Nawya.in

nawya

Sunday, February 17, 2008

44)
" મારી દીકરીનાંલગ્ન ની સાંજી રાખી છે.તો જરુર થી આવજો"પ્રિયા નો ફોન હતો.
દીકરી5th માં હતી ત્યારથી જ એણે એને યુએસએ ભણવા મોકલી હતી.
જ્યારે મલે ત્યારે એ દિકરી ની વાત કરતી ન થાકતી..ભગવાને પૈસો એટલો આપ્યો હતો કે ખુટ્યો ખુટે એમ ન હતો.એ જ્યારે મલતી ત્યારે કહેતી કે મારી દીકરીજાણે કાચની પુતળી...હંમેશા એની દીકરીને જોવાની ઇછ્છા થાતી..આજે મોકો મલ્યો હતો.હજી ગઈકાલે દીકરીઆવી હતી બે દિવસ માં લગ્ન લેવાના હતા .અને અઠવાડીયાં માં તો એ પાછી જાવાની હતી..પ્રિયા ની ઇછ્છા હતી કે લગ્ન તો ભારત ની ભુમી પર જ રીત રીવાજ સાથે જ થાવા જોઈયે..મમ્મી ની ઇછ્છા ને માન આપીને લગ્ન આખરે મુંબઈ માં નક્કી થયા. અને આજે એમણે સાંજી રાખી હતી..હોંશ હરખ તો માતો ન હતો..અને એમનાં ઘરે જઈને જોયુ તો સાચ્ચે જ દીકરીતો જાણે કાચની પરી..
બધા ગોઠવાણા પોતપોતાની જગ્યા પર્ર અને સાંજી ગાવા વાળા ઓ એ લગ્ન ગીત ચાલુ કર્યા..


ગણેશ પાટ બેસાડીયે,ભલા નિપજે પકવા...ન
સગા-સંબંધી ને તેડીયે..જો પુજ્યા હોય મુરાર


એ ગીત પત્યુ અને બીજુ ચાલુ કર્યુ..


ગુલાલ વાડી ચૌટા માં રોપાવો રે...
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે..

અને ત્યા ગીત ગાવા વાળા બેન અટ્ક્યા અને દીકરીને કહે કે "તુમ્હે પતા ચલા મૈ ક્યા ગા રહી હુ..મૈને ગાયા કી તુમ્હારા શાદી કા જો card હૈ ન વો ચાર દેશ મે સે સબ અપને રિશ્તે દારો કો બુલાને કે લીયે ભેજો..અને પછી બીજી લાઈન ચાલુ કરી અને પાછુ એનું ભાષાતંર કર્યુ..મને એટલુ અચરજ થયુ કે આ દીકરીજે કાંચ ની પુતળી છે એને ગુજરાતી સમજાતુ જ નથી..આમને આમ બે ગીત પુરા થયા ભાષાતંર કરતા કરતા..જે હોંશ સાથે હુ સાંભળવા ગઈ હતી એ બધુ ભુક્કો થઈ ગયુ..મને દુઃખ થાતુ હતુ કે આ શુ?આટલી હદ સુધી ગુજરાતી ન આવડે ..માન્યુ કે ચલો કોઇક કોઇક શબ્દ ન આવડે પણ આ તો આખી પોતાની ભાષા જ ન આવડે ..હદ થઈ ગઈ..મને યાદ આવી આપણી વાતો કે જે આપણે બ્લોગ પર અવારનવાર વાંચતા હોઈયે છીયે કે આપણી ભાષા બચાવો. અને અહીયાં તો ગુજરાતી ઘર ની દીકરીને જરા પણ ગુજરાતી નહોતુ આવડતુ..સહન થાતુ ન હતૂ મારાથી .એટલે બહાનુ કાઢીને ઘરે આવી ગઈ..પણ મન ચકરાવે ચડી ગયુ.કે આવા કેટલાં એ બાળકો હશે આપણા ગુજરાતી ઘરો માં જેમને બિલ્કુલ ગુજરાતી નહી આવડતુ હોય્.તો કમસેકમ આપણે આપણા ઘર માં તો પહેલાં નજર કરી જ લઈયે કે ક્યાંક દીવા તલે અંધારુ તો નથી ને..અને ઘર માં આવીને મે મારી દીકરીઓ પર સવાલો નો વરસાદ ચાલુ કરી નાખ્યો..તો થોડુ અંધારુ તો મારા ઘર માં પણ મને દેખાણુ ..એટલે નક્કી કર્યુ કે જેટલુ બને એટલુ વાતો વાતો માં દીકરીઓ ને જેટલુ નથી આવડતુ એ શીખડાવી ને જ રહીશ..આપ પણ બધા નજર ફેરવી જ લેજો. કે આપણા બાળકો ને કેટલુ આવડે છે .અને જો ન આવડતુ હોય તો એમાં એમનો વાંક ન કાઢતાં .કારણ એમાં ભુલ આપણી જ છે..અને એમને હવે સોટી લઈને ભણવા નહી બેસાડાય..પણ વાત વાત માં જેટલુ શીખડાવી શકો જરુર થી શીખડાવજો ..


14 comments:

સુરેશ said...

નીતાબેન
તમારું અવલોકન 100 ટકા સાચું છે.

Anonymous said...

dearest mami

tamari vat vanchi ne realise thau ke haa apna diva tale andharu che.

bye

ઊર્મિ said...

દિવા નીચે કાયમ અંધારું હોય જ છે, એ એકદમ સાચી વાત કરી નીતાબેન... મને લાગે છે કે આ કદાચ કોઈ વણલખ્યો નિયમ જ હશે! :-)

ગુજરાતમાં હોય તો તો ઘણું સુલભ થઈ શકે, પરંતુ આ પારકા દેશમાં મારા 5 1/2 વર્ષનાં દિકરાને ગુજરાતી શીખવવાનું કામ એ લોઢાનાં ચણા ચાવવા જેવું છે... ખાસ કરીને ત્યારે, જ્યારે કુટુંબનાં બીજા સભ્યો હંપણ મેશા એની જોડે અંગ્રેજીમાં જ વાત કરતા રહે છે અને ત્યારે હું એની સાથે ગુજરાતીમાં બોલું તો પણ જવાબ 99% અંગ્રેજીમાં જ મળતો હોય છે... ઘરમાં તો જો કે મોટે ભાગે કાયમ એક જ વાતને ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં બોલતા શીખવતી રહું છું પરંતુ તોયે અહીં કામ ઘણું અઘરું થઈ જાય છે... અને આ કોઈ એક્ષ્ક્યુઝ નથી હોં, રીયાલીટી છે... વરના મારું ગુજરાતી શીખવાનું કામ તો ચાલુ જ રહેશે, અને વિશ્વાસ છે કે એક દિવસ, હમ હોંગે કામયાબ...!!

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Vivek Bariya said...

NeetaBen,
Tamari vaat me vaanchi je kharekhar saachij che, me ahiya london ma joyu che ke aapna gujarati ghar maaj temna chokra ke chokrio ne gujarati khubaj ochu aavde che.. je saaru na kehvaay,
pan mane aasha che ke Tamari aa vaat jetla loko vaanche te badha ne to khabar padse and temna dwaara aa vaat bija sudhi pohachse...
Kharekhar khub saras lakho cho..


Take care... :)

Jay said...

પોતાની માતૃભાષામાં ન રડી શકે તેના જેવો કમનસીબ માણસ બીજો કોણ હોઈ શકે. …માણસ પોતાની માતૃભાષામાં રડે, એ તો એનો મૂળભૂત અધિકાર ગણાય. આજકાલ કેટલાંક ગુજરાતી બાળકો (ખોટા) અંગ્રેજી માં રડવા માંડ્યા છે. એક દ્રષ્ય વારંવાર મુંબઈમાં જોવાં મળે છે. બાળક અંગ્રેજીમાં રડે છે ત્યારે એની મમ્મી એને ગુજરાતીમાં છાનો રાખવા મથે છે. આ પરિસ્થિતિ માત્ર અહીં અમેરિકામાં જ નહિ પણ ક્દાચ હવે ભારતમાં પણ થવા માંડી હોય એમ આ ગુણવંતનભાઈ શાહના આ લેખ દ્વારા પ્રતીત થતું હોય અએમ જણાય છે. કદાચ ગુજરાતના શહેરો અને વિદેશ માં વસતા આપણા લોકોએ પણ આ વસ્તુ અનુભવી હશે. બહુ જ સરસ લેખ છે. આખો વંચાય તો જરૂરથી વાંચશો.

દિવ્ય-ભાસ્કર, શુક્રવાર, ૯મી ફેબ્રુઆરી,૨૦૦૭, પાનું. ૨૦ (ઓનલાઈન ઉપલબ્ધ છે કે નહિ તેની મને જાણ નથી)

ગયાં ડિસેમ્બરમાં ગુજરાતી બ્લોગ ‘બંસીનાદ’ શરૂ કરેલો ત્યારે મને જરાક પણ ખ્યાલ નહોતો કે કદાચ ગુજારાતી બ્લોગ્સ ‘ગુજરાતી’ ની સહારે આવશે. હું પણ મુંબઈની જ ગુજરાતી શાળામાં ભણેલો. ગુજરાતી શાળાઓ તો બધે જ બંધ થવા માંડી છે. ગુજરાતીની આ દશા માટે ક્દાચ ગુજરાતનું વાતાવરણ, સમાજ, કુટુંબ, વગેરે …બધાં જ જવાબદાર કહી શકાય . ‘તણખા’ બ્લોગ(tankha.wordpress.com) પર મારો અભિપ્રાય આવો હતો. ઘણી વખત કુટુંબના જ સભ્યો વિરૂદ્ધમાં જતાં હોય છે.

‘મને તો એવું લાગે છે કે ગુજરાતી ભાષા હજી વધારે આગળ વધશે. નવાં ગુજરાતી બ્લોગ્સ ભાષાને વધારે સમૃદ્ધ બનાવશે. એ ક્દાચ સાચું હોઈ શકે કે અહિઁ મોટાં થતાં બાળકો ને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો એમને ક્દાચ ન હોય,અને તેઓ ધીમે ધીમે ગુજરાતી ક્દાચ ભુલી પણ જાય. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. પણ સાથે સાથે નવાં ગુજરાતીઓ પણ દર વર્ષે અહીં (અમેરિકા) આવી રહ્યા છે. પણ ખરી વાત તો એ છે કે અહીં અમેરિકા આવતાં ઘણાં ખરાં ગુજરાતી વિદ્યાર્થિઓને પોતાને જ ગુજરાતી આવડતું નથી કે કોઈ શીખવામાં રસ નથી.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકો એ સહિયારાં બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને પણ બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહિઁ અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહિં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે.

બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.’ જય

Pinki said...

નીતા આંટી,
બહુ જ સાચી વાત લઈને આવ્યા છો.
આજે કદાચ એની અવગણના કરીશું
તો કાલે પસ્તાવો કરવા સિવાય કંઈ
બાકી નહિં હોય …?!!

અને નેટજગતમાં ગુજરાતી ભાષાની વાત
આવે ત્યારે જુગલકાકાનો ઉલ્લેખ કર્યા વિના
છૂટકો જ નથી. એમણે જેટલી મહેનત કરી
છે તે આપણે પચાવી શકીએ તો પણ બસ…

વિશ્વભરના ગુજરાતીઓન એમની મહેનત માર્ગદર્શન પૂરું પાડશે જ….!!

નીરજ શાહ said...

ખૂબ સરસ વાત કરી.. જોકે સાવ એવું પણ નથી કે વિદેશમાં મા-બાપ બિલ્કુલ દુર્લક્ષ સેવતા હોય.. અહીં લંડન આવીને જો મને કોઈ વસ્તુનો સૌથી વધુ આનંદ થયો હોય તો એ છે ગુજરાતી સ્કૂલ. જુઓ : http://www.gujaratischool.co.uk મારા જ વિસ્તારમાં જે ગુજરાતીઓ ઘણા લાંબા સમયથી અહીં સ્થીત છે તેઓ એ કિંગસ્ટન ગુજરાતી સ્કૂલની સ્થાપના કરી છે અને સફળતા પૂર્વક એને ચલાવી રહ્યા છે. યુ.કેમાં ગુજરાતી ભાષાને ફોરેન લેન્ગવેજ તરીકે લઈ શકાય છે. હા અહીં રહેતા બાળકોને ગુજરાતી પ્રત્યે વાળવા અને ગુજરાતી સ્કૂલમાં જવા માટે પ્રોત્સાહિત કરવા એ ખૂબ અગત્યનું છે. જે મા-બાપ આમ કરી શક્યા છે તેમને લાખ-લાખ વંદન.

Anonymous said...

Neeta it is very true. If we start discussing about this topic it is never ending job. You are talking about girlnraised in America. I have seen thse kind of girls in India too. We are Gujarati
We love our language. We should be proud of these. How many of us are????????????

neetakotecha said...

આ આખી વાત માં મે ઉલ્લેખ કર્યો છે કે મને મારા ઘર માં પણ અંધારુ દેખાણુ...
વાત ફક્ત ગુજરાતી ભાષા ની છે..ગુજરાતી ઘર માં જન્મેલા બાળકો ની છે ..અને હકિકત માં બહુ દુઃખ થાય છે જ્યારે બાળકો ને ગુજરાતી નથી આવડતુ હોતુ...
છતા પણ કોઇને પણ દુઃખ થયુ હોય તો હુ હ્રદય થી ક્ષમા માંગુ છું..

Neela said...

નીતાની વાત સાચી છે. આજકાલની કોમ્પીટીશનના જમાનામાં આ વાત ભૂલાઈ ગઈ છે. માતૃભાષાની સુગંધી જતી રહે એ પહેલા આપણે સહુ માતૃભાષાની સુગંધીમાં ભળી જઈએ અને બાળકોને એની સુગંધનો અનુભવ કરાવીએ.

Anonymous said...

૧૦૦% સાચું. અંગ્રેજી શિક્ષણ સામે કંઇ વાંધો નથી - પણ, ગુજરાતી આવડવું જ જોઇએ. હવે તો હું પણ, પિતા બન્યો છું તો, મારે પણ આ વસ્તુ પર વિચારવાની જરૂર છે જ. :)

હું.. દિગીશા શેઠ પારેખ, said...

arre aa ladat ma hu tamari sathe Chu ..Gujarati bachavo" ma..mane anhi Mumbai ma Chokarao nanapan maaj...english sivaay kai bolata nathi..bahu chidd chade che..mummy pan evi hoy..gusso y english ma kare ne..laad pan english ma.."beta".."dikara"..eni jagya e.."baby".."sweety"..evu j bole..ane..samjaave y english ma..shu karavnu..jaray nathi gamatu..pan joi en jiv bade..hope fully apade koshish karie..kadach safal thavaay...

shilpa prajapati said...

mane a bhu gamu......

ke apne ne apni bahsa to avdvi joie g8 che..i agree with u (madam).....