Nawya.in

nawya

Thursday, February 28, 2008

45)આજે સાતમ
૧૯૯૬ ની સાતમે મારા પપ્પા ને મારા થી છીનવી લીધા હતા.એ દિવસ હજી પણ નજર સમક્ષ છે. એક એક ક્ષણ મને યાદ છે..આગલા દિવસે મને કહ્યુ હતુ મારે એકલા એ ઉપર જાવાનું ..તમે બધા અહિયા જ રહેશો..જોજે હુ ધક્કો મારીશ ઉપરવાળાને .પણ એની પાસે કોનુ ચાલ્યુ છે કે મારા પપ્પ્પા નું ચાલે ?અને આખરે કાળ એમને ભરખી ગયો..આજે એમની વાત કાઢવા ની ઇછ્છા એટલા માટે થઈ કારણ તેઓ પણ તમને બધાને મલે અને જોવે કે એમની દિકરી એ બ્લોગ બનાવ્યો..આજે કેટલાં જણા એમની દિકરી ને ઓળખે છે પણ ...મારા જીવ નાં સંતોષ ખાતર જ સહી.. મને ખબર છે કે એક વાર જાય એ પાછુ વળી ને જોતા નથી ..પણ આપણે તો યાદ કરી શકીયે ને...તો આજે મરા બધા નવા friends ને મલાવા લઈ આવી મારા પપ્પા ને...પછી મે એમની માટે એક પત્ર લખ્યો એ તમને વંચાવુ છુ... આમાં થી એક ફોટો મારા લગ્ન સમય ની વિદાઈ નો છે.
19/8/२०००
પ્રિય પ્રિય પપ્પા
પપ્પા આજે તમારી બહુ યાદ આવે છે. રોજ યાદ આવે છે, પણ આજે વધારે જ આવે છે.. બહુ વાર સાંજે કેટલી વાર આકાશ સામે જોતી ઉભી રહુ છુ કે જો તમે અમને છોડી ને ઉપર ગયા હો તો ક્યારેક તો તમારુ મોઢુ અમને જોવા મલશે ને, પણ તમે કોઇ દિવસ પણ ત્યાં ની બારી માંથી ડોકિયું કાઢતા જ નથી. તમારા વગર નું ઘર ગમતુ નથી પપ્પા.
કેમ ચાલ્યા જાય, તે લોકો જોવા નથી મલતા,,તમારા વગર તમારા જેવુ કોઇ લાડ નથી લડાવતુ। પપ્પા એક વાર તો માથા પર હાથ ફેરવીને જેમ પહેલા સુવડાવતા હતા એમ સુવડાવો। લગ્ન થયા ત્યાં સુધી મારા માથા પર હાથ ફેરવતા હતા તમે,
હવે કોણ ફેરવશે?
પપ્પા એક વાર મોઢુ તો બતાડો ।
પપ્પા MISSSSSSS UUUUUUUUU
તમને ખુબ પ્રેમ કરવાવાળી તમારી દિકરી॥
..
ક્યારેક એમ થાય કે
હે પ્રભુ તારો પણ કોઇ ઇમેઇલ આઈડી હોત...
ભલે તને સમય ન હોત તો પણ અમે અમારા પોતાનાં ઓ સાથે વાત તો કરી શકત.
કેવુ લાગત જો મારા નામ નીચ્ચે લખ્યુ હોત પપ્પા.
અને અચાનક ત્યા લીલી લાઈટ જોવા મલત॥અને હુ બુમો પાડીને બધાને ભેગા કરત કે...
જલ્દી આવો પપ્પા ઓનલાઈન છે.
પણ તારા હિસાબ બરોબર છે.
જો તારો આઈડી હોત તો આ સંસાર નું શું થાત?
હમણા ઇછ્છુ કે પપ્પા હોય જ ક્યાકં ઓનલાઈન ,
પણ કયાં સ્વરુપે જન્મ મલ્યો છે ખબર નથી.
જ્યાં હો ત્યાં તમને દુનીયાં ભર નું સુખ મલે અને ખુશી મલે.
એ જ પ્રાર્થનાં
.


Sunday, February 17, 2008

44)
" મારી દીકરીનાંલગ્ન ની સાંજી રાખી છે.તો જરુર થી આવજો"પ્રિયા નો ફોન હતો.
દીકરી5th માં હતી ત્યારથી જ એણે એને યુએસએ ભણવા મોકલી હતી.
જ્યારે મલે ત્યારે એ દિકરી ની વાત કરતી ન થાકતી..ભગવાને પૈસો એટલો આપ્યો હતો કે ખુટ્યો ખુટે એમ ન હતો.એ જ્યારે મલતી ત્યારે કહેતી કે મારી દીકરીજાણે કાચની પુતળી...હંમેશા એની દીકરીને જોવાની ઇછ્છા થાતી..આજે મોકો મલ્યો હતો.હજી ગઈકાલે દીકરીઆવી હતી બે દિવસ માં લગ્ન લેવાના હતા .અને અઠવાડીયાં માં તો એ પાછી જાવાની હતી..પ્રિયા ની ઇછ્છા હતી કે લગ્ન તો ભારત ની ભુમી પર જ રીત રીવાજ સાથે જ થાવા જોઈયે..મમ્મી ની ઇછ્છા ને માન આપીને લગ્ન આખરે મુંબઈ માં નક્કી થયા. અને આજે એમણે સાંજી રાખી હતી..હોંશ હરખ તો માતો ન હતો..અને એમનાં ઘરે જઈને જોયુ તો સાચ્ચે જ દીકરીતો જાણે કાચની પરી..
બધા ગોઠવાણા પોતપોતાની જગ્યા પર્ર અને સાંજી ગાવા વાળા ઓ એ લગ્ન ગીત ચાલુ કર્યા..


ગણેશ પાટ બેસાડીયે,ભલા નિપજે પકવા...ન
સગા-સંબંધી ને તેડીયે..જો પુજ્યા હોય મુરાર


એ ગીત પત્યુ અને બીજુ ચાલુ કર્યુ..


ગુલાલ વાડી ચૌટા માં રોપાવો રે...
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે..

અને ત્યા ગીત ગાવા વાળા બેન અટ્ક્યા અને દીકરીને કહે કે "તુમ્હે પતા ચલા મૈ ક્યા ગા રહી હુ..મૈને ગાયા કી તુમ્હારા શાદી કા જો card હૈ ન વો ચાર દેશ મે સે સબ અપને રિશ્તે દારો કો બુલાને કે લીયે ભેજો..અને પછી બીજી લાઈન ચાલુ કરી અને પાછુ એનું ભાષાતંર કર્યુ..મને એટલુ અચરજ થયુ કે આ દીકરીજે કાંચ ની પુતળી છે એને ગુજરાતી સમજાતુ જ નથી..આમને આમ બે ગીત પુરા થયા ભાષાતંર કરતા કરતા..જે હોંશ સાથે હુ સાંભળવા ગઈ હતી એ બધુ ભુક્કો થઈ ગયુ..મને દુઃખ થાતુ હતુ કે આ શુ?આટલી હદ સુધી ગુજરાતી ન આવડે ..માન્યુ કે ચલો કોઇક કોઇક શબ્દ ન આવડે પણ આ તો આખી પોતાની ભાષા જ ન આવડે ..હદ થઈ ગઈ..મને યાદ આવી આપણી વાતો કે જે આપણે બ્લોગ પર અવારનવાર વાંચતા હોઈયે છીયે કે આપણી ભાષા બચાવો. અને અહીયાં તો ગુજરાતી ઘર ની દીકરીને જરા પણ ગુજરાતી નહોતુ આવડતુ..સહન થાતુ ન હતૂ મારાથી .એટલે બહાનુ કાઢીને ઘરે આવી ગઈ..પણ મન ચકરાવે ચડી ગયુ.કે આવા કેટલાં એ બાળકો હશે આપણા ગુજરાતી ઘરો માં જેમને બિલ્કુલ ગુજરાતી નહી આવડતુ હોય્.તો કમસેકમ આપણે આપણા ઘર માં તો પહેલાં નજર કરી જ લઈયે કે ક્યાંક દીવા તલે અંધારુ તો નથી ને..અને ઘર માં આવીને મે મારી દીકરીઓ પર સવાલો નો વરસાદ ચાલુ કરી નાખ્યો..તો થોડુ અંધારુ તો મારા ઘર માં પણ મને દેખાણુ ..એટલે નક્કી કર્યુ કે જેટલુ બને એટલુ વાતો વાતો માં દીકરીઓ ને જેટલુ નથી આવડતુ એ શીખડાવી ને જ રહીશ..આપ પણ બધા નજર ફેરવી જ લેજો. કે આપણા બાળકો ને કેટલુ આવડે છે .અને જો ન આવડતુ હોય તો એમાં એમનો વાંક ન કાઢતાં .કારણ એમાં ભુલ આપણી જ છે..અને એમને હવે સોટી લઈને ભણવા નહી બેસાડાય..પણ વાત વાત માં જેટલુ શીખડાવી શકો જરુર થી શીખડાવજો ..


Thursday, February 14, 2008

43_
........
14/feb/2008

પ્રેમ માં ગળાડુબ રહેવુ સૌને ગમે છે,
સાથે લોકોની મજાક થી બચવુ પણ પડે છે..

પ્રેમ માં પડે છે કોઇ, એમ કેમ બોલાય છે?
પ્રેમ માં તો આસમાન પર પ્રેમી ઓ ચડે છે.

પ્રેમ માં મસ્ત બનીને ફરવુ બધાને ગમે છે,
પણ પ્રેમ માં વફાદારી કેટલાં નીભાવે છે?

સાથી નાં હ્રદય ની લાગણી ઓની ખબર પણ નથી હોતી ,
અનેપ્રેમ છે પ્રેમ છે ,બુમો પાડ્યા કરે છે.

એક દિવસ ફક્ત હોતો નથી, પ્રેમ જતાવવાનોં દોસ્તો
દિવસ રાત પ્રેમી ઓ પ્રેમ માં ઝુર્યા કરે છે...

આંધળા અનુકરણ ની દોટ મુકી છે આપણે તો,
હ્રદય ને સંભાળવાની કદર પણ હોતી નથી .

ક્રુષણ એ કર્યો પ્રેમ,
રાધા સાથે, મીરા સાથે,
અર્જુન સાથે,બલરામ સાથે,
રુક્ષમણી સાથે કુંતી સાથે ,
ભીષ્મપીતામહ સાથે,
યશોદા મૈયા સાથે,દેવકી માતા સાથે,
અને હજારો લાખો ગોપી ઓ સાથે
છતા કોઈયે એની ખેંચાતાણી કદી કરી નહી.

આપણે તો, એક નજર પણ જો કોઈને જોઇ લે આપણો સાથી,
તો સાથ છોડવા પર આવી જાઈયે છીયે.


Sunday, February 10, 2008

42)
...
કાલે જરા બહાર જાવાનું થયુ। રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી।ત્યાં એક રીક્ષા વાળા એ પાન નીં થુંક ફેકીં ।અને મારુ જાવાનું ત્યારે જ થયું। અને મારા કપડા ની સત્યાનાશી થઈ ગઈ।મે એની સામે જોયું । તો એણે sorry sorry કહ્યુ।મે કહ્યુ"ભાઈ તેં મને તો આજે sorry કહી દીધુ। ને હુ તને માફ પણ કરી દઈશ. પણ એક શર્ત છે. જો તુ ઈ માને તો॥"બિચારા ની હાલત એટલી ખરાબ હતી કે એણે કહ્યુ બધુ મંજુર છે.મે કહ્યુ "ઠીક છે તો સાંભળ, તુ રોજ જેનાં પર થુંકે છે એ તને કોઇ ફરિયાદ નથી કરતી. પણ તારે, જેટલી વાર તુ થુંકે તારે એની માફી માંગવાની. તને ના નથી કોઈ વાત ની. પણ તુ મને વચન આપ તો હુ તને માફ કરું."એ સમજ્યો નહીં.મે કહ્યુ "તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી અને તુ તારા માતા નાં ખોળા માં જ બધુ કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમ થી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તે એના મોઢા પર કોઇ દિવસ થુંક્યુ હોત તો એ પણ એક તમાચૉ ઠોકી દેત.તો આ ધરતી માતા પર તુ કેમ આટલુ રોજ થુંકે છે.આટલો એ ભાર ઉપાડે છે તારો, અને તુ એનો ઉપકાર માનવા ની બદલી માં હજી આવી રીતે વર્તે છે." આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુ ની કથા માં સાંભળી હતી જે આજે કામ લાગી ગઈ.
એ નીચું મોઢુ કરી ને સાંભળતો હતો। અને ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી ઘરનાં લોકો પણ હતાં. જેમનાં મોઢા માં મસાલા નાં ડુચ્ચા હતાં, મે જોયુ કેટ્લા લોકો એ બધુ ગળા નીચે પધરાવી દીધું. મને એમ થયુ કે ચાલો મારુ બોલવુ સફળ .કાલે યાદ રહેશે કે નહી ખબર નથી પણ આજે તો અસર થઈ.આવું કેટ કેટલું થાતુ હોય છે આપણી આજુ બાજુ.પણ આપણે આંખ આડા કાન કરીયે છીયે.તો શુ આપણે પણ એમનાં જેટલા જ ગુન્હા માં નથી. આપણે વિચારીયે છીયે કે આપણો દેશ બહારનાં દેશ જેટલો સાફ સુથરો નથી. તો એ કરવામાં આપણી જવાબદારી કાંઇ નહી.
જ્યારે આપણા બાળકો બહારનાં દેશ માં એક વાર જઈ ને આવે છે પછી એમનેં ભારત દેશ ગમતો નથી.
આમાં ખાલી સરકાર ને દોષ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મલીને કાંઈક કરવુ પડ્શે. ચલો કદાચ બહારનાં લોકો સાથે ચર્ચા કરવી આપને ન ફાવતી હોય તો કમસેકમ આપણે આપણા બાળકો ને આપણા સંબધી માં બેઠા હોઈયે ત્યારે આ ચર્ચા તો કરી શકીયે ને॥આપણો ભારત, મહાન દેશ છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો બધા થોડી થોડી જવાબદારી ઉપાડી લે તો કેટલુ સારુ.
Thursday, February 7, 2008

41)

Download the original attachment
“ પુનર્લેખન અને સંપાદનની માયાજાળ...
મુંબઇ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનન્નીય લેખિકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.સાહિત્યજગતને ધીરુબહેનનો પરિચય આપવાનો ન હોય.
સંગીતક્ષેત્રે રિમીકસની બોલબાલા છે તો સાહિત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસ વૃતિ...તમે જે કંઇ કરો તેને વાહ! વાહ ! થી વધાવી લેનારા ચાર,ચૌદ કે ચોવીસ કાંધિયા. જોઇએ...બસ સવારી ઉપડી..આડુઅવળુ જોવાની, જરીકે થંભવાની કે પાછળ ઊડતા ધૂળના ગોટા ગણવાની કશી જરૂર નહીં. આત્મનિરીક્ષણ ને એવી તેવી નમાલી પંચાતમાં પડો જ નહીં... બસ..આગે બઢો...દુનિયા તમારી જયજયકાર કરશે.
પ્રેરણા, પ્રતિભા અને પ્રચંડ પુરુષાર્થથી જે સાહિત્યકૃતિ જન્મી તેનું પુનર્લેખન કરતા વાર કેટલી ? થોડી કાપકૂપ કરો, ભાષાના વાઘા બદલો,કોઇ દયાળુ પ્રકાશક શોધી કાઢો..બસ બેડો પાર. હવેથી એ કૃતિ તમારી. એના પર સમગ્ર અધિકાર તમારા. મૂળ લેખક કયા ખૂણામાં બેઠો બેઠો ઝોકા ખાય છે એ જોવાનું કામ તમારું નથી.પુનર્લેખન કેવો જાદુઇ શબ્દ છે.! આહા! જેને એ કળા આવડી તેને વિક્રય અને વિતરણ આપોઆપ આવડે જ. અરે, ભાઇ, પેલા દળદરી મૂળ લેખકને પનારે પડી રહી હોત તો એ કૃતિ સફળતાના આવા ઉંચા આભને સ્પર્શી શકી હોત ? તમે તો પરાક્રમ કર્યું છે.,પરોપકાર કર્યો છે..મૂળ લેખકનું નામ ખોવાઇ જાય એમાં કશો વાંધો નહીં. સાહિત્યકારને વળી કીર્તિનો મોહ હોતો હશે ? એનું મન ધનમાં નહીં લેખનમાં જ અટવાયેલું રહેવું જોઇએ. વેરાગીની કંથામાંથી તમે એકાદ બે ચીંદરડી ખેંચી લીધી એમાં કશો દોષ નથી. એટલું તમારી જાતને અને જગતને સમજાવી દો એટલે બસ..મામલો પતી ગયો.મગદૂર છે કોઇની કે તમારી સામે આંગળી ચીન્ધે ?
આ કામ તમે ધારો છો તેટલું મુશ્કેલ નથી. કારણકે પ્રકાશકો પણ તમારા જેવા ઉધ્યમી અને અંતરાત્માની ખટપટ વિનાના લહિયા...સોરી..લેખકોની શોધમાં જ હોય છે. એમને એમનો વ્યાપાર ચાલુ રાખવાનો હોય છે. એટલે માલની અછત પાછી પરવડે નહીં. તેથી કેટલીક વાર તેઓ પોતે જ અંગુલિનિર્દેશ કરતા હોય છે કે ક ઇ નધણિયાતી જમીનમાં ખોદકામ કરવાથી કીમતી ધાતુ મળી આવશે. પ્રકાશકો જાણતા હોય છે કે લેખકોને તેમના વિના ચાલવાનું નથી. તેથી તેમની શરતો મોટે ભાગે મંજૂર થઇ જતી હોય છે.
હવે સંચયનો વિચાર કરીએ..કુશળ મુકાદમ જેમ મજૂરોને પકડી લાવે છે અને સાંજ પડયે દનિયુ આપીને રવાના કરી દે છે તેમ સંચયકાર કેટલાક લેખકોને શોધી કાઢે છે અને પ્રકાશકો દ્વારા પાંચ પચાસનું ફરફરિયુ અને છપાયેલી કૃતિની એકાદ નકલ મોકલી આત્મસંતુષ્ટિ અનુભવે છે. અહીં એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખવાનો શ્રમ લેવો પડે છે. પણ બદલામાં પોતાની જીવનઝરમરમાં બે ચાર નવા પુસ્તકોના નામ ઉમેરાય છે તે ફાયદો કંઇ જેવો તેવો છે ? આખરેતો યાદી જેટલી લાંબી તેટલા તમે મહાવિદ્વાન..! જોકે આ સંચયકારો પાપ કરતા પાછુ વાળીને જોવાના સંપ્રદાયના છે. તે લેખકોના નામનો સમૂળગો લોપ થવા દેતા નથી. કદાચ એ નામોના ઉંજણ વડે તેમની ગાડી સડસડાટ દોડે છે.
સંપાદન એટલે સંચયના કાકાનો દીકરો. કુળ એક મૂળ એક. પ્રથમાક્ષર એક..અને એને માથે મૂકાતું મીંડુ એક. કોઇ કહેશે કાળગ્રસ્ત થઇ ગયેલ કૃતિઓ શોધી,એના હાલી ગયેલ હાડકા- પાંસળા ઠીક કરી એમાં રહેલ સાહિત્યતત્વ તરફ ધ્યાન દોરવું અને હાલના વાચકો તથા લેખકોને એના અમૂલ્ય વારસાથી અવગત કરવા એ શું સારું કામ નથી ?છે..સાડી સાત વાર છે. પણ આમાં શબ્દ બદલાઇ જાય છે. અલબત્ત આમાં ત્રણ સ્થાને “સ “ બિરાજે છે. અને તે પણ બિંદુરૂપી મુગટ સાથે.,પરંતુ ‘સંશોધક’ નામ પડતાની સાથે આપણો અભિગમ બદલાઇ જાય છે. આ તો વિદ્વાનો છે. એમની પ્રીતિ ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે અને દિવંગત લેખકો પ્રત્યે છે. પોતાની કીર્તિ ના વિસ્તાર પ્રત્યે નહીં. તેઓ પરિશ્રમ કરી જાણે છે. અને એકાગ્રતા એ તેમનો સ્વભાવ છે. આપણે તેમને પ્રણામ કરીએ અને એમનું પ્રદાન મૂલવતા શીખીએ.
આપ્ને ચેતતા રહેવાનું છે તે સૂંઠને ગાંગડે ગાંધી થઇ બેસેલા સંચયકારો અને સંપાદનકારોથી. આપણે ઓળખી લેવાના છે પુનર્લેખનના કલાધરોને..જો આપણે વેળાસર નહીં જાગીએ તો આપણી રસાળ,ફળદ્રૂપ જમીન પર આ વિરાટ સ્ટીમ રોલરો ફરી વળશે અને એક વખત એવો આવશે કે આનંદ,આંસુ ,રુધિર અને એકલતાથી રચાયેલ સર્જનાત્મક સાહિત્યના રાજમાર્ગને સમજુ માણસો દૂરથી જ નમસ્કાર કરી દેશે. અને જીવવા માટેના અનેક શાણપણ ભર્યા વિકલ્પોમાંથી એકાદ પસંદ કરી લેશે.
આપણને એ પોસાશે ?
ધીરુબહેન પટેલ.