Nawya.in

nawya

Monday, November 14, 2011

આજે બાલ દિવસ..







શુ આપણે બાળ દિવસ ન ઉજવી શકાય?

બધાં કહેતા હોય છે કે પપ્પા જ દીકરીઓને વધારે પ્રેમ કરે.. મારી મમ્મી પણ મને પ્રેમ કરે છે અને ભાઈ ભાભી પણ.. પણ કદાચ પપ્પા હોત તો બાળપણ હજી હોત પપ્પા સાથે બાળપણ પણ ચાલ્યું ગયું , એ દિવસો યાદ છે જ્યારે સાંજ પડે હું રમવા જતી ને પપ્પા આવતા ને મમ્મી બાલકની માં ઉભી રહેતી અને કહેતી કે જલ્દી ઉપર આવ પપ્પા આવે છે. અને હું ઘરે આવીને ચૂપચાપ ભણવા બેસી જતી. એ દિવસો પણ યાદ છે જ્યારે મારાથી એક કપ ફૂટી જતો અને હું ભગવાન નાં નામની માળા કરવા બેસતી કે હે ભગવાન મને મમ્મી વઢે નહી અને પપ્પા પોતા પર લઈ લેતા કે મારાથી ટુટ્યો. અને ત્યારે જ્યારે હું મોરાક્રાત કરતી ને સાંજ પડે પપ્પા ધીરે થી કાનમાં પૂછતા" ચલ છૂપી રીતે સેન્ડવીચ ખાઈ આવીયે.. કોઇને કહીશુ નહી.. અને મને લાલચ આવતી કે ચલ ને ભગવાન ક્યાં જોવે છે? પણ મમ્મીને અંદાજો હતો એટલે એ નીચે જ ન જવા દેતી. અને મોરાક્રાત કરાવ્યાં પૂરા.. ચાલો આજે પાછાં એ દિવસો યાદ કરીયે ને પપ્પાની યાદ માં ને મમ્મીની હૂંફમાં પાછુ બાળપણ ઉજવીયે.. બધાના મનમાં હજી બાળપણ છુપાયેલું છે એ બાળ માનસ ને મારા પ્રણામ અને મારુ વ્હાલ. જોજો એવો એક પણ મોકો ન મુકતા જ્યારે નાના બચ્ચા થવા મળે..

કાશ એ સંભાળવા વાળા પાછા આવી જાય.

નીતા કોટેચા " નિત્યા"


Thursday, November 10, 2011

ફરિયાદ જેનાં વિરૂધ્ધ છે એનાં જ અતા પતા નથી,

કોને કરું ફરિયાદ, એને તો મારા દર્દની ખબર જ નથી..

નીતા કોટેચા


Wednesday, October 26, 2011

મોટા વગરનાં મોટા દિવસો કેવા?




બાના મંદિરનો શંખનાદ
બાના ઠાકોરજીના ઝારીજી ભરવા
બાના યમુનાષ્ટકના પાઠ કરવા
બાના મસ્ત બનીને ભજન ગાવા
બાના પાલવનો ફરતો છેડો
બાના બોલવાનો એ મીઠો રણકો
બાના હસવાનો એ મસ્ત ટહુકો
બાના પગરવનો એ સળવળાટ

આજે પણ અમને ભાસ થાય છે કે બા ક્યાંય નથી ગયાં ,
બા તો અહીંયા જ છે અમારી પાસે .... અમારી સાથે....



નીતાકોટેચા "નિત્યા"


Monday, October 24, 2011

તારી અને મારી દોસ્તીમાં ફરક એટલો કે, મને મળીને તારી તરસ છીપાઈ ગઈ ને તને મળીને મારી તરસ વધી ગઈ..
તને મળ્યો સંતોષ તેથી હું થઈ ખુશ, પણ એકલું રહેવાનું તો મારા નસીબમાં જ આવ્યું ને..

નીતા કોટેચા..


Sunday, October 23, 2011

વધેલ અનાજ ફાટેલા કપડાં લોકો પ્રેમ થી ગરીબો ને આપી દેતા હોય છે

પ્રેમને ક્યાં વહેચાતો લેવા જવો પડે છે કે લોકો હવે આટલાં કંજૂસ થઈ ગયાં છે....

નીતા કોટેચા


Monday, October 10, 2011

સાંભળ્યું છે કે મૃત્યુ પછી લોકો બહુ યાદ કરે છે,

હે પ્રભુ મારા પણ શ્વાસ પૂરાં કરી નાખ ને..એ બહાને જો એ મને યાદ કરી લે થોડું..

નીતા કોટેચા


Saturday, October 1, 2011

થોડું હસતા શીખું ને પાછું રડાવી દે છે દુનિયા..

ખબર નથી લોકોને મારી સાથે વેર છે કે મારા હાસ્ય સાથે કુદરત ને..

નીતા કોટેચા "નિત્યા"


Thursday, September 15, 2011

३ September 2011

આ મહિનાનાં સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાણી છે "દીકરી જ સાચ્ચો દીકરો" જરૂર થી વાંચશો..

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=324420


Monday, September 12, 2011

સાદગી મા જ સૌદયૅ હોય છે.

તુટી ગયેલા હ્રદયનું આંસુ જ આભુષણ હોય છે..
કહે છે વજન હોય છે,એટલે આંસુ નીચે દડી પડે છે

... સાચ્ચી વાત છે કારણકે એ આંસુ માં આપણો કોઇકને કરેલો સાચ્ચો પ્રેમ હોય છે..
અને
સાથે કોઇકની બેવફાઈ હોય છે...

નીતા કોટેચા..


Monday, August 29, 2011

જેમની સાથે દિવસ રાતનો સાથ હતો, જેમની સાથે મમ્મી કરતા વધારે વર્ષો વીતાવ્યા, કે જેઓ મારા સાચ્ચા સખી હતા.હંમેશ સાચ્ચી સલાહ આપતા..મે એક સાચ્ચા મિત્રને ગુમાવ્યું હોય એટલુ મને દુખ થઈ રહ્યુ છે. આજે પણ મને લાગે છે કે જાણે તેઓ ઘરમાં આંટા મારી રહ્યા છે. રોજ રાતનાં સપનાંમાં તેઓ આવે છે , પણ હકિકત એ છે કે તેઓ મારાથી દૂર ચાલ્યા ગયા છે..એવી રાહ પર કે જ્યા થી પાછાં આવવાનો કોઇ રસ્તો નથી..૧૭/૮/૨૦૧૧ રાતનાં ૧.૪૫ નાં તેઓએ આ દેહ છોડ્યો, અમે પાસે જ હતા અને શ્રી ક્રુષ્ણ શરણં મમ ની ધુન બોલતા હતા. કેટલી પણ કોશિશ એમને રોકી ન શકી..miss uuuu બા..
















વ્હાલા બા...

હતું આપણું ઘર પાંચ ખૂણાનું

આજે મારા ઘરનો એક ખૂણો ખાલી થઇ ગયો.

મારો ત્રેવીસ વર્ષનો સથવારો એક પળ માં છૂટી ગયો,

ખોટ જે પડી છે મને તમારા જવાથી , એ મારુ મન જ જાણે છે.

સાથ હતો આપણો દિવસ રાતનો વર્ષોથી

બસ, હવે તો જીવનમાં એકલતાનો સાથ વધી ગયો..




Thursday, July 28, 2011

કહ્યું વાદળને કે જરા જઇને મારો સંદેશો તો આપી આવો એને
કે હુ કરુ છુ પ્પ્રેમ એને બહુ..
વાદળે કહ્યું " હુ તારા આંસું નો ભાર ઉપાડીને જઈ નહી શકું,
ત્યાં પહોંચીશ ને બસ ખાલી વરસી પડીશ..
નીતા કોટેચા.. "નિત્યા"


Saturday, May 7, 2011

હાયકુ

પહેલી વાર કોશિશ કરી છે હાયકુની..



તારી જ રાહ

જુવે છે આ મન ને

વરસે આંખો..



નીતા કોટેચા "નિત્યા"


Monday, January 3, 2011

મુંબઈ સમાચાર માં તારીખ 0૬/૧0/૨૦૧૦ ના છપાયેલ મારી કવિતા