Nawya.in

nawya

Sunday, September 30, 2007

સ્ત્રીઓની વ્યથા

5)
સ્ત્રીઓની વ્યથા
...

હમણા બે દિવસ પહેલા મારે અચાનક જ મુંબઇ જાવાનુ થયુ.અને મુંબઇ ની લોકલ મા સાંજ ના સમયે સફર કરવી ઍ ઍક બહુ હિંમત નુ કામ છે.પાછા આવવાના સમયે ખુબ જ ભીડ હતી. પણ કોઇક પુણ્ય કામ લાગી ગયા ને મને શાંતિ થી ઉભા રહેવા મલી ગયુ.બાજુ મા બે મરાઠી ભાષા માં વાત કરવા વાળા બહેનો ઉભા હતા અને ટ્રેન ચાલુ થઇ. અને એમની વાતો ચાલુ થઇ.
ન સાંભળવા ની ઇછ્છા હોય તોય બહુ વાર બહુ બધુ સાંભળાવુ પડ્તુ હોય છે. એ લોકો મરાઠી માં બોલતા હતા પણૂ હુ ગુજરાતી માં લખુ છુ.
"અરે સારુ થયુ આજે મને આ ટ્રેન મલી ગઇ. આજે હુ પંદર મિનિટ વહેલી ઘરે પહોચીસ્. "
" સવારથી નિકળ્યા હોઇયે હવે ઘરે જઇને પાછુ કામ કરવુ પડે બહુ થાકી જવાય છે.અને પાછા ઘરે પહોચસુ એટ્લે વર નુ સાંભળવાનુ."
તો બીજા બહેન એ કહ્યુ કે "તુ કમાય છે. પછી તારે સાંભળવાનુ શુ કામ?"
તો કહે "જાવા દે ને આ વાત નો કંઇ અંત નથી."
ત્યા ઘાટ્કોપર આવી ગયુ અને મારે ઉતરવા નુ હતુ એટ્લે હુ આગળ ગઇ.
ત્યા મારી પાછાળ એ બહેન પણ ઉતર્યા.
મે એમને કહ્યુ, "તમારે EAST આવવુ હોય તો હુ તમને ઉતારી દઉ."
તો કહે "ના બહેન હુ તો કાંજુર માર્ગ રહુ છુ હવે અહિયા થી SLOW TRAIN માં જઇશ. "
મને એમ થયુ હુ તો પડી જ જાઇશ.
ઘરે આવીને પણ એમની વાતો મગજ માં થી જાતી ન હતી.કે બહેનો કેટ્લુ પણ કામ કરે કેમ એના કામ ની કદર નથી થાતી.ક્યારે સમજશે પુરુષો સ્ત્રીને? આખોદિવસ કામ કરીને આવે ત્યારે પણ ઍના મગજ ના એક ખુણા માં ચિંતા હોય કે ઘરે જાઇશ ત્યારે કેવો હશે વર નો મુડ?
ઘર માં સવાર ના દુધ ગરમ કરવા થી કરી ને રાત ના દુધ ગરમ કરવા સુધી ના કામ જો શાંતી થી ઍક દિવસ પણ પુરુષો સંભાળી આપે તો જ એમને ખબર પડૅ કે શાંતી થી હસતા મોઢે જુલ્મ સહેન કરવો કેટ્લો આકરો છે.


Saturday, September 29, 2007

અમારા પાડોશી ની ઍક જ દિકરી

4) ... અમારાં પાડોશી ની એક જ દીકરી,એના લગ્ન લેવાણા. અને ઇ પણ પાછાં દિલ્હી. લગ્ન થઇ ગયાં . દીકરી સાસરે ચાલી ગઇ. માતા પિતા એકલા થઇ ગયાં. થોડાં દિવસ પછી દીકરી રહેવા આવી.બન્ને ની ખુશી નો કોઈ પાર ન હતો.પણ આખરે દીકરી, એનો પાછા જવા નો દિવસ પણ આવી ગયો. આજે એમનુ ઘર ખુલ્લું જ હતુ.જાણે દીકરી પિયર ના વાતા વરણ ને મન મા સમાવી લેવા માંગતી હોય આખ્ખો દિવસ હુ જ્યારે નજર કરું ત્યારે માતા અને દીકરી ભેંટી ને રડતા હતા. પણ એના પપ્પા ચુપચાપ દીકરી ને જોતા હતા. ત્યારે એમને જોઇને મારા થી એક કવિતા લખાઈ ગઇ. એ આજે રજુ કરું છું. મારી ખૂબ ગમતિ ક્રુતી મા ની એક આ છે.

"થોડી થોડી વારે ગળે મળી રડતા હતા ,બન્ને મા-દીકરી,
રડવું હતું મારે પણ ,પણ હું તો પુરુષ હતો.
આજે દીકરી મારી જાતી હતીસાસરે પાછી,
આંખ ભરાઇ આવતી હતી મારી પણ,
પણ હુ તો પુરુષ હતો..
પસીના લૂછવા નુ બહાનું કરી ને ,
લૂછી નાખતો હતો હુ આંખ મારી,
કારણ કે હુ તો ભાઈ પુરુષ હતો..
જવા પહેલા મારી દીકરી બેઠી મારી બાજુ માં ,
હાથ રાખ્યો મારા ખભા પર
અને જોયુ મને મન ભરીને ભેટી પડયા
અમે આખરે રડતા રડતા ..
હું પણ રડ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે કારણ હું એક પિતા પણ હતો ..
નીતા કોટેચા


Friday, September 28, 2007

નિરાશા

3) નિરાશા
......................

શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,

પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .

પણ

સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .

પણ ,

છતિ હયાતી ઍ જીવવુ ન ગમે,
એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .


Tuesday, September 25, 2007

શું દીકરી હજી પણ ભાર લાગે છે?

२)... શું દીકરી હજી પણ ભાર લાગે છે?
....
....
દીકરી ઓ ના મગજ માં આજે પણ એવુ જ છે કે અમે ભાર રુપ છીયે. બહુ બધી દીકરી ઓ સાથે વાત કરી તો દીકરી ઑ નુ કહેવુ શુ હતુ એ તમને જણાવુ. આશા રાખુ છુ આ બાબતે આપ પણ આપના વિચારો મને જ્ણાવશો .
એક દીકરી ને પુછ્યુ તો કહે કે"ખાલી વાતો છે કે જમાનો બદલાણો છે. હજી માતા પિતા દીકરી ઓ સાથે અલગ રીતે જ વર્તે છે. માન્યુ કે રાતના મોડેથી બહાર ન જવાય . પણ અમારા પર જેટલી બંદિશો છે એટલી બંદિશો શુ દીકરા ઓ ઉપર છે. તો આવો ભેદભાવ શુ કામ?"
બીજી દીકરી ને પુછ્યુ તો કહે " આંટી હજી મારી મમ્મી ઍની મરજી પ્રમાણે નથી જીવી શક્તી તો મારી તો વાત કરવી જ નકકામી"
હજી એક દીકરી ને પુછ્યુ તો કહે" આપણૅ ત્યા હજી તો દીકરી જન્મે ત્યાર થી જ એને સાસરુ કેવુ મલશે એની ચિંતા ચાલુ થઇ જાતી હોય છે.આંટી મારા લગ્ન થયા ત્યારે મારા મમ્મી પપ્પા જ્યારે બધાને કહેતા કે અમારો ભાર ઉતરી ગયો ત્યારે બહુ દુઃખ થાતુ કે શુ આટ્લો વખત થી હુ ભાર હતી? અને જો મમ્મી પપ્પા ભાર સમજીને ઓછો કરે તો સાસરાવાળા ઓ ભાર લઇ ને જ અમારો સ્વીકાર કરશે ને?"
આ બધી વાતો ૨૦ થી ૨૫ વર્ષ ની દીકરી ઓ ની વાતો છે. મારી પાસે તો આ બધાની વાતો નો કંઇ જવાબ ન હતો. કોઇ ને પણ આમા કાંઇ કહેવુ હોય તો જરુર થી જણાવે.


મારા બ્લોગ વિષે


1) મારા બ્લોગ વિષે
મારા બ્લોગ વિષે થોડૂ જ્ણાવિશ. મારુ લખવાનુ હમેંશા વધારે પડતુ બધા સાથે વાત કરી ને જ લખેલુ હોય. હુ વાર્તા ઓ ઑછી લખુ અને મારા જે લેખ હોય એ બધા ના વિચારો જ હોય. અને આ બધા માટૅ હુ હંમેશા આપાણા મહાન લેખિકા વર્ષા બેન અડાલજા ની આભારી રહીશ. એઑ ઍક્વાર એક પ્રોગ્રામ માં બોલ્યા હતા કે જો તમ।રે લોકોના મન સુધી પહોચવુ હોય તો હંમેશા સાચી વાત લખો . કાલ્પનિક ન લખો .બસ એ વાત જાણે મન પર અંકિત થઇ ગઇ. પછી નક્કી કરી લીધુ લખવુ તો જે બનતુ હોય અને જે સાચ્ચુ બનતુ હોય એ જ લખવુ. અત્યાર સુધી હુ મારી આજુ બાજુ ના મારા જાણીતા લોકો સાથે વાત કરી જ લખતી હતી.પછી ઍંમ થયુ કે હજી વધારે લોકો સાથે વાત કરી ને હજી વધારે લખુ. મને લોકો ના મન અને મગજ વાચંવાની હંમેશા ઉત્સુક્તા હોય છે. આ બ્લોગ બસ ફક્ત વાતો કરવા માટૅ જ છે. બધા પોતાની વાત અહિયા કરી શકે છે. અને પોતાના સવાલો અહિયા પુછી શકે છે. બધા પોતાના અભિપ્રાય જણાવી શકે છે।. તો ચાલો આપણૅ વિચારો ની આપ-લે કરીયે.