Nawya.in

nawya

Thursday, February 28, 2008

45)આજે સાતમ
૧૯૯૬ ની સાતમે મારા પપ્પા ને મારા થી છીનવી લીધા હતા.એ દિવસ હજી પણ નજર સમક્ષ છે. એક એક ક્ષણ મને યાદ છે..આગલા દિવસે મને કહ્યુ હતુ મારે એકલા એ ઉપર જાવાનું ..તમે બધા અહિયા જ રહેશો..જોજે હુ ધક્કો મારીશ ઉપરવાળાને .પણ એની પાસે કોનુ ચાલ્યુ છે કે મારા પપ્પ્પા નું ચાલે ?અને આખરે કાળ એમને ભરખી ગયો..આજે એમની વાત કાઢવા ની ઇછ્છા એટલા માટે થઈ કારણ તેઓ પણ તમને બધાને મલે અને જોવે કે એમની દિકરી એ બ્લોગ બનાવ્યો..આજે કેટલાં જણા એમની દિકરી ને ઓળખે છે પણ ...મારા જીવ નાં સંતોષ ખાતર જ સહી.. મને ખબર છે કે એક વાર જાય એ પાછુ વળી ને જોતા નથી ..પણ આપણે તો યાદ કરી શકીયે ને...તો આજે મરા બધા નવા friends ને મલાવા લઈ આવી મારા પપ્પા ને...પછી મે એમની માટે એક પત્ર લખ્યો એ તમને વંચાવુ છુ... આમાં થી એક ફોટો મારા લગ્ન સમય ની વિદાઈ નો છે.
19/8/२०००
પ્રિય પ્રિય પપ્પા
પપ્પા આજે તમારી બહુ યાદ આવે છે. રોજ યાદ આવે છે, પણ આજે વધારે જ આવે છે.. બહુ વાર સાંજે કેટલી વાર આકાશ સામે જોતી ઉભી રહુ છુ કે જો તમે અમને છોડી ને ઉપર ગયા હો તો ક્યારેક તો તમારુ મોઢુ અમને જોવા મલશે ને, પણ તમે કોઇ દિવસ પણ ત્યાં ની બારી માંથી ડોકિયું કાઢતા જ નથી. તમારા વગર નું ઘર ગમતુ નથી પપ્પા.
કેમ ચાલ્યા જાય, તે લોકો જોવા નથી મલતા,,તમારા વગર તમારા જેવુ કોઇ લાડ નથી લડાવતુ। પપ્પા એક વાર તો માથા પર હાથ ફેરવીને જેમ પહેલા સુવડાવતા હતા એમ સુવડાવો। લગ્ન થયા ત્યાં સુધી મારા માથા પર હાથ ફેરવતા હતા તમે,
હવે કોણ ફેરવશે?
પપ્પા એક વાર મોઢુ તો બતાડો ।
પપ્પા MISSSSSSS UUUUUUUUU
તમને ખુબ પ્રેમ કરવાવાળી તમારી દિકરી॥
..
ક્યારેક એમ થાય કે
હે પ્રભુ તારો પણ કોઇ ઇમેઇલ આઈડી હોત...
ભલે તને સમય ન હોત તો પણ અમે અમારા પોતાનાં ઓ સાથે વાત તો કરી શકત.
કેવુ લાગત જો મારા નામ નીચ્ચે લખ્યુ હોત પપ્પા.
અને અચાનક ત્યા લીલી લાઈટ જોવા મલત॥અને હુ બુમો પાડીને બધાને ભેગા કરત કે...
જલ્દી આવો પપ્પા ઓનલાઈન છે.
પણ તારા હિસાબ બરોબર છે.
જો તારો આઈડી હોત તો આ સંસાર નું શું થાત?
હમણા ઇછ્છુ કે પપ્પા હોય જ ક્યાકં ઓનલાઈન ,
પણ કયાં સ્વરુપે જન્મ મલ્યો છે ખબર નથી.
જ્યાં હો ત્યાં તમને દુનીયાં ભર નું સુખ મલે અને ખુશી મલે.
એ જ પ્રાર્થનાં
.


14 comments:

Chirag said...

Neetaben,
ઘણું જ ઉમદા કાર્ય.

મેં પણ મારો એક બ્લોગ - સ્વરાંજલી, મારા સ્વ.પપ્પાને જ સમર્પીત કર્યો છે.
http://swaranjali.wordpress.com

સુરેશ said...

બેન , તારામાં તારા પપ્પાનો 50 % અંશ તો છે જ ને? એ તો જીવે જ છે.
આ વીચારને પુશ્ટી આપતી રહે,તો પપ્પાને ન ગમે તેવું કશું તારાથી થશે જ નહીં.
આ જ સાચી રીત છે- ગયેલાંને જીવતાં રાખવાની.

Anonymous said...

નીતાબેન સરસ વાત લખી છે..અને દીકરી તો પપ્પાની સૌથી વધારે નજીક હોય છે. આપણે એમને યાદ કરીને એમના બતવેલા સસ્તા પર ચાલીએ આ રીતે જ આપણે એમને આપણી સાથે રખી શકીએ ...

Anonymous said...

અરે, નિતા પપ્પાની પ્યારી દિકરી.
પપ્પા જ્યામ છે ત્યાંથી તને શુભ
આષિશ આપે છે. તેમને યાદ કરીને
બે આંસુ પાડવાની છૂટ છે.
ખુબ સુંદર પ્યાર ભર્યો પપ્પાને પત્ર
છે.

ViDhI said...

People go away....but their memories always remain with us....this is life...we dont want to live without our dear ones but we HAVE to live without them...Life goes on!!!!!!

I m sure if DADA was there he would hav been the happiest person to see ur success!!!

shila said...

tara papa ni ladki dikri hati tu to tene kem bhule emna aashirvad tari sathe j chebahu saras lakhyu che

shivshiva said...

માતા પિતા ખોટ કોઇ પૂરી શક્યું છે?
તેમની યાદો એજ આપણી મુડી છે.

nilam doshi said...

આજે મારા પપ્પાની પણ બીજી પુણ્યતિથિ છે.અજે સવારથી પપ્પા બહુ યાદ આવતા હતા...અને ગમતુ નહોતુ..તેથી બેઠા બેઠા અચાનક અહી આવી ચડી..અને આ.....વાંચી ફરીથી આંખો વરસી પડી. દીકરીઓ આમ પણ પપ્પાની વધારે લાડલી હોય ને..!
ઘણુ લખવાની ઇચ્છા થાય છે..પણ શકય નથી..આ તો જેટલુ લખીએ તેટલુ ઓછું અને અધુરુ જ રહેવાનુ

Anonymous said...

DEAR NITA,
WE LIVE OUR LIFE DUE TO OUR PARENTS AND BLESSING OF THE GOD- SPIRIT.
YOU ARE LIVING WITH YOUR FATHER AND MOTHER THE ALL TIME.

urmi said...

EXCELENT.I MISS DADA TOO.HIS PHOTO MADE ME CRY.PLACING HIS PHOTO AND REMEMBERING HIM AFTER 10YRS TOO,ICANT FORGET ALL THOSE DAYS ESPECIALLY EVENINGS THAT WE USE TO SPENT WITH HIM.

DR. C M MISTRY said...

નેીતાબેન...તમારેી સાઈટ પર પહેલેીવાર ગુજરઆતેીમાં લખુ છુ તમારા મનના વિચારો શબ્દોમ વાંચવા ગમે છે. ચન્દ્રવદનભાઈ

daxesh said...

પિતાની ગેરહાજરીની સંવેદના ઉપસાવતો ખુબ સુંદર પત્ર. જે જન્મે છે તે દરેક વ્યક્તિએ એક દિવસ જવાનું તો છે જ. એટલે જેટલા દિવસ પૃથ્વી પર જીવવાના મળે તેનો સદુપયોગ કરી એવું કરીએ કે આપણને જીવ્યાનો સંતોષ થાય. મેં એક ખુબ સુંદર વાક્ય વાંચ્યું હતું કે ...when you write, you live forever. એટલે એ રીતે પણ અમર રહેવાય. તમે તમારા લેખનો દ્વારા તમારા પિતાજીને પણ અમર બનાવ્યા. સુંદર ...

shilpa prajapati said...

g8 think.....

Dipak said...

I also miss my father and missing the time which will never come back...

Crying.