Nawya.in

nawya

Thursday, November 20, 2008

પરફ્યુમ ની બોટલ...

ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..
તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા
તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..
સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?
નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...
નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...
દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."
મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...
માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..
ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..
હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."
અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..
પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..
અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા


Wednesday, November 12, 2008

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...


નીતા કોટેચા

હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...


Tuesday, November 11, 2008

દોસ્ત

મારી યાદ તને એવું સતાવશે એ દોસ્ત,
કે ,
અરીસા માં જોઇશ તોય તને મારી તસવીર દેખાશે..
.તે મારુ મન તોડ્યું છે એવુ કે કદી જોડાશે નહી ..
પણ બધાં ટુકડા માં તને તુ દેખાશે..
નીતા કોટેચા


મારી સમજ

મારી સમજ ની વિરુધ્ધ્દ હુ જવા તૈયાર નથી..
અને
તારી સમજ ને સમજ્યા સીવાય હું સમજવા તૈયાર નથી...
લોકો કહે છે કે,
અમે કહીયે એ સાચ્ચુ તો હુ સમજુ એ ખોટુ એ માનવા હું તૈયાર નથી...
નીતા કોટેચા


તો દોષ તને જ કેમ

કેવી છે તારી મૈત્રી કે મને ભૂલી ને પણ તુ ખુશ છો..
રોજ એ વિચારી ને હું દુખી થતી..
પણ આજે અચાનક વિચાર આવ્યો કે જીવું તો હુ પણ છું જ ને...
તો દોષ તને જ કેમ???


ભ્રમ



એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો

નીતા કોટેચા


Tuesday, November 4, 2008

નક્કી છેં..




કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....

ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...

સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

નીતા કોટેચા...