Nawya.in

nawya

Thursday, September 3, 2009

બ્લોગનો જન્મ દિવસ

આજે મારા બ્લોગને ૨ વર્ષ થયાં..

અહીંયાં આવવાથી મને બહુ સારા લોકો સાથે મુલાકાત થઇ..

હુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છુ કે તેઓ એ હંમેશ મને સાચ્ચુ માર્ગ દર્શન આપ્યું છે...

બસ આપ સર્વેનાં આશીર્વાદ અને પ્રેમ હંમેશ મને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરીશ...


Friday, May 22, 2009

શબ્દો ખોવાઈ ગયા છે સંબંધો ની માયા જાળ મા..

અને અટપટું લાગે છે સગળુ ..

આ દંભ ભરી દુનીયા માં..

ગોતવા લોકો નો પ્રેમ નીકળી ગઈ છુ,

હુ તો શ્વાસ ઉધાર મૂકી ને...

પણ પોતાનાં રહ્યાં નથી પોતાનાં હવે,

જીવન મરણ વચ્ચે નાં સંબંધ સુધી...


નીતા કોટેચા


આ મને શું સપનું આવ્યું કે તમે પાસે હતા..

અને હવે મને કેમ તમે દેખાતા નથી ..

અને આ શું??

મને થયું કે તમે મારા હતા..

પણ હવે તો સપના માં પણ મલતા નથી તમે...


નીતા કોટેચા..


ધારતા ધારતા બધુ, જિંદગી પુરી થઈ ગઈ ...

અને તુ મારી, તુ મારી.. કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..

હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...

અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ..


નીતા કોટેચા


ઊકળતા આંસું મે જો્યા..

અને ઠંડાં નિસાસા મે જો્યા..

જરા જરા સી વાત પર માણસ ને મે ટુટતા જો્યા..

હવે ક્યાં રહી છે એ સહનશકતી ની વાતો ..

હવે તો વાતે વાતે માણસ ને મે વેચાતા અને ખરીદતા પણ જો્યા..

કરશું ક્યારે પોતાનાં આત્મા નો ઉધ્ધાર??

અહીંયાં તો ક્ષણે ક્ષણે મે આત્મા ને કચડતા જોયા....

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..


નીતા કોટેચા


Wednesday, May 20, 2009

દુનિયા મા એ લોકો ને જ પોતાનાં ગુરુ માનો જે તમને હેરાન કરે અને તમને હાનિ પહોચાડે..
તમને દગો આપે અને તમારી સાથે બેવફાઇ કરે..
એ જ જીવન જીવતા સીખડાવે છે..

નીતા કોટેચા


સમય ક્યાં છે કોઇને કે એ સમય કાઢે મારી માટે..

અને સમય કયાં છે કોઇને કે જે પુછે હાલત મારી ...

આટલા વર્ષો માં મળ્યાં એવા જ બધા ..

ચલો આજ એક નો ઉમેરો થઈ ગયો...

નીતા કોટેચા


Sunday, May 10, 2009

ઓ મમ્મી મને માફ કરી દે જે..


એક વાર તુ રડી પડી હતી ...

મારાથી તને જોર થી કંઇક કહેવાઈ ગયું હતું..

પણ તુ રસોડા માં કામ કરતા કરતા રડતી હતી..

મને જણાવવા ન દીધુ હતું..

અને હુ અચાનક પાણી પીવા રસોડાં માં આવી ,

તો જોયુ તો તારી આંખો માં થી અશ્રુ સતત વહેતા હતા.

મે પૂછ્યું શું થયું મમ્મી,કેમ રડે છે??

તો તે કહ્યું નીતા, મારુ બાળક મને જોરથી કંઇક કહે તો હુ કેમ સહન કરુ??

મને બહુ જ દુખ થયું હતુ..મે મારી માતા નું હ્રદય દુભવ્યું ..

હુ એને વળગી પડી અને મે કહ્યું તો તુ મને વઢ ને ..કેમ ચુપચાપ રડે છે??

તો તે કહ્યું ..ના, હુ જોર થી બોલું તો તને દુખ થાય ને નીતા...

એ વાત આજે પણ યાદ કરીને હુ રડી પડુ છુ મમ્મી..

મને માફ કરી દે જે મમ્મી ..


નીતા કોટેચા..


Wednesday, March 11, 2009

http://sab-ras.blogspot.com/2009/03/blog-post_5267.html

સ્વાતંત્ર્ય દિવસ


મારી વાર્તા કે જેને મળેલુ ત્રીજુ ઇનામ ..જરુર થી વાંચશો...




Monday, February 9, 2009

શું કરવુ

તારા અને મારા હ્રદય વચ્ચે આ દીવાલ બંધાણી ક્યારે ખબર ન પડી ...

પુલ ટુટત તો ચાલત..આ દીવાલ નું શું કરવુ??

તારા અને મારા સંબધ વચ્ચે આ શંકા આવી ક્યાંથી ...

અબોલા હોત તો ચાલત પણ આ નફરત નું શું કરવુ??

તારા અને મારા વચ્ચે આ મૌન ક્યાંથી આવ્યુ ખબર ન પડી ...

ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??

તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..

પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...



નીતા કોટેચા...


Wednesday, January 21, 2009

જીવન એક સંઘર્ષ....


શ્રધા..

પીળા પાંદડા જેવા દિવસો

ઝડપથી ખરી રહ્યા છે..

હવે, સમયની ટોચ પર

લીલાંછમ પર્ણો જેવી રાતો

અને

રંગીન પુષ્પો જેવા દિવસો બેસશે..

દુરની ડાળી પરનું પંખી ચહેકી ઊઠશે

એ સાચું છે કે પાનખર તમારું

સર્વસ્વ હરી લે છે ...

પણ બદલામાં તે તમને અર્પે છે ,

વંસત.

એક ઉષ્મા ભરી વંસત....

યશોદા પલણ...

નમસ્તે મિત્રો ...

તમારી દુનિયા માં હું આજે પ્રથમ વાર પ્રવેશી રહી છું..મારું નામ યશોદા પલણ ..હું લેખીકા છુ..અને કવયિત્રી પણ છું..મારા બે પુસ્તકો "એક દંડીયો મહેલ" અને "ઓકટોપસ" પ્રકાશિત થયા છેં...

તમે મને મળ્યા હો તો તમારાં મનમાં વિચાર થાય કે હુ કઇ રીતે લખતી હોઈશ..કારણ કે હું ફિઝિકલી હેન્ડીકેપ છું..સાત વર્ષ ની ઉમરે રુમેટોઈડ આર્થ્રાઈટિસ નામની બીમારી લાગુ પડી ત્યારથી હું લગભગ પથારીવશ છું..બન્ને પગ ગોઠણ માં થી બેન્ડ થતા નથી ..જમણો હાથ સીધો રહે છેં..અને બન્ને બે આંગળી ઓ વાંકી રહે છે...એ વાંકી આંગળીઓ વચ્ચે પેન પકડીને સૂતા સુતા જ લખું છું...

અપંગતા ને તો સહી લીધી પણ હવે મારી આંખનો રેટિના નબળો પડી ગયો છે ..આંખની રોશનીને બચાવવા મારે દર બે મહીને ઇંજેકશન લેવા પડે છેં...ડો... રાહત નાં દરે રૂ... ૫૦૦૦ ...ઇંજેકશન દીઠ ફી લે છે એક વર્ષ નાં ૬ ઇંજેકશન એટ્લે ૩૦,૦૦૦ રૂપીયા.. હુ ફકત પાંચ વર્ષ ઇંજેકશન લઊ તો પણ દોઢ લાખ નું બજેટ થઈ જાય આટલો ખર્ચ મને પોસાય એમ નથી પણ આંખ મારું જીવન છેં..આંખને બચાવવી તો પડશે જ મિત્રો..તમે મને મદદ કરી શકશો મિત્રો??.આવવા જવાના સાથે મળીને ૮૦૦૦ સુધી નો ખર્ચ થાય છે..

મારુ સરનામુ...

યશોદા પલણ

ડી. લોહાણા મહા પરિષદ

૧ લે માળે...રૂમ નંબર ૩૯..એન .એસ રોડ,

મુંલુડ (વેસ્ટ)...મુંબઈ ૪૦૦૦૮૦..

કોઇ ચેક થી જો આપવા માંગતા હો તો yashodaa palan નાં નામે ચેક આપી શ્કો છો...

મારા ડો..નું નામ

DR.ગૌરવ શાહ...mob. no. 9820047411

નેગમ મંદિર ..બોરીવલી વેસ્ટ...

અને મને જેમને મળવુ હોય તે નીતા ને કહેશે તો એ આપને મારા ઘરે લઈ આવશે...

આપની મિત્ર યશોદા પલણ...

neetakotecha.1968@gmail.com

neetakotecha_1968@yahoo.co.in


બંધ હોઠ પર ફરિયાદ આવી ગઈ

આજ,ફરી કોઈની યાદ આવી ગઇ

માંડ માંદ સપનાં રમતાં શીખ્યા'તા,

હમણા તો હોઠ હસતાં શીખ્યા'તા

ખીલતી પાંદડીઓને પાનખર લાગી ગઈ...આજ...


ઉપેક્ષાની ડાળીએ ખીલેલું ફુલ છું,

વિધાતાની સૌથી ગંભીર ભુલ છું,

જનમી છું જગમાં અભિશાપ લઈ... આજ..


નથી કોઈ મારું , નથી કોઇની હું,

આંખડીના અશ્રુઓને ચુપચાપ પી લઉં,

તમસભરી રાત્રિ કદી પુરી થઈ નહિ... આજ...


અધૂરી રહી ગઈ જીવન કહાણી,

હૈયાની ધરતી સાવ રે સુકાણી ,

ત્રુપ્તિનું બિંદુ એકેય મળ્યું નહિ....આજ..


જુઠી આ દુનિયાના જુઠા સહારા,

અમને પડ્યા મ્રુગજળથી પનારા,

શીતનગરમાં કોઇ કોઇનું નહિ... આજ....

યશોદા પલણ..



હ્રદય મારી પાસે પણ નથી

તારુ દર્દ જો હુ ન સમજુ
અથવા
જો હુ તને દર્દ આપુ ..
તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી..

નીતા કોટેચા.


Thursday, January 8, 2009

ન જોયો

ભર બપોરનો છાંયડો જોયો

અને

જોયો સમી સાંજ નો તડકો..

આ દુનીયા માં જોયુ બહુ બધુ

પણ પ્રેમ નો ઓછાયો જ ન જોયો..

બે પંખી કરતા હતા વાત

તો એ વાત કેવી હતી..

ગામ ફર્યા અને દેશ ફર્યા

પણ

સાચ્ચો માનવ ન જોયો..

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી

અને છે ભરપૂર બનાવટી સંબંધો થી ..

જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને

પણ મનથી કોઈને હસતા ન જોયો....

નીતા કોટેચા