હંમેશ જોવા મળ્યું છે કે આપણો સમય ખરાબ હોય ત્યારે લોકોને આપણે કહીયે તો કહેશે " બહેન , ભગવાન પર ભરોસો રાખો.." એ વાત ને ધ્યાન માં રાખી આ વાત લખાણી. કોઇક્ને ગમશે , કોઇક ને નહી ગમે પણ સત્ય હકિકત આ જ છે.. કે લોકો આભડવા માટે પૈસા આપવા તત્પર હશે પણ
જીવતા માણસ માટે દવા માટે તેઓ નહી દે..
નરેશ,રમેશ,મનીષને પ્રિયંકા આ ચારે ની દોસ્તી શહેર આખામાં વખણાયેલી..ક્યરેય કોઇ એક પણ
ઓછું એમાં જોવા ન મળે.
.નરેશ,રમેશ અનેમનીષ ત્રણે પૈસે ટકે સુખી,અને ઉડાઉ પણ એટલા.હવે તેઓ નાના નહોતા, ૩૪ વર્ષ નાં થઇ ગયા હતા . ૨૦ વર્ષની દોસ્તી હતી..
રોજ મળવુ, રોજ જમવા જવુ રોજ ફરવા જવું..પ્રિયંકા રોજ ન જાતી એનાં પપ્પાની આવક એટલી ન હતી કે
એ રોજ ફરવા જઈ શકે.એટલે એ ટાળી દેતી ..

આમ જ એક દિવસ સાંજે ત્રણે દોસ્તારો ફરવા ગયા હતા.બીયરની બોટલ ને હસી મજાક વચ્ચે પાર્ટી મનાવાઇ રહી હતી
ત્યાં પ્રિયંકાનો ફોન નરેશનાં મોબાઈલ પર આવ્યો.." નરેશ , ક્યાંકથી ૪૦.૦૦૦ મી સગવડ કરીને હોસ્પીટલમાં પહોચને.. મારા પપ્પાને એટેક આવ્યો છે. "
નરેશે કહ્યુ " શાંતિ રાખ , પ્રભુ ભરોસો રાખ બધુ સારુ થઇ જશે"
ત્યાં પ્રિયંકાનો ફોન નરેશનાં મોબાઈલ પર આવ્યો.." નરેશ , ક્યાંકથી ૪૦.૦૦૦ મી સગવડ કરીને હોસ્પીટલમાં પહોચને.. મારા પપ્પાને એટેક આવ્યો છે. "
નરેશે કહ્યુ " શાંતિ રાખ , પ્રભુ ભરોસો રાખ બધુ સારુ થઇ જશે"
આ સાંભળીને પ્રિયંકા એ ફોન રાખી દીધો. પ્રિયંકાને ખાત્રી હતી કે એના ફ્રેંડ્સ હમણા પહોચતા જ હશે.. અને એ પૈસા ભરાઇ જવાથી પપ્પાનો ઇલાજ શરુ થઈ જશે . ડોકટરોની બૂમાબૂમ ચાલુ હતી. જલ્દી પૈસા ભરો અમારે બાયપાસ કરાવવી પડશે.. મમ્મી રડતી હતી , નાનો ભાઇ સગા વ્હાલાઓ ને ફોન કરતો હતો..પણ ક્યાંયથી કાંઇ ન થયું .અને થોડી વારમાં ડોકટરે કહ્યુ " પપ્પા નથી રહ્યા"
આભડવા માટે ઘણા લોકો આવ્યાં. પ્રિયંકા નાં મિત્રો પણ આવ્યાં .પ્રિયંકાએ કોઇ સાથે વાત ન કરી અને ન તો એક ટીપુ આંસુ એની આંખમાં થી નિક્ળ્યું .
બીજા દિવસ ની સવારે બધા પ્રિયંકાનાં પપ્પા નાં બેસણા નો સમય જોવા માટે છાપા ખોલીને બેઠા.. તેમનો ફોટો હતો અને નિચે લખ્યું હતુ..
" પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે લોકો એ અમને ભગવાન પર ભરોસો રાખવાનું કહ્યુ હતુ..
તો હવે તો તેઓ ભગવાન પાસે જ છે તો મહેરબાની કરીને કોઇ જ ખરખરો કરવા આવતા નહી.. અમને પણ ભગવાન સંભાળી
જ લેશે.. અફ્સોસ છે કે જેને બહુ પોતાના માન્યા હતા એ સમય પર પોતાના બનીને ઉભા ન રહ્યા..ચલો પપ્પાનાં મ્રુત્યુથી દૂનિયા તો ઓળખવા મળી"
પ્રિયંકા

નીતા કોટેચા "નિત્યા"
4 comments:
આ પોસ્ટ વાંચી.
અહી એક કલ્પના કે હકિકત આધારીત વાર્તા.
આ વાર્તામાં મિત્રતાની વાત.
નરેશ,રમેશ, અને મનીષ નામે ત્રણ અમીર સાથે પ્રિયકાની મિત્રતા. ચારે એક સાથે !
પ્રિયકાના પપ્પાની માંદગી....સહકારની જરૂરત...અને મિત્રો પાસે એવા સહકારની આશા.
એવી આશામાં નિરાશા !
આ જ હતી મિત્રતાના "મુલ્ય" જાણવાની ઘડી.
આ જગતમાં અનેક મિત્રતાના ભ્રમમાં રહે છે....ખરેખર, સાચી મિત્રતાના દર્શન તો કુદરત જ કરવાની તકો આપે છે.
જો, નરેશ/રમેશ/મનીષ ખરેખર મિત્ર હોત તો, એઓ પ્રિયકા સાથે હોસ્પીતાલમાં હોત....એને હિંમત આપતા હોત. માનો કે "પૈસા" અપાય તે પહેલા પ્રિયકાના પપ્પા પ્રભુધામે પહોંચી ગયા હોય શકે...તો પણ એમનો સાથ જ "ખરી મિત્રતા"ના દર્શન કરાવતી હોત !
અહી તો....પ્રભુ પર ભરોષો રાખવાની ફક્ત વાત, અને સહકાર ના આપવાની વાત જેમાં "ગુનેગારો" રહ્યા ત્રણ ! એ જ શબ્દો એમણે પ્રિયકાની સાથે રહી કહ્યા હોત તો પ્રભુ એમના આત્માની પૂકારરૂપે એ સાંભળ્યા હોત !
>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar, Neetaben!
આ દુનિયામાં ઘણા સારા માણસો પણ હોય છેા.
નિરાશાની ગર્તામાં નહી ધકેલાઈ જવાનું. પપ્પાના
આત્માને ભગવાન શામ્તિ આપે. પ્રિયંકા બીજીવાર
મિત્રો સમજીને બનાવે!
પ્રવિણા અવિનાશ
દુનિયામાં સારા માણસો હોય છે.પ્રિયંકા મિત્રિ .
બનાવવામાં થાપ ખાઈ ગઈ.
પપ્પાના આત્માને પ્રભુ શાંતિ આપે. સ્નેહીજનોને
દુખ સહન કરવાની શક્તિ.
પ્રવિણા અવિનાશ
ये ही है ज़िन्दगी ।
Post a Comment