શ્રધા..
પીળા પાંદડા જેવા દિવસો
ઝડપથી ખરી રહ્યા છે..
હવે, સમયની ટોચ પર
લીલાંછમ પર્ણો જેવી રાતો
અને
રંગીન પુષ્પો જેવા દિવસો બેસશે..
દુરની ડાળી પરનું પંખી ચહેકી ઊઠશે
એ સાચું છે કે પાનખર તમારું
સર્વસ્વ હરી લે છે ...
પણ બદલામાં તે તમને અર્પે છે ,
વંસત.
એક ઉષ્મા ભરી વંસત....
યશોદા પલણ...
નમસ્તે મિત્રો ...
તમારી દુનિયા માં હું આજે પ્રથમ વાર પ્રવેશી રહી છું..મારું નામ યશોદા પલણ ..હું લેખીકા છુ..અને કવયિત્રી પણ છું..મારા બે પુસ્તકો "એક દંડીયો મહેલ" અને "ઓકટોપસ" પ્રકાશિત થયા છેં...
તમે મને મળ્યા હો તો તમારાં મનમાં વિચાર થાય કે હુ કઇ રીતે લખતી હોઈશ..કારણ કે હું ફિઝિકલી હેન્ડીકેપ છું..સાત વર્ષ ની ઉમરે રુમેટોઈડ આર્થ્રાઈટિસ નામની બીમારી લાગુ પડી ત્યારથી હું લગભગ પથારીવશ છું..બન્ને પગ ગોઠણ માં થી બેન્ડ થતા નથી ..જમણો હાથ સીધો રહે છેં..અને બન્ને બે આંગળી ઓ વાંકી રહે છે...એ વાંકી આંગળીઓ વચ્ચે પેન પકડીને સૂતા સુતા જ લખું છું...
અપંગતા ને તો સહી લીધી પણ હવે મારી આંખનો રેટિના નબળો પડી ગયો છે ..આંખની રોશનીને બચાવવા મારે દર બે મહીને ઇંજેકશન લેવા પડે છેં...ડો... રાહત નાં દરે રૂ... ૫૦૦૦ ...ઇંજેકશન દીઠ ફી લે છે એક વર્ષ નાં ૬ ઇંજેકશન એટ્લે ૩૦,૦૦૦ રૂપીયા.. હુ ફકત પાંચ વર્ષ ઇંજેકશન લઊ તો પણ દોઢ લાખ નું બજેટ થઈ જાય આટલો ખર્ચ મને પોસાય એમ નથી પણ આંખ મારું જીવન છેં..આંખને બચાવવી તો પડશે જ મિત્રો..તમે મને મદદ કરી શકશો મિત્રો??.આવવા જવાના સાથે મળીને ૮૦૦૦ સુધી નો ખર્ચ થાય છે..
મારુ સરનામુ...
યશોદા પલણ
ડી. લોહાણા મહા પરિષદ
૧ લે માળે...રૂમ નંબર ૩૯..એન .એસ રોડ,
મુંલુડ (વેસ્ટ)...મુંબઈ ૪૦૦૦૮૦..
કોઇ ચેક થી જો આપવા માંગતા હો તો yashodaa palan નાં નામે ચેક આપી શ્કો છો...
મારા ડો..નું નામ
DR.ગૌરવ શાહ...mob. no. 9820047411
નેગમ મંદિર ..બોરીવલી વેસ્ટ...
અને મને જેમને મળવુ હોય તે નીતા ને કહેશે તો એ આપને મારા ઘરે લઈ આવશે...
આપની મિત્ર યશોદા પલણ...
neetakotecha.1968@gmail.com
neetakotecha_1968@yahoo.co.in
બંધ હોઠ પર ફરિયાદ આવી ગઈ
આજ,ફરી કોઈની યાદ આવી ગઇ
માંડ માંદ સપનાં રમતાં શીખ્યા'તા,
હમણા તો હોઠ હસતાં શીખ્યા'તા
ખીલતી પાંદડીઓને પાનખર લાગી ગઈ...આજ...
ઉપેક્ષાની ડાળીએ ખીલેલું ફુલ છું,
વિધાતાની સૌથી ગંભીર ભુલ છું,
જનમી છું જગમાં અભિશાપ લઈ... આજ..
નથી કોઈ મારું , નથી કોઇની હું,
આંખડીના અશ્રુઓને ચુપચાપ પી લઉં,
તમસભરી રાત્રિ કદી પુરી થઈ નહિ... આજ...
અધૂરી રહી ગઈ જીવન કહાણી,
હૈયાની ધરતી સાવ રે સુકાણી ,
ત્રુપ્તિનું બિંદુ એકેય મળ્યું નહિ....આજ..
જુઠી આ દુનિયાના જુઠા સહારા,
અમને પડ્યા મ્રુગજળથી પનારા,
શીતનગરમાં કોઇ કોઇનું નહિ... આજ....
યશોદા પલણ..