Nawya.in

nawya

Thursday, October 23, 2008

દિવાળી


મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...

હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...

પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..

મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??

તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...


કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...

મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???

જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????

તો ચલો મિત્રો,

આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...

આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..

એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...

તો ચલો

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....

નીતા કોટેચા તથા પરીવાર તરફ થી

બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....


નીતા કોટેચા


Tuesday, October 21, 2008

નથી...
..........................

કાંટો થી ભરેલો પાલવ,

કોઈનો હોતો નથી....

અને

ફૂલો થી ભરેલી રાહ ,

જિંદગી ની હોતી નથી...

આંસું વગર ના નયનો,

કોઈનાં હોતા નથી...

અને

ઉદાસી વગર નું

હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..

છતા પણ

સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

નીતા કોટેચા...


Friday, October 17, 2008

એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................

.......................


જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની

કોઈક ની બહેન

કોઈક ની દીકરી

અને કોઈક ની વહુ હતી..

પણ હે માતા તુ કેમ ગઈ ???

તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...

રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,

અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,

કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...

આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...

જો એ પણ કહે છે રડતા રડતા...

મમ્મી મને પણ plsss સાથે લઈ જા..

તોય કેમ આજે તુ પીગળતી નથી???

નીતા કોટેચા
Saturday, October 11, 2008

સમય દેજે
...............

હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે..લોકો જે દૂર થયા છે,

એની પાસે જવાનો સમય દેજે...

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....

નીતા કોટેચા


Thursday, October 9, 2008

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
.............................................................

તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...

આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....