Nawya.in

nawya

Sunday, March 24, 2013

પપ્પાનું બેસણું


હંમેશ જોવા મળ્યું છે કે આપણો સમય ખરાબ હોય ત્યારે લોકોને આપણે કહીયે તો કહેશે " બહેન , ભગવાન  પર ભરોસો રાખો.." એ વાત ને ધ્યાન માં રાખી આ વાત લખાણી. કોઇક્ને ગમશે , કોઇક ને નહી ગમે પણ સત્ય હકિકત આ જ છે.. કે લોકો આભડવા માટે પૈસા આપવા તત્પર હશે પણ 

જીવતા માણસ માટે  દવા માટે તેઓ નહી દે..



નરેશ,રમેશ,મનીષને પ્રિયંકા આ ચારે ની દોસ્તી શહેર આખામાં વખણાયેલી..ક્યરેય કોઇ એક પણ                                              

       ઓછું એમાં જોવા ન મળે.
.નરેશ,રમેશ અનેમનીષ ત્રણે પૈસે ટકે સુખી,અને ઉડાઉ પણ એટલા.હવે તેઓ નાના નહોતા, ૩૪ વર્ષ નાં થઇ ગયા હતા . ૨૦ વર્ષની દોસ્તી હતી..
રોજ મળવુ, રોજ જમવા જવુ રોજ ફરવા જવું..પ્રિયંકા રોજ ન જાતી એનાં પપ્પાની આવક એટલી ન હતી કે
એ રોજ ફરવા જઈ શકે.એટલે એ ટાળી દેતી ..
   આમ જ એક દિવસ સાંજે ત્રણે દોસ્તારો ફરવા ગયા હતા.બીયરની બોટલ ને હસી મજાક વચ્ચે પાર્ટી મનાવાઇ રહી હતી
ત્યાં પ્રિયંકાનો ફોન નરેશનાં મોબાઈલ   પર આવ્યો.." નરેશ , ક્યાંકથી ૪૦.૦૦૦ મી સગવડ કરીને હોસ્પીટલમાં પહોચને.. મારા પપ્પાને એટેક આવ્યો છે. "
નરેશે કહ્યુ " શાંતિ રાખ , પ્રભુ ભરોસો રાખ બધુ સારુ થઇ જશે"
આ સાંભળીને પ્રિયંકા એ ફોન રાખી દીધો. પ્રિયંકાને ખાત્રી હતી કે એના ફ્રેંડ્સ હમણા પહોચતા જ હશે.. અને એ પૈસા ભરાઇ જવાથી પપ્પાનો ઇલાજ શરુ થઈ જશે . ડોકટરોની બૂમાબૂમ ચાલુ હતી. જલ્દી પૈસા ભરો અમારે બાયપાસ કરાવવી પડશે.. મમ્મી રડતી હતી , નાનો ભાઇ સગા વ્હાલાઓ ને ફોન કરતો હતો..પણ ક્યાંયથી કાંઇ ન થયું .અને થોડી વારમાં ડોકટરે કહ્યુ " પપ્પા નથી રહ્યા"
 આભડવા માટે ઘણા લોકો આવ્યાં. પ્રિયંકા નાં મિત્રો પણ આવ્યાં .પ્રિયંકાએ કોઇ સાથે વાત ન કરી અને ન તો એક ટીપુ આંસુ એની આંખમાં થી નિક્ળ્યું .
  બીજા દિવસ ની સવારે બધા પ્રિયંકાનાં પપ્પા નાં બેસણા નો સમય જોવા માટે છાપા ખોલીને બેઠા.. તેમનો ફોટો હતો અને નિચે લખ્યું હતુ..
"  પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે લોકો એ અમને ભગવાન પર ભરોસો રાખવાનું કહ્યુ હતુ..
તો હવે તો તેઓ ભગવાન પાસે જ છે તો મહેરબાની કરીને કોઇ જ ખરખરો કરવા આવતા નહી.. અમને પણ ભગવાન સંભાળી
જ લેશે.. અફ્સોસ છે કે જેને બહુ પોતાના માન્યા હતા એ સમય પર પોતાના બનીને ઉભા ન રહ્યા..ચલો પપ્પાનાં મ્રુત્યુથી દૂનિયા તો ઓળખવા મળી"
 પ્રિયંકા 

નીતા કોટેચા "નિત્યા" 


4 comments:

Anonymous said...



આ પોસ્ટ વાંચી.

અહી એક કલ્પના કે હકિકત આધારીત વાર્તા.

આ વાર્તામાં મિત્રતાની વાત.

નરેશ,રમેશ, અને મનીષ નામે ત્રણ અમીર સાથે પ્રિયકાની મિત્રતા. ચારે એક સાથે !

પ્રિયકાના પપ્પાની માંદગી....સહકારની જરૂરત...અને મિત્રો પાસે એવા સહકારની આશા.

એવી આશામાં નિરાશા !

આ જ હતી મિત્રતાના "મુલ્ય" જાણવાની ઘડી.

આ જગતમાં અનેક મિત્રતાના ભ્રમમાં રહે છે....ખરેખર, સાચી મિત્રતાના દર્શન તો કુદરત જ કરવાની તકો આપે છે.

જો, નરેશ/રમેશ/મનીષ ખરેખર મિત્ર હોત તો, એઓ પ્રિયકા સાથે હોસ્પીતાલમાં હોત....એને હિંમત આપતા હોત. માનો કે "પૈસા" અપાય તે પહેલા પ્રિયકાના પપ્પા પ્રભુધામે પહોંચી ગયા હોય શકે...તો પણ એમનો સાથ જ "ખરી મિત્રતા"ના દર્શન કરાવતી હોત !

અહી તો....પ્રભુ પર ભરોષો રાખવાની ફક્ત વાત, અને સહકાર ના આપવાની વાત જેમાં "ગુનેગારો" રહ્યા ત્રણ ! એ જ શબ્દો એમણે પ્રિયકાની સાથે રહી કહ્યા હોત તો પ્રભુ એમના આત્માની પૂકારરૂપે એ સાંભળ્યા હોત !

>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar, Neetaben!

Anonymous said...

આ દુનિયામાં ઘણા સારા માણસો પણ હોય છેા.

નિરાશાની ગર્તામાં નહી ધકેલાઈ જવાનું. પપ્પાના

આત્માને ભગવાન શામ્તિ આપે. પ્રિયંકા બીજીવાર

મિત્રો સમજીને બનાવે!

પ્રવિણા અવિનાશ

Anonymous said...


દુનિયામાં સારા માણસો હોય છે.પ્રિયંકા મિત્રિ .

બનાવવામાં થાપ ખાઈ ગઈ.

પપ્પાના આત્માને પ્રભુ શાંતિ આપે. સ્નેહીજનોને

દુખ સહન કરવાની શક્તિ.

પ્રવિણા અવિનાશ

સુરેશ જાની said...

ये ही है ज़िन्दगी ।