Nawya.in

nawya

Tuesday, April 8, 2014

કેન્સર


મુંબઈ નગરી એટલે સપનાઓ પૂરા કરવાની  નગરી.. લોકોને મુંબઈ જોવાનો એટલો મોહ હોય છે .. ઘણા લોકોનો મોઢે સાંભળ્યુ છે કે અમારા માટે મુંબઈ આવવુ એટલે દુબઈ આવવા જેવુ હોય છે.. 
મુંબઇ નો એક એક ખૂણો લોકોને જોવો હોય છે .. ક્યારેક તો એમ થય કે મુંબઈ વાળા ઓ એ એવી બહૂ જગ્યા નહી જોઇ હોય જે બહરથી આવવા વાળા ઓ એ જોઇ લીધી હશે. આજે હું પણ એક એવા જ મુંબઈ નાં ખૂણામાં ગઈ જ્યાં ૪૫ વર્ષમાં પહેલી વાર જવાનું થયુ.. જ્યાં બહારગામનાં બહૂ બધા લોકો આવેલા હતા.. પણ બધાની આંખોમાં એક દર્દ હતુ..એક પીડા હતી ..મને એમ થયુ કે હે પ્રભુ કોઇ દુશમનને પણ મુંબઈ નો આ ખૂણો ન જોવો પડે.. અને એ ખૂણો હતો.. પરેલ ની ટાટા હોસ્પિટલ નો રોડ. હજી હમણા જ મે મારા નણંદને આ રોગ ને કારણે ગુમાવ્યા.. 
અને ત્યા મને સમાચાર મળ્યા કે મારી એક ફ્રેંડ ના પતિને કેન્સર આવ્યુ અને તેમને ત્યા હોમીભાભા હોસ્પિટલમાં એડમીટ કર્યા છે.. હું એમની તબીયત જોવા ગઈ.. એમની તબીયત પણ બહૂ જ ખરાબ છે. પણ ત્યાંની એક પણ ફુટપાથ દર્દીઓા વગરની નહોતી અને કોઇ આંખ આંસુ વગરની 
નહોતી. કોઇ નાના નાના બાળક્ને લઈને મા બેઠી હતી .. તો કોઇ ૧૫ વર્ષનો દીકરો  પોતાની માતાને વ્હીલચેર માં લઈને જતો હતો. અને એની માતા એને સફેદ પટ્ટિ વાળો રુમાલ બાંધવાનુ કહેતી હતી કે તુ પહેરી લે તને કાંઇ ન થઈ જાય.. બધાની આંખોમાં પોતા માટે કે સ્વજન માટે મૌત નો એક ભય દેખાતો હતો..
  કહેવાય છે કે તંબાકુ ખાવાથી કે દારુ પીવાથી કે કોઇ પણ જાતનાં વ્યસન થી કેન્સર થાય છે. મારા 
નણંદે જિંદગીમાં કોઇ દિવસ આમાથી કંઇ નથી ખાધુ. કે નથી મારી ફ્રેંડ ના પતિ એ કોઇ દિવસ સ્મોક કર્યું. મગજ બહેર મારી જાય છે જ્યારે આવુ બધુ જોઇયે છે. જ્યારથી સમજણા થયા ત્યારથી તેઓ શબરીમલાઇ ની જાત્રા કરવા ગયા છે. મારા નણંદ કેટલીયે વાર શ્રીનાથજીનાં દર્શન કરવા 
નાથ્ધ્વારા ગયા છે. હવેલીમાં તો એ હજારો વાર ગયા છે. આપણા મહાન સંત પૂજ્ય ડોંગરેજી મહારાજ ને પણ આ રોગ થયો હતો.. પૂજ્ય નીરૂમા ને પણ આ રોગ થયો હતો.. શું કામ થાય છે આ રોગ ?
ડોકટર્સ સાથે વાત થઈ તો એમનું કહેવુ છે કે બહેન અમને આ વાત હજી નથી ખબર પડી કે શેનાથી 
થાય છે આ રોગ ? અને આનો ઇલાજ પણ સાયન્સ નથી ગોતી શકી.. 
   આવા વખતે લાગે કે માનવી કેટલો લાચાર છે કે કેટલુ પણ ભણે કાંઇ પણ કરે એનાં હાથમાં કંઇ જ નથી..

                                                                                                          નીતા કોટેચા "નિત્યા"


Monday, January 20, 2014

વટાણાની બદલીમાં ઠાકોરજી કે ઠાકોરજીની બદલીમાં વટાણા

હવેલી ધર્મ માં ઠાકોરજી પુષ્ટાવેલા હોવા જરૂરી છે.જો ન હોય તો એ ઠાકોરજી ને ફક્ત એક રમકડુ કહેવામાં આવે છે. 
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ. 
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ." 
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ.  તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
                       "હું પણ તો એમના વટાણા  એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,..  "


Wednesday, January 15, 2014







"ગઝલનાં ગગન માં " ઘાટકોપરમાં યોજાયેલ માતૃભાષા પર્વ માં જવાનું થયું .. થોડી વાર જ માણવાનો મોકો મળ્યો..પણ એમાં એક વાત થોડી મને ન ગમી.. તો તેનુ સમાધાન જો કોઇ આપી શકો તો ચોક્કસ થી આપજો..
     આદરણીય , પુજનીય નમ્રમૂની મહારાજ સાહેબને સંસ્કાર પર બોલવાનું કહેવામાં આવ્યુ હતુ.. એમણે એક ઉદાહરણ આપ્યું..
    એક ભાઇ ને ત્રણ દીકરા ..બે દીકરાનાં લગ્ન થઇ ગયા હતા.  છેલ્લાનાં દીકરા નાં લગ્ન બાકી હતા. તેની માટે છોકરી જોવા જવાનું થયું. છોકરી , દીકરાને પસંદ આવી ગઈ પણ જાણવા મળ્યુ કે એનાં કુટુંબમાં કોઇક સ્ત્રી એ આપઘાત  કર્યો હતો. તેથી એ બાપા એ કહ્યુ એવી દીકરી ને ન પરણાય જે ઘરમાં કોઇયે આપઘાત કર્યો હોય. પણ દીકરો ન માન્યો ને એ જ છોકરી સાથે લગ્ન કર્યા. થોડા વર્ષો વિત્યા પછી ધંધામાં ખોટ ગઈ .. બાપાએ ત્રણે વહુઓને બોલાવીને કહ્યુ " તમારા દાગીના આપી દ્યો , થોડા દીવસમાં પાછા છોડાવી લઈશ .. બે વહુ ઓ એ તરત આપી દીધા. નાની વહુ ન માની , દીકરા એ બહુ સમજાવી પણ છેલ્લે વહુ એ કહ્યુ કે " જો તમે બહુ જબરદસ્તી કરશો તો હુ આપઘાત કરી લઈશ " બાપા એ તરત દીકરાની સામે જોયુ ને કહ્યુ " જોયુ હુ આની માટે જ ના કહેતો હતો"
 મને આ આખી વાત સાંભળીને  ન સમાજાણુ કે મહારજ સાહેબ કહેવા શું માંગતા હતા. કે છોકરી જોવા જાઈયે ત્યારે પહેલા પુછવાનું કે તમારે ત્યા કોઇયે આપઘાત તો નથી કર્યો ને?  અને જો કર્યો હોય તે છોકરી ને લગ્ન માટે યોગ્ય ન ગણવી ..ત્યા ૧૦,૦૦ લોકો હાજર  હતા એમાં કેટ્લાયે યુવાનો હતા.  યુવાનો નાં મગજ અને મન પર આ વાત કેટલી હદ સુધી બેસી ગઈ હશે કે હવે છૉકરી જોવા જાવ તો પહેલા આ સવાલ જરુર પૂછવાનો .. આજે સ્ત્રીઓ  કરતા વધારે હવે તો પુરુષો નાં મોઢે સંભળાય છે કે હુ આપઘાત કરી લઈશ તો આ વાત ને કેટલી યોગ્ય ગણવી .. મારા ફુઇ એ પણ આપઘાત કર્યો છે , મને તો કોઇ દિવસ આપઘાત  નો વિચર નથી આવ્યો.. હું તો મારા જીવનમાં આવેલ મુસીબતો નો બરોબર સામનો કર્યો છે .. 


Monday, September 23, 2013

નલિનીબહેન સાથેની મુલાકાતનો દિવસ એ સૌથી શ્રેષ્ઠ દિવસ..ને એમનાં હસ્તાક્ષર એટલે પ્રોત્સાહનથી ભરપુર ..

પ્રિય નીતા બહેન 

આજીવન સફેદ પાનાનો સામનો કરી કવિતા લખો, આનંદ લ્યો અને આનંદ આપો..

નલિની માડગાંવકર
૧૭/૯/૨૦૧૩

૧૭/૯/૨૦૧૩


Thursday, August 29, 2013

લાગણીઓના  દરવાજા આમ બંધ ના કરો,
 ચાવી વગરનાં તાળા ખોલતા અમને પણ આવડે છે.
         
                         નીતા કોટેચા  “ નિત્યા”


Tuesday, June 4, 2013

‘સ્વીચ ઓફ’ – વાર્તા સ્પર્ધા પ્રથમ વિજેતા


જ્યારથી રીતુની હાલત જોઇ હતી ત્યારથી મને દીકરા ન હોવાનું કદી દુ:ખ નહોતુ થયુ . આમ તો મે પોતે જ ત્રણે સુવાવડો વખતે દીકરી માંગી હતી અને પ્રભુએ એ ઇચ્છા પૂરી પણ કરી હતી. મારા સાસુ ફક્ત પહેલી દીકરી વખતે હોસ્પિટલમાં આવ્યા હતા..બીજી બંને સુવાવડ વખતે દીકરી આવવાનાં સમાચાર સાંભળીને જ તેઓ કહી દેતા કે પાંચ દીવસ પછી ઘરે જ આવવાની છે ને ત્યારે જોઇશું જ ને, મને ત્યારે દુ:ખ ન થતુ પણ હસવુ આવતુ કે હજી આવી માનસીકતા ધરાવતા સાસુ ઓ છે ખરી .. હોળીને દિવસે એકટાણુ કરવાનું હોય, પણ કહેવાય છે કે ફક્ત દીકરાની મા એ. એટલે સવારના જ મહેણાનો વરસાદ શરુ થઈ જતો ” આશા , મારે તો આજે એકટાણુ છે હો, મારુ જમવાનું ન બનાવતી , ફક્ત તારુ અને દીકરી ઓ નુ બનાવજે..” આગળનું મારે સમજી જવાનું હોય.. બસ હોળી ને દિવસે હુ આ વાક્ય ની જ રાહ જોતી હોવ.
મારા સાસુ માટે તો આ વાક્ય બોલે એટલે કદાચ હોળી નાં રિવાજ પુરા થયા હોય એવુ લાગતુ અને હવે તો મને પણ એવું જ લાગતુ કે તેઓ ન બોલે ત્યાં સુધી મને સુખ ન પડતુ.. હવે તો મે જ કહેવાનું શરુ કરી દીધુ હતુ કે ” બા તમારી માટે શું ફરાળ બનાવું , મારે તો એકટાણુ છે નહી ..” બા સમસમીને બેસી જતા કે એમણે મહેણુ મારવાનો મોકો ગુમાવી દીધો હતો.. ચાર વર્ષ પહેલા અમારી વચ્ચે નો આ સંવાદ બંધ થયો. કારણ હોળીનાં દિવસે જ મારા પતિદેવ એટલે કે એમનાં સુપુત્ર જે રજા નાં કારણે ઘરે હતા તે કોઇક વાત પરથી બા પર બહૂ ગુસ્સે થયા. બા એટલા ડરી ગયા કે ક્યાંક દીકરો મારી ન બેસે. છેલ્લે મારાથી સહન ન થયું એટલે હું વચમાં પડી ને મે મારા પતિદેવ ને કહ્યુ” શું જાવનવર વેળા પર ઉતર્યાં છો. જે મા તમારી માટે આટલા વર્ષો થી એકટાણા કરતી આવી છે એને માન આપવાને બદલે તમે આવું વર્તન કરો છો .આ તો બા છે કે ચલાવી લે છે મારા જેવી મા હોત તો બે લાફા પડી ગયા હોત મારા દીકરાને,મારા પતિદેવ હકીકત માં જાણે મારા આવા સ્વરુપથી ડઘાઈ જ ગયા. અને પગ પછાડતા ઘર માં થી બહાર ચાલ્યા ગયા,કદાચ એમણે કદી વિચાર્યું જ નહી હોય કે હું બા નો પક્ષ લઈશ ..પણ બા મારા સાસુ પછી પણ એક સ્ત્રી પહેલા હતા..ને એક સ્ત્રી પરનો અત્યાચાર હું કેવી રીતે સહન કરી લઉ. શૈલેષ નાં નીચે ગયા પછી મે જોયું બા ધ્રુજતા હતા મે એમની પાસે જઈને એમનાં હાથ પર હાથ રાખ્યો અને એ મારી સાથે વળગી પડ્યા અને મારી સાળી નો પાલવ એમનાં આંસુઓથી ભિંજાઇ ગયો એ જોઇને મને બહુ દુખ થતુ હતુ કે એક સ્ત્રી શું આ માટે જ દીકરા ને જન્મ આપે છે તે જ દિવસ થી તેમણે એકટાણા છોડી દીધા અને મે એ માટે પણ મે તેમને કંઇ ન કહ્યું .ત્યારે બા એ પહેલી વાર કહ્યું ” આશા , સારુ છે તારે દીકરો નથી” આ વાક્યની અંદર છુપાયેલ વ્યથા મને સમજાતી હતી , પણ હકીકત કહુ તો કોઇના પણ દીકરાનાં લગ્નમાં જાવ ત્યારે મારી આંખમાં થી પણ બે ટીપા આંસુનાં સરી જ પડતા. મને એક વાર તો મનમાં થઈ જતુ કે જો મને પણ દીકરો હોત તો હું પણ વહુ લાવી હોત . પણ એ આંસુની વાત નીલુ સિવાય કોઇને નહોતી ખબર. એટલે જ નીલુએ પોતાનાં દીકરાનાં લગ્ન વખતે બધી વીધી માં મને આગળ પડતી રાખી હતી .. પણ જેમ જેમ દિવસો જતા ગયા ખબર પડવા લાગી કે નીલુ ની વહુ માથાભારે હતી નીલુનાં વર તો અવસાન પામ્યા હતા. પણ વહુ પ્રિયા, નીલુ અને એના દીકરા વચ્ચે બહૂ ઝઘડા લગાવતી હતી . નીલુ જ્યારે આવે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી. મને પ્રિયા પર ગુસ્સો આવતો અને એનાથી વધારે એનાં દીકરા પર કે આટલા વર્ષો મા સાથે રહ્યો અને હવે કાલની આવેલી બૈરી નો થઈ ગયો..એમ થાતુ કે નીલુનાં ઘરે જઈને બંને પર ગુસ્સો કરુ પણ નીલુ ના પાડતી કે એનાથી ઘરમાં વધારે ઝઘડા થશે થોડોક વખત પહેલા એક પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા. પ્રિયા અને આકાશ મને પગે પણ લાગ્યાં એમને આશીર્વાદ આપવાની કોઇ ઇચ્છા નહોતી પણ નીલુનાં ઇશારા નાં કારણે હાથ માથા પર રાખવો જ પડ્યો પણ હું એમની સાથે વધારે વાર બેસી ન શકી હું બહાનું કાઢીને દૂર ચાલી ગઈ પણ જેટલી વાર પ્રિયા પર નજર પડતી ત્યારે મે જોયુ એ મારી સામે જ જોતી જ હતી એ વાતને અઠવાડીયુ વીતી ગયું .
ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન
આંખ ચોળીને હું ઉભી થઈ . ઘડિયાળમાં નજર ગઈ તો સવારનાં ચાર વાગ્યા હતા. જરૂર રોંગ નંબર હશે બે મિનિટ એમ થયું કે
પાછી સુઇ જાવ પણ રીંગ બંધ થવાનું નામ જ નહોતી લેતી આખરે મે ફોન ઉપાડ્યો. “આશા, નીલુ બોલુ છુ , જલ્દી ઘરે આવ , પ્રિયાએ આત્મહત્યા કરી લીધી છે , ને આકાશ બહારગામ ગયો છે મને બીક લાગે છે કે એ મારી માટે કંઇ લખીને તો નહી ગઈ હોય ને , પોલીસ મને પકડીને લઈ તો નહી જાય ને, તુ જલ્દી આવ બસ.હું સફાળી બેઠી થઈ ગઈ કે આ શું થઈ ગયું ? શું કામ થયું ? વધારે વિચાર કરવા કરતા હું જલ્દી કપડા બદલી ને નીલુનાં ઘરે જવા નીકળી ગઈ પ્રિયાએ બેગોન સ્પ્રે પી લીધુ હતુ . પ્રિયાની આવી હાલત જોઇને મને અરેરાટી થઈ ગઈ . પણ હવે મારુ કામ હતુ કે એની સ્યુસાઈડ નોટ શોધવાનું , મારી દોસ્તી એ મને સ્વાર્થી બનાવી નાંખી હતી . નોટ વધારે ગોતવી ન પડી . ડ્રેસીગ ટેબલ પર જ એક કાગળ ઘળી વાળેલો પડ્યો હતો . પોલીસ કેસ હતો થોડી સાવચેતી જરૂરી હતી મે ગ્લોવ્સ પહેર્યા ને પત્ર વાંચ્યો ” મારા મ્રુત્યુ માટે કોઇંપણ જવાબદાર નથી , મને બાળક થવાનું છે પણ હું એને કદાચ બરોબર સંભાળી નહી શકુ એવા નકારાત્મક વિચારો મને પજવતા હતા એટલે મેં આ પગલુ ભર્યું છે તો મારા ઘરનાં ઓ ને હેરાન કરશો નહી . પ્રિયા સચદેવ પત્ર ઠેકાણે મુકીને જલ્દી જલ્દી ગ્લોવ્સ કાઢી નાંખ્યા. હવે મને અને નીલુ ને હાશ થઈ કે પત્રમાં એવુ કંઇ જ નહોતુ લખ્યુ જેનાથી નીલુને તકલીફ થાય. મને અચરજ એ થતુ હતુ કે પ્રિયા મા બનવાની છે એ મને આજે ખબર પડી હતી કેમ નીલુએ મને કહ્યું નહી હોય . પણ પ્રિયાને પોતાના ઉપાડા પોતાને જ નડ્યા . મને દુહ પણ થતુ હતુ કે બે આત્મહત્યા થઈ હતી . સૌ પ્રથમ આકાશને ફોન કર્યો એ ઘરે આવવા નીકળી ગયો પછી પડોશીને ઉઠાડ્યા પછી પોલિસને ફોન કર્યો . પત્રને લીધે વધારે પુછપરછ થઈ નહી . મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો . પાંચ કલાકે બોડી મલી , અગ્નિદાહ દેવાઈ ગયો . એકવાર તો એવો પણ વિચાર આવી ગયો કે હાશ હવે મારી નીલુ ની તકલીફ ઓછી..આ બનાવને ત્રણ ચાર દિવસ વીતી ગયા. હું મારા ઘરમાં બેસીને ટીવી જોતી હતી. ત્યાં ઘરની બેલ વાગી . ૧૩ દિવસ નીલુ તો આવવાની નહોતી તો કોણ હશે , હું વિચારતી વિચારતી દરવાજો ખોલવા ગઈ સામે પોસ્ટમેન ઉભો હતો , મને એક કવર આપ્યું . મારા નામથી કોઇ કવર મોકલે એ વિચારીને જ મને હસવુ આવી ગયુ. હજી મને પત્ર લખવાવાળુ કોણ બચ્યું છે એ જોવાની મને પણ ઇંતેજારી થઈ . કવરની પાછળ મોકલવાવાળા એ પોતાનું નામ પણ નહોતુ લખ્યું . મે કવર ખોલ્યું
હું પ્રિયા તમારી નીલુની વહુ ..
આટલુ વાંચીને જ મને ચક્કર આવી ગયા . આ શું ? પ્રિયા તો હવે ક્યાં છે ?
મેં તરત નીલુને ફોન લગાડ્યો પણ ત્યાં ગીતાજી વંચાતા હશે એટલે નીલુ એ ફોન ઉપાડ્યો નહી . મે પત્ર વાંચવાનું શરુ કર્યું
આંટી, તમે આ પત્ર વાંચશો ત્યારે હું હયાત નહી હોવ . પણ આંટી તમને સત્ય વાત કહ્યા વગર મરવાની ઇચ્છા નથી અને તમે તો મારી સાથે વાત કરતા નથી તો કેવી રીતે કહુ એટલે પત્ર લખીને જઇશ . કારણ તમે પણ મને જિંદગી ભર ખરાબ સમજો એ મારાથી સહન નહી થાય . આંટી હું ગરીબ ઘરની દીકરી . મારા પપ્પા પગારદાર વ્યક્તિ , મારાથી નાની બે બહેનો , તમારી નીલુ અને આકાશ ની માંગણીઓ રહેતી કે આકાશને ધંધા માટે પૈસાની સગવડ કરી આપે કે જે હું મારા પપ્પાને કહેતી નહી એટલે તમારી નીલુ એ મને ખરાબ કહેવાનું શરુ કર્યું . પહેલા ફ્કત માનસિક ત્રાસ આપતા હતા હવે શારિરીક શરુ થઇ ગયો હતો . એમાં મારે બાળક આવવાનાં સમાચા મળ્યાં . મારે મારા બાળકને આ ઘરમાં જન્મ નહોતો આપવો ને હું પણ ત્રાસી ગઈ હતી એટલે મે આ રસ્તો અપનાવ્યો. આંટી તમે તો હંમેશ સચ્ચાઈ માટે લડ્યા છો તો કેમ કોઇ દિવસ મારા પક્ષે ન વિચાર્યું . તમારી નીલુ તમારી પાસે ધ્રુસકે ધ્રુસકે રડતી એટલે તમે એમને સાચુ માની લીધુ., મે તમારી બહુ રાહ જોઇ કે તમે તમારી નીલુનો પક્ષ લેવા પણ મારી પાસે આવશો ત્યારે હું તમને હકીકત જણાવી દઈશ પણ ન તમને મારા સુધી કે મને તમારા સુધી ક્યારેય પહોચવા જ દેવામાં આવ્યાં પણ આંટી એક વાત માગુ છુ આજે કે આવતા જન્મે તમે મારા સાસુ બનજો ને .. આ પત્ર વાંચીને ફાળી નાંખજો , મારે એમને સજા નથી કરાવવી . ઉપરવાળો પોતે સજા દેશે એમને . પણ જો આકાશ નાં બીજા લગ્ન કરાવે તો તમે સંભાળજો , એટલે તમારી આંખ પરથી નીલુ નાંમનાં આંધળા ભરોસાની પટ્ટી મારે હટાવવી હતી .
તમારા આવતા જન્મની વહુ પ્રિયા સચદેવ
આ બધુ વાંચેલુ મને માનવામાં નહોતુ આવતુ . મારી આંખમાં થી આંસુ વહેવાનાં બંધ નહોતા થતા . આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ ? મે કેમ પ્રિયાનાં પક્ષે કદી ન વિચાર્યું ? અફસોસ થતો હતો કે નીલુ કરતા તો મારા સાઉ સારા હતા . હું ઉભી થઈ , મોઢુ ધોયું ને પ્રિયાનો પત્ર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આવી . થોડી જ વારમાં મારા મોબાઇલ પર નીલુ નાં અને આકાશનાં ફોન આવવા લાગ્યાં . મે મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યોં કે જે મારા તરફથી પ્રિયાને શ્રંધાંજલી હતી
—
નીતા કોટેચા (મુંબઈ, મહારાષ્ટ્ર)


Sunday, May 26, 2013

મારી વાર્તાને મળેલ વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જરુર થી વાંચશો..


Saturday, April 6, 2013

મરી જવુ છે બધાને , 
પણ જિંદગી જીવતા જીવતા

નીતા કોટેચા "નિત્યા"


સંબંધોની ભીડમાં જો ગુંચવાઇ ગયા હો બહુ ,

બસ થોડા રોકડા માંગી લ્યો, ઘણા ગુંચવાડા પોતે ઉકેલાય જશે..

નીતા કોટેચા "નિત્યા"


Sunday, March 24, 2013

પપ્પાનું બેસણું


હંમેશ જોવા મળ્યું છે કે આપણો સમય ખરાબ હોય ત્યારે લોકોને આપણે કહીયે તો કહેશે " બહેન , ભગવાન  પર ભરોસો રાખો.." એ વાત ને ધ્યાન માં રાખી આ વાત લખાણી. કોઇક્ને ગમશે , કોઇક ને નહી ગમે પણ સત્ય હકિકત આ જ છે.. કે લોકો આભડવા માટે પૈસા આપવા તત્પર હશે પણ 

જીવતા માણસ માટે  દવા માટે તેઓ નહી દે..



નરેશ,રમેશ,મનીષને પ્રિયંકા આ ચારે ની દોસ્તી શહેર આખામાં વખણાયેલી..ક્યરેય કોઇ એક પણ                                              

       ઓછું એમાં જોવા ન મળે.
.નરેશ,રમેશ અનેમનીષ ત્રણે પૈસે ટકે સુખી,અને ઉડાઉ પણ એટલા.હવે તેઓ નાના નહોતા, ૩૪ વર્ષ નાં થઇ ગયા હતા . ૨૦ વર્ષની દોસ્તી હતી..
રોજ મળવુ, રોજ જમવા જવુ રોજ ફરવા જવું..પ્રિયંકા રોજ ન જાતી એનાં પપ્પાની આવક એટલી ન હતી કે
એ રોજ ફરવા જઈ શકે.એટલે એ ટાળી દેતી ..
   આમ જ એક દિવસ સાંજે ત્રણે દોસ્તારો ફરવા ગયા હતા.બીયરની બોટલ ને હસી મજાક વચ્ચે પાર્ટી મનાવાઇ રહી હતી
ત્યાં પ્રિયંકાનો ફોન નરેશનાં મોબાઈલ   પર આવ્યો.." નરેશ , ક્યાંકથી ૪૦.૦૦૦ મી સગવડ કરીને હોસ્પીટલમાં પહોચને.. મારા પપ્પાને એટેક આવ્યો છે. "
નરેશે કહ્યુ " શાંતિ રાખ , પ્રભુ ભરોસો રાખ બધુ સારુ થઇ જશે"
આ સાંભળીને પ્રિયંકા એ ફોન રાખી દીધો. પ્રિયંકાને ખાત્રી હતી કે એના ફ્રેંડ્સ હમણા પહોચતા જ હશે.. અને એ પૈસા ભરાઇ જવાથી પપ્પાનો ઇલાજ શરુ થઈ જશે . ડોકટરોની બૂમાબૂમ ચાલુ હતી. જલ્દી પૈસા ભરો અમારે બાયપાસ કરાવવી પડશે.. મમ્મી રડતી હતી , નાનો ભાઇ સગા વ્હાલાઓ ને ફોન કરતો હતો..પણ ક્યાંયથી કાંઇ ન થયું .અને થોડી વારમાં ડોકટરે કહ્યુ " પપ્પા નથી રહ્યા"
 આભડવા માટે ઘણા લોકો આવ્યાં. પ્રિયંકા નાં મિત્રો પણ આવ્યાં .પ્રિયંકાએ કોઇ સાથે વાત ન કરી અને ન તો એક ટીપુ આંસુ એની આંખમાં થી નિક્ળ્યું .
  બીજા દિવસ ની સવારે બધા પ્રિયંકાનાં પપ્પા નાં બેસણા નો સમય જોવા માટે છાપા ખોલીને બેઠા.. તેમનો ફોટો હતો અને નિચે લખ્યું હતુ..
"  પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે લોકો એ અમને ભગવાન પર ભરોસો રાખવાનું કહ્યુ હતુ..
તો હવે તો તેઓ ભગવાન પાસે જ છે તો મહેરબાની કરીને કોઇ જ ખરખરો કરવા આવતા નહી.. અમને પણ ભગવાન સંભાળી
જ લેશે.. અફ્સોસ છે કે જેને બહુ પોતાના માન્યા હતા એ સમય પર પોતાના બનીને ઉભા ન રહ્યા..ચલો પપ્પાનાં મ્રુત્યુથી દૂનિયા તો ઓળખવા મળી"
 પ્રિયંકા 

નીતા કોટેચા "નિત્યા" 


Saturday, March 16, 2013

તુ ચાહે તો ફરી મને છીનવી શકે છે મારાથી,

પણ તુ ચાહે તો...

નીતા કોટેચા "નિત્યા"


Saturday, March 9, 2013


समंदर से कह दो कि अपनी लहरों को संभाल के रखे..

फिर शिकायत ना करे ,
क्योकि हमने  अपने आप में बहुत तुफ्फां छिपा रखे है

नीता कोटेचा


Sunday, February 24, 2013


વર્ષોથી હું પોતામાં પોતાને શોધી રહી છુ એ ખુદા,
એક દિવસ તો એની યાદ વગરનો દે મને..
   નીતા કોટેચા "નિત્યા"


Monday, January 14, 2013

કોઈ બાંધે ધારણા આપણી  માટે,
છો ને બાંધતા ,
છે તો એમની જ ને  ..

નીતા કોટેચા "નિત્યા"
  


Saturday, January 12, 2013

લોકો કહે છે કે ગુસ્સામાં બોલાયેલી વાત તો બેભાન અવસ્થામાં બોલાયેલી વાત હોય છે એને મન પર નાં લેવાય .. પણ નાં ગુસ્સામાં બોલાયેલી વાત મનમાં ચાલતા સાચ્ચા પ્રતિભાવ હોય છે , કારણ બહુ વખત થી મનમાં જે ધરબાયેલું હોય છે તે જ ગુસ્સામાં હોઇયે  ત્યારે હોઠ પર આવી જાય છે  . 
                                          નીતા કોટેચા "નિત્યા"


Monday, August 27, 2012

એક પાનું કોરું રાખ્યું જીદગી નું
એ પણ તારી યાદ થી ભીંજાઈ ગયું.

નીતા કોટેચા "નિત્યા"


છે છેલ્લી જ આ
મુલાકાત આપણી
કહ્યું હતું મેં

નીતા કોટેચા "નિત્યા"


મને તો હતી

ખબર સ્વભાવની

રડુ તો પણ

નીતા કોટેચા "નિત્યા"


Thursday, August 9, 2012

Dear mama you have always been by my side
sickest thngs i do,which i always hide
when i cry, u also cried..
our lives you enlighten, our dayz you brighten
people say thngs abt me your never listen
and say she is mine
mama u have been so nice and fine
even when i made the biggest mistakes
you even caught me whn i tired to fake
u fed me and lay besides me..wide awake
sometimes i even fought
when others kick me out
i realized why u always shout
u made me civilized,u evn told me luk hot
thats whn i said,"i am your son.u forgot?"
hope life was like when i was 5years old
without ne worries,u helpin me whn i gt cold
SHE is my SON u say when others ask you
people who can understand u are so few
that sometimes doesnt evn include daddy
mama u so special,u mine and m never ready
to face that bad world,whn i alwayz had u as my pearl
u never show the problems on that face
whn ya angry ur eyebrows u raise
your daughter cant see you go nowhere far
she'll also get you ur fav car..
she promises she gonna make u proud
n she gonna shout ur name out LOUD
u gonna walk with that pride
i might fall be there beside
coz i cant imagine my life without mama
m so fortunate 2 have ya itz my karma
i wuldnt have been in this world
if u wuld have heard the doctors wrds
u wanted me to open my eyes
imaginin i wuld be the GIRL or the boyish TYPES
heres your daughter mama she can be however u wanna
give away ma life for ya..
i wanna thank ya..you have been so bold
mama u gonna be the same for me even when old
coz now itz ma tym to take care if u get cold
i jus wanna wish ya happy birthday
m urs mama,ur son proudly u can say........!!!
-Riddhi Kotecha


Monday, August 6, 2012

બા, શું કહુ ? તમને ગયે ૩૬૫ દિવસ વીતી ગયા , પહેલા જ્યારે તમે દર વર્ષે બાપુજી ની તીથી નાં દિવસે કહેતા " નીતા, ૩૦ વર્ષ થયા તારા સસરા ને ગયે, જો હું હજી જીવુ છુ, બા જુઓ હવે અમારે એમ કહેવાનું આવ્યું કે  " બા ને એક વર્ષ થઈ ગયું. ગયા વર્ષે ચોથ નાં રાતનાં અઢી વાગે ડોકટરે જાહેર કર્યું કે બા હવે નથી રહ્યાં.. અને ગઈ કાલે રાત્રે અઢી વાગે મારી નિંદર ઉડી ગઇ. સાળા ત્રણ સુધી પાછી નિંદર ન આવી , એ જ બધુ યાદ આવતુ હતુ, પછી  આંખ લાગી ને જાણે તમે મારી સામે ઉભા હતા. અને મને કહ્યુ" નીતા ઊઠ , નાનકી નો કોલેજ નો સમય થઈ ગયો એને ઉઠાડવી નથી તારે. પછી તમારા દીકરા પાસે ગયા એમનાં માથા પર હાથ ફેરવ્યો, પછી બંને દીકરી ઓ નાં માથા પર હાથ ફેરવ્યો , હું તમને જોતી હતી ત્યાં તમે દેખાતા બંધ થયા ને હુ પાછી તમને ગોતવા બીજી રુમમાં આવી અને હર વખત ની જેમ નાના રસોડામાં આપણે બંને ભટકાણા, અને હું કાંઇ કહુ ત્યાં તો મારી નીંદર ઉડી ગઇ, બા તમે મારી સાથે જ છો અને હંમેશ રહેશો,, miss uuuu બા....