Nawya.in

nawya

Tuesday, December 18, 2007

36)
...
ચાલો દોસ્તો અને મારી પ્રિય સખી ઓ,
આજે હુ જાઉ છુ દિલ્હી , જાત્રા કરવાં અને સાથે ફરવા.
બહાર નીકળીયે એટલે પાછા આવીયે ત્યારે સાચ્ચા.
નહી તો રામ બોલો ભાઇ રામ તો છે જ.
કોઇનેં પણ મારી વાત નુ, જાણતાં, અજાણતાં દુઃખ થયુ હોય તો હ્રદય થી માફી માંગુ છુ.
અને જો પાછી આવીશ તો હજી વધારે પકાવીસ અને હેરાન કરીશ હજી વધારે.
અને કોઇને ઇછ્છા થાય ને હુ યાદ આવુ તો મને mail કરજો. આવીનેં વાચીશ. અને જવાબ આપીશ. missssssssss uuuuuuuuu allllllllll
with loooooooooooooots of love नीता।
N.


Saturday, December 15, 2007

*

આ જિંદગી સુની વેરાન છે આવી જા,
આ મોતપણ હવે બેતાબ છે આવી જા.

આ નયનો ને તારી જ રાહ છે આવી જા,
આ અશ્રુ પણ દુનિયા ડુબાવશે આવી જા.

એક જ હવે તો આશ છે આવી જા ,
આ મનને કરવાં છે દિદાર તુ આવી જા.

બસ હવે મોત ની અમાનત થઈ ચુકી છુ, સમજી લે,
અરે મારા જનાઝાં માં તો, હવે તુ આવી જા.


Thursday, December 13, 2007

34)
...
મુલાકાત


મહાલક્ષમી જાવાનુ નક્કી થયું. નીલાદીદી ને મલવાનુ થયુ. ખુબ ગમ્યુ. છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. પણ પડવુ પડ્યુ.
પણ આ મશીન (કોમ્પુટર)ની આભારી હંમેશા રહીશ કે આટ્લા સારા લોકો સાથે ઓળખાણ કરાવી.
નીલા દીદી સાથે મલીને એમ થયુ કે હુ કોઇ ૪૦ વર્ષ નાં બેન ને મલુ છુ. ખુબ ગમ્યુ.
નીલા દીદી એટલે બ્લોગ ની દુનીયા નાં પહેલા વ્યકતી કે જેમની
સાથે મુલાકાત થઈ.
અને જે સફળ અને સરસ બન્ને રહી .સફળ એટલે કહીશ કે નીલા દીદી ને પણ મારો સાથ ગમ્યો. કારણ નવા વ્યકતી ને મલીયે ત્યારે સૌથી વધારે ચીંતા હોય કે આપણે એમને ગમશુ કે નહી. અને સરસ એટલે કહીશ કે અમે મહાલક્ષમી મંદિર માં બેસીને ભજન ગાયુ, અને ખાસ તો છુટ્ટા પડતા વખતે છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. દીદી આભાર, મારુ માનીને તમે મને મલવા આવ્યા.તમને કદાચ હુ સમજાવી નહી શકુ કે મને કેટલો આનંદ થયો છે. નીલા દીદી, મને તમે ખુબ ગમ્યા. અને હવે મારે હજી બ્લોગ ની દુનીયાં નાં બહુ બધા લોકોને મલવુ છે. આપનો પ્રેમ અને આપનાં આશિર્વાદ હંમેશા મારા પર રાખશો. મલતા રહેજો આમ જ.
એ લાગણી થી ભરેલી મુલાકાત હુ જિંદગીભર નહી ભુલુ.
N.


Wednesday, December 12, 2007

33)
...
ચક્રવ્યુહ્
...



મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.

સંબધ માં તિરાડ પડવા માટે બસ

આ એક હતુ બહાનુ,



ખરાખરી નો જંગ તો ત્યારે હતો,

તમે હતા જ્યારે મારા વિરોધી ઓ માં.



લડુ કેમ તમારી સાથે હુ તો ,

તમે હતા મને જીવ થી વ્હાલા.



જિંદગી નાં હર એક ખુણે થી ,

જો જિંદગી નિહાળશું,



એવા ચક્રવ્યુહ માં વિંટાયેલા હશુ,

જે ઉભા કર્યા, આપણે જ હતા.
N.


32)
....
આરામ

સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
"તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ,
"તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ,
"માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ
"તુ શાંત થા તો મને આરામ મલે"
.
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"
N.


Monday, December 10, 2007

31)
..
પ્રેમ(૨)
...


પ્રેમ વિશે જેટલુ લખીયે એટલુ ઓછુ છે એ વાત એક્દમ સાચ્ચી છે.
પણ પ્રેમ શબ્દ બોલીયે એટલે પહેલા બે જ જણા આવે મગજ માં એક સ્ત્રી અને એક પુરુષ.
કારણ કે મે બહુ બધાને પુછ્યુ તો મને જવાબ આપ્યો કે હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ હુ કહુ થોડી વાર માં.અને હજી જવાબ નથી આવ્યો.
બહુ બધા એવા પણ છે જેમને સમય નહી મલ્યો હોય લખવા માટે .
પણ બધે આડબર જ દેખાણો. કોઇ પાસે જવાબ ન હતો.
અને આકરુ લખવાની ઇછ્છા થાય છે આજે. તો લખીશ જરુર થી.
શુ છે પ્રેમ્?
કાંઇ નહી .પ્રેમ જેવુ ક્યાય કાંઇ છે જ નહી.
મને orkut પર એક સખી મલી હતી હુ નામ નહી આપુ.
પણ આજે એની વાત કરવાની ઇછ્છા થાય છે. આ એક સત્ય વાત છે.
orkut પર મે બહુ બધા મિત્રો અને સખીઓ સાથે મિત્રતા બાંધી.
અને બહુ બધા અજાણ્યા લોકો ની જિંદગી વિષે જાણ્યુ. ત્યા આ એક સખી મલી.
ચલો એનુ નામ કહી દઊ.કાંઇ ફરક નહી પડે નામ કહેવાથી.
એનુ નામ પ્રિયા,
પ્રિયા સાથે મારી વાતો થાતી . પહેલા orkut પર ,પછી ONLINEઅને પછી એકાદ વર્ષ પછી ફોન નંબર આપ્યા એક બીજાને. એટલે ફોન પર.ામે બન્ને સાર મિત્રો બની ગયા હતા.
હવે મને ઇછ્છા હતી એને એક વાર જોવાની એને મલવાની. એ બહુ ખુશ ખુશાલ વ્યક્તી હતી.અને એ હંમેશા કહેતી તારી સાથે વાતો કરવાથી હુ મારુ બધુ દુઃખ ભુલી જાવ છુ.હવે મૌત આવે તો પણ વાંધો નથી.
અને એક વાર એને મુંબઈ આવવાનુ થયુ.મે એને કહ્યુ આપણે મલશુ?
તો કહે હા ચલ મલશુ.અમે સિધ્ધિવિનાયક મંદિર પાસે મલવાનુ નક્કી કર્યુ.
સમય પર હુ પહોચી ગઈ અને એની રાહ જોવા લાગી.
હમણા આવશે હમણા આવશે.
અને મને રાહ જોવે એક કલ્લાક થી ગયો.હુ આકુળ વ્યાકુળ થાતી હતી કે જેની સાથે હુ ૨ વર્ષ થી વાત કરુ છુ.
આજે મલવાનુ વાયદો આપીને કેમ ન આવી???????????મે એનાં મોબાઈલ પર કેટલા ફોન કર્યા તો ફોન પણ બંધ હતો.
મને એના પર શક નહોતો આવતો . મને એની ચીંતા થાતી હતી.કે કાંઇ અકસ્માત કે એવુ તો નહી થયુ હોય ને??????અને આખરે હુ ત્યાથી ઘરે જાવા માટે હાલવા લાગી .
અને એનો ફોન આવ્યો.અને હુ વરસી પડી કે" આ શુ છે પ્રિયા મને કેટલી ચીંતા થાતી હતી તારી."
તો કહે" જો આ તારો પ્રેમ તો મને પાગલ કરી નાંખે છે."
મને કહે" હુ તને એક કલ્લાક થી દુર ઉભી રહીને જોવ છુ.પણ હુ તારી સામે નહી આવુ.હુ તારા સ્પર્ષ ની લાયક નથી."
મને કાંઇ સમજાતુ ન હતુ.ત્યા એ બોલી "નીતા મારા વર નથી .એમને ગુજરી ગયે ૫ વર્ષ થઈ ગયા. બે નાના બચ્ચા છે. એમની જવાબદારી છે.અને મને એક વાર ફીસ ની જરુરત હતી ત્યારે મે મારા નણદોઈ ને વાત કરી તો એમણે કહ્યુ કે આવ ઓફીસ માં અને લઈ જા.નીતા આગળ તને કહેવુ નહી પડે કે મારી સાથે શુ થયુ હશે.મારે તારી સામે નથી આવવુ.કારણ હુ મલીશ તો તુ મને ગલે મલીશ. અને તાર સ્પર્ષ ની હુ લાયક નથી."
મે એને કહ્યુ જો પ્રિયા મને મલ. "મને તારી સાથે કાંઇ વાંધો નથી તુ મલ."
તો કહે "મારે તને જોવી હતી મે જોઈ લીધી.ચલ હવે નહી મલીયે"
.અને હુ કાંઇ કહુ એની પહેલા એણે ફોન કટ કરી નાંખ્યો.અને એ દિવસ થી આજ દિવસ સુધી એનો ફોન પણ નથી લાગતો.એણે નંબર પણ બદલી નાખ્યો છે.
અમે બંન્ને એ એક બીજાને પ્રેમ કર્યો. પણ આજે એ એકલી છે દુનીયા એને પીંખવા બેઠી છે અને એ પીંખાવા.એની પાસે ભણતર ન હતુ . કે એને કોઈ ઓફીસ માં કામ મલે. એ બધાનાં ઘરે રસોઈ બનાવવા જાતી હતી.શુ હશે એના હિસાબે પ્રેમ ની વ્યાખ્યા??????????હુ આજે પણ એને યાદ કરી ને રડી પડુ છુ.આવા તો કેટ કેટલા લોકો મલ્યા મને,જે હજી પણ વાતો કરે છે પણ પ્રેમ નુ નામ પડે ને તો કહે મુક ને નીતા. આવુ કાંઇ છે જ નહી.ઓહ્હ્હ પ્રિયા જો તુ આ બ્લોગ ભુલ થી વાંચે તો મને ફોન કરજે.
આ દુનીયા માફ કરવાને લાયક જ નથી.
A.C ઓફીસ કે ઘર માં બેસીને બધી સારી સારી વાતૉ બોલવી બહુ સહેલી છે દોસ્તો.
N.


Sunday, December 9, 2007

30)
...
પ્રેમ
...

પ્રેમ કરવાની કળા શીખવાની હોય?
પહેલા નાં જમાના માં એમ કહેતા કે પ્રેમ કરવો નથી પડતો થઈ જાય છે.
પણ હવે જમાનો બદલાઈ ગયો છે .
આજનાં બાળકો કહે છે કે પ્રેમ કરતા પહેલાં જોવું પડે કે એ ક્યાં રહે છે ?
એ કમાય છે કેટલું? દેખાવ માં કેવો છે ?બધું જોઇને પ્રેમ કરે છે.
આજે દીકરી હોય તો કહે છે કે હવે અમે પણ કરીએ છીએ . તો અમે શું કામ બધું બરોબર જોઈને જાણીને લગ્ન ન કરીએ?
આજનાં બાળાકો એ એટલી હદ સુધી પ્રેમ ની વ્યાખ્યા બદલી નાખી છે કે આપણને આપણા વિચારો પર શક થાય કે આપણે વિચારતા હતા એ ખોટું હતું.
ચલો કદાચ આપણે એમનાં વિચારો નહીં બદલી શકીએ તો શું આપણે આપણા વિચારો બદલી
શકીશું ?)
આપણે આપણા વિચારો, કદાચ ફક્ત મારા પણ હોઇ શકે. એ જોઇયે.
પ્રેમ એટલે સમર્પણ
ફકત પોતાનાં પ્રિય પાત્ર ની ખુશી.
પ્રેમ એટલે કોઈ પણ જાતની માંગણી નહીં.
પ્રેમ એટલે ફકત આપવું
પ્રેમ એટલે પોતાનાં પ્રિય પાત્ર ને કોઈ પણ જાતનુ દુઃખ ન થાય.
પ્રેમ કોને થાય?
શું પ્રેમ એક સ્ત્રી પુરુષ ની વચમાં જ થાય?અને સ્ત્રી પુરુષ ની વચમાં દોસ્તી ન થઈ શકે?તો એ દોસ્તી ને પ્રેમ ન કહેવાય?
શુ પ્રેમ ઉંમર જોઈને થાય? હુ મારા સાસુ ને પ્રેમ કરુ છું. હું મારા ઘરનાં બધા સભ્યો ને પ્રેમ કરું છુ.અને શું એ પ્રેમ માં પણ એ જ બધુ ન જોઈયે ને પ્રેમ કરું છુ.
મારા મતે પ્રેમ પાગલપન છે.
મે બહુ બધા સાથે પ્રેમ વિષે ચર્ચા કરી યુવાનવર્ગ થી કરીને વડિલો ને પણ પુછ્યુ .
પહેલાં યુવા વર્ગ શુ વિચારે છે એ કહું.
દીકરીઓ ઓ ને પૂછ્યું તો કહે આંટી, કૉલેજ - માં થાય એને આકર્ષણ વાળો પ્રેમ કહેવાય્.કે જે દુધ નાં ઉભરા જેવો હોય્.ને લગ્ન પછી પ્રેમ હોય્?ફક્ત એક બીજાને સંભાળવાનુ અને સાંભળવાનુ.ક્યારેક પ્રેમ હોય તો ક્યારેક રાડા રાડી. એ તો ફક્ત જરૂરત પૂરી કરવાનુ સાધન લીગલી મેળવવાની એક ક્રિયા છે.બસ ખીસામાં માં પૈસા હોય તો બધો પ્રેમ આવે. ન હોય તો જુઓ એ ફેરા, અને ત્યારે લીધેલા વચનો બધાનુ બાષ્પીભવન થઈ જાય.
હવે એ દિવસો ગયા જ્યારે પહેલી નજર નો પ્રેમ થતો. હવે અમને કોઈ પ્રપોઝ કરે ને તો અમે કહી દઈએ કે ભણ્યા પછી તું શુ બને છે કેટલું કમાય છે એ જોઈને હું નક્કી કરીશ કે મારે તારી સાથે લગ્ન કર્વુ કે નહી.
મને ચક્કર જ આવી ગયા કે આ હું શુ સાંભળ છુ?
પ્રેમ ની વ્યાખ્યા આટલી બદલાઈ ગઈ અને મને ખબર પણ નથી.
હવે આ લોકો ને સાચા ગણવા કે ખોટાં.
વડિલો ને પુછ્યુ તો તેમનુ કહેવુ છે પ્રેમ એટલે પ્રેમ આપણે જેને પ્રેમ કરતા હોઈયે એને સાચવવુ એ પ્રેમ ની વ્યાખ્યા હોય જ નહી.
અને આજનાં બાળકો. ગજબ નુ વિચારે છે.મારો પણ જમાનો હતો.માર પણ સખી ઓ હતી એમને પ્રેમ થતો અને તૂટતો અને એ બધા પર હું લખતી એ જણાવુ છુ.

તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,
અને
મારી સાથે રહેવુ તને ફાવે એમ ન હતુ.

હું તારી યાદ માં જીવુ છુ હર પળ
અને
તુ મને ભૂલીને જ જીવી શકે છે.
હું તારા વગર જીવી નહી શકું
પણ
તું મારી સાથે જીવી નહીં શકે

આખરે
મે નક્કી કર્યુ કે
તારી સાથે જીવી ને તને હેરાન કરવુ
એના કરતા
તારા વગર જ મરવુ સારુ.

અને આજે તો જો મારી નાંખવા સુધી ખચકાતા નથી.
ખબર નથી સાચુ શું?
N.


Saturday, December 8, 2007

29)
...
થોડુ દર્દ

આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
,કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।
કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.


પાનખર માં પડેલાં પાન ને જોઇને
દુઃખ થાય છે કે
આ ઝાડ પાછુ લીલુછમ થાશે ક્યારે?
અને વંસત ઋતુ માં ફુલોને જોઇને
દુઃખ થાય છે કે
આ ફુલો પણ ઝાડ ને છોડી ને ખરી પડશે?
N.