા.

મન માનસ અને મનન

વિવેક ટેલર said...

સરસ !

સુરેશ જાની said...

મોરાકાત - ના ખબર પડી. સમજાવશો.

નીતા કોટેચા said...

nani dikrio je aluna (mitha vagar na ) vrat kare te. ek divas nu j hoy...dadaji..

Sarla Sutaria said...

ચાલ નીતા ફરી બચપણમાં આંટો મારી આવીયે
મા- પાપાના વહાલને ફરી વળગી આવીયે
માની વઢ ને પાપાનું વહાલ માણી આવીયે
ચાલ નીતા એ સંભારણાને ફરી જીવી આવીયે
......... સરલ સુતરિયા.......

Sarla Sutaria said...

ચાલ નીતા બચપણમાં આંટો મારી આવીયે
માની વઢ ને પાપાનું વહાલ માણી આવીયે
સખીઓની સંગાથે સહેલ કરી હતી જે
ચાલ એને ફરી જીવી આવીયે

Anonymous said...

Neetaben..Happy BalDin !
Hope to see you on Chandrapukar.
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
Avjo !