Nawya.in

nawya

Tuesday, March 18, 2008

49)
19/3/2008















આજે ૧૯ મી માર્ચ.








નીરુમા નાં દેહ એ આપણી વચ્ચે થી વિદાય લીધો હતો, એ તારીખ..


નીરુમા એટલે મારી જાન .મારો જીવ..


એમનાં પાસેથી હુ બહુ બધુ સીખી..તેઓ હંમશા કહેતા કે....


...ક્યારેય પણ ટુટી ગયેલા કપ માટે ન રોવો..જે થઈ ગયુ છે એને ભુલી જાવ..


..એમની સૌથી સારી વાત હતી કે...આપણે મરી જાઈયે પછી બધાને કહી ને જાવો કે મારુ શ્રાધ ન કરતાં ..કારણકે તમારી માટે, હમણા પણ ગયાં જન્મ નાં તમારા બાળકો તમારા શ્રાધ્ધ નાં દિવસે ખીર બનાવીને ખવડાવતા હશે..કાગડા ને ખવડાવતા હશે..તો શું તમને એનો સ્વાદ આવે છે??ગયાં એ ગયાં..બસ હવે એ જ્યાં હોય એમની માટે પ્રાર્થનાં કરો..કે તેઓ ખુશ રહે..મને એમની આ વાત એટલી ગમી ગઈ કે મારી દીકરી ઓ ને કહી દીધુ કે હુ ગુજરી જાવ, પછી મારુ શ્રાધ્ધ ન કરતા, ઉઠમણુ ન રાખતાં, તેરમુ ન કરતાં..


..તેઓ હંમેશા કહેતા કે તમારાથી કોઇને દુ;ખ દેવાય ગયુ હોય અને તમે એમની સામે ચાલીને માફી ન માંગી શકો તો રોજ એમનાં હ્રદય માં વસેલાં શુધ્ધ આત્માં ભગવાન ની માફી માંગી લ્યો..એમનું હ્રદય પરિવર્તન જરુર થી થાશે. અને એ પાછા તમારા મિત્ર બની જાશે અને તમને માફ કરી દેશે..


અને આ વાત તો અજમાવી ચુકી છૂ હુ ..અને નારાજ થયેલા ઓ પાછા સામેથી વાત કરવા આવ્યાં છે...


....તેઓ હંમેશા કહેતાં કે આપણાથી કોઇ ગભરાય એવી જિંદગી જીવવી નહી..એનાથી મોટુ પાપ નથી.


.... બધાને માફ કરી દેવાની આદત પાડી નાંખો...


નીરુમા ને એક વાર રુબરુ મલવું હતુ એ ઈછ્છા પુરી ન થઈ..


અને જે દિવસે એમણે આ દેહ છોડ્યો ત્યારે તારીખ હતી ૧૯ મી માર્ચ..૧૮ મી માર્ચ એ મારા વરજી એ રાતનાં ૧૨ વાગે મને એક સરસ WHITE DRESS આપ્યોં..

એ જોઈને મે એમને કહ્યુ સારુ થયુ white લઈ આવ્યાં...

હવે નીરુમાં નુ પ્રવચન હશે ત્યારે હુ આ dress પહેરી ને જાઈશ...

અને.......

એ દિવસે મને સમાચાર મલ્યાં કે તેઓ મને મુકી ને ચાલ્યા ગયા છે...

પણ ...

નીરૂંમાં ની વાતો યાદ રાખી ને જ જીવાવાનુ હતુ ..એટલે વધારે કલ્પાંત કર્યા વગર જ એમને જ્યાં હોય ત્યાં શાંતી મલે એ જ પ્રાર્થના કરીયે છે..Nirumaa miss youuuuuuuuuu


Saturday, March 15, 2008

48)

આપણે બહુ વાર સાંભળીયુ છે , બહુ બધા લોકો પાસે થી કે ...
લાગણી ઓ ને વાચા ન અપા।
મન માં હોય એ બધુ ન બોલાય...
બહુ સારુ ન થવાય...
બહુ સાચ્ચુ ન બોલાય...
થોડુ સહેન કરતા સિખાય...
થોડુ ચુપ રહેતા સિખાય...
થોડુ ભાર માં રહેતા સિખાય...
આપણા થી લોકો ડરે એવો સ્વભાવ રખાય॥
બહુ પડી ન જવાય॥ બહુ પ્રેમ ન બતાડાય...
મને ખબર નથી પડતી કે શું સાચ્ચુ અને શું ખોટુ।?
શું કામ લાગણી ઓ ને વાચા ન અપાય????????
મને એ જ નથી સમજાતુ
અગર તમને કોઈ ગમે છે કે, તમે કોઈ ને પંસદ કરો છો તો શું કામ ન કહેવાય????...
શું કામ જે તમારા મન માં છે એ ન બોલાય????
શું કામ તમને જે ન ગમે એ બાબત માં પણ તમે કાંઇ નથી બોલતા???....
મન માં હોય એ કેમ ન બોલાય?????
સાચ્ચુ શું કામ ન બોલાય????
આમ આપણે બુમો પાડી ને પોતાનાં હક્ક માટે જગડતા હોઈયે છીયે છે...
પણ આપણે આપણા સાથી સાથે પણ હક્ક માટે લડીયે છીયે છે???
થોડુ ચુપ રહેતા સિખાય,
શું કામ????
આપણને જે મન માં આવે એ આપણને બોલવાનોં હક્ક છે॥
તો શું કામ ચુપ રહેવાનું?????મને નથી સમજાતુ...
થોડુ ભાર માં રહેતા સિખાય,....શું કામ સિખાય????????
મને નથી સમજાતુ...હસતા રહેવામાં વાંધો શું છેં॥
મે બહુ બધા એવા ચહેરા જોયા છે કે જેમણે હસવા માટે પ્રયત્ન કરવો પડે॥
આમ એ હસે તો એમ થાય કે જોઈ આવીયે કે સુરજ બરોબર ઉગ્યો છે કે નહી...
દુનીયાં આપણાથી ડરે એવો સ્વભાવ રખાય..
પણ શું કામ??
એ તો સૌથી મોટુ પાપ છે કે આપણા થી કોઇક ડરે...
અરે એવુ થાવુ જોઇયે કે આપણા પ્રેમ ની અસર એવી હોય, કે આપણા બચ્ચાઓ પ્ણ આપણાથી ડરે નહી॥
આપણા પ્રેમ નાં લીધે તેઓ એવુ કોઇ કાર્ય કરે જ નહી કે જેનાથી આપણને શરમાવુ પડે....
પણ બસ બધુ પ્રેમ થી જ જીતી લેવાય...
હુ મારા બ્લોગ માં લખુ છુ જે વાતો એની માટે બહુ બધી વાર મને mail આવે કે તમને શું પંચાત????
ઓળખીતા ઓ કહે તો તેઓ મારા સારા માટે કહે છે કે આ સ્વભાવ ને હિસાબે હુ કોઇક દિવસ મુશ્કેલી માં પડી જાઈશ એટલે કહેતા હોય છે કે શું કામ દુનીયા આખાની પંચાત કરે છે ?????????


પણ હુ ચુપ નથી રહી શક્તી...
હુ શું કરુ॥??? અને એ બધુ બ્લોગ પર લખવાનું કારણ એક જ કે plsssssss ગાંધારી બનવાનું બંધ કરો....
કે આપણા થી મોટા જો ચુપ છે આને પટ્ટી બાંધી ને બેઠા છે તો આપણે પણ ચુપ જ રહેવાનુ????
ના ન રહો ચુપ॥ધીમે ધીમે દુનીયા બદલાશે॥ હમણા ની જ એક વાત કહુ તો,
મારા એક ઓળખીતા, મારા બહુ પંસદીદા બેન, અને લગભગ ૫૫ વર્ષનાં,, ...
જ્યારે મલે ત્યારે મારી પાસે બીચારા ઉભરો કાઢે કે "મારા જીવન માં બીલ્કુલ શાંતી નથી॥મારે જીવવુ નથી"...
હુ એમને થોડુ હસાવતી પણ અમારે જુદા તો થાવુ જ પડતુ...
એક દિવસ સમાચાર મલ્યા કે એ બેન એ કાંઇક પી લીધુ છે અને કોમા માં છે...
કોઇ નહી વીચારી શકો કે મને કેટલુ દુ;ખ થયુ હતુ...હુ એમને જોવા પણ ન ગઈ ॥મારી જિંદગી માં મે થોડા ઉસુલ રાખ્યા છે...કોઇક ગુજરી જાય તો હુ આભડવા જાવ પણ ઉઠ્મણા માં જાવુ હોય તો જ જાવ
એમ જ હુ એમને જોવા પણ ન ગઈ...
કારણકે હવે ખાલિ ઘરનાં ને સારા દેખાડવા જાવાનુ હતુ॥ મે ઘર માં બેસી ને એમનાં માટે પ્રાર્થનાં કરી કે હે ભગવાન જો એ સાજા થાવાનાં હોય તો ઠીક છે નહી તો એમને લઈ લે॥ બીજા ૩ દિવસ માં સમાચાર આવ્યા કે તેઓ શ્રીજીચરણ પામ્યા છે॥મે એમનાં આત્માં ની શાંતી માટે પ્રાર્થનાં કરી॥ જિંદગી એની ઝડપે ચાલતી હતી ॥પાણ મનમાં અટક્તુ હતુ કે એવુ કયુ દુ;ખ હશે કે એમણે આ પગલુ ભર્યુ॥ભરેલો સુખી પરીવાર હતો॥દીકરા દીકરી બધુ હતુ॥એમનાં ઘરે પણ બાળકો હતા॥પૈસે ટકે સુખી હતા॥કોઇ તકલીફ દેખાતી ન હતી તો તેવુ શુ થયુ હશે ??પણ કોને પુછવુ?
વાત એમની સાથે જ ચાલી ગઈ હતી...
।મહીનાઓ વીતી ગયા એ વાતને,
એકવાર કોઇ હુ બહાર ગઈ ત્યા એમનાં પતિદેવ મલ્યાં,મે પહેલા પણ કોઇ દિવસ એમની સાથે વાત ન કરી હતી ....અને મારી સખી એ( શું કહુ એમને, ત્યારે તો અમારા સંબધ ને કાંઇ નામ નહોતુ નામ વગર નામ નો સંબધ હતો॥ )આત્મહત્યા, કરી ત્યારથી તો હવે કોઇ સવાલ જ ન હતો એમની સાથે વાત કરવાનોં॥તેઓ મલ્યા..મને સામે થી બોલાવીને કહ્યુ કે મલો આ મારા બીજા પત્ની ને... અને મારુ માથુ ફરવા લાગ્યુ..મે કાંઇ પણ જવાબ ન આપ્યો..કાબુ રાખીને ચાલી ગઈ। ૨ કલાક રહીને પાછી ફરી ત્યારે તે ભાઈ પાછા મલ્યા..એમનાં નસીબ ખરાબ કે મારા, મને નથી ખબર..શાક વાળા પાસે મલ્યાં..ભૈયા એ એને પુછ્યુ "માજી કો ક્યા હો ગયા થા' તો કહે ભુલ જા અબ વો માજી કો દેખ મૈ દુસરા ખીલોના લે કે આયા હુ.. અને નીતા બેન નો પીત્તો ગયો.. મે કહ્યુ ભાઈ એમાં રાજી ન થાવ આ બેન નું મોઢુ જુઓ આવા શબ્દો સારા નથી લાગતાં,,,અને જેમણે પોતાનું જીવન ટુકાવ્યુ છે એમની હાઈ તમને છોડશે નહી। .. અને હુ ત્યાંથી ચાલી નીકળી.. હ્રદય ને થોડી શાંતી થઈ કે મારા સખી ને મે આજે સાચ્ચી શ્રધ્ધાજંલી આપી..હવે તમે જ કહો કે અહિયાં ચુપ રહીને ચાલી આવત તો હુ સારી..એક સ્ત્રી ની આટલુ મોટુ અપમાન કેમ ચલાવી લેવાય..ભલે એનાં હિસાબે જ કદાચ મારા સખી એ આત્મહત્યા કરી હશે..પણ મારા થી ચુપ ન રહેવાય..બધા કહે છે કે નીતા તુ પંચાત ન કર..પણ હુ કોઇનાં ઘરે તો નથી જાતી પંચાત કરવા..એવી બહુ બધી વાતો છે કે જેમા હુ ચુપ રહુ છુ..પણ એ હવે છોડી દઈશ..જે થાવુ હોય તે થાય... mail કરવા વાળા ઓ કહે છે કે આ બધુ અમને કહીને તમે તમારી બહાદુરી બતાડવાં માંગો છોં..હુ એમને કહેવા માંગુ છું, મને કોઇ ઇનામ નથી મલવાનું..પણ આ દુનીયામાં બહેનો બહુ બધુ ચુપચાપ સહેન કરે છે..અને હુ એમ કહુ છુ કે ભાઈ લોકો પણ જ્યાં બોલવાનુ હોય ત્યાં નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ચાલુ જ હોય છે... એક બીજાને માન આપો..અને સન્માન આપો..કોઇ કોઇથી ગભરાવ નહી અને કોઇ આપણા થી ગભરાય એવુ ઈછ્છો નહી બસ ફક્ત પ્રેમ આપો કારણકે જે આપશો એ મલસે એ ભગવાનનાં ઘર નો નિયમ છે॥તો મારા બ્લોગ ને કોઇ ખોટી રીતે ન લો..અને હુ શું કહેવા માંગુ છું એ સમજો...plsssssssssss અને જેમને ન ગમે એ ન વાંચો..મને એકે પ્રતિભાવ નહી મલે તો પણ ચાલશે...


Tuesday, March 11, 2008

47)

ચાલો ૮ મી માર્ચ પતી ગઈ॥ સ્ત્રી ઓ નોં દિવસ પતી ગયો ...
કેટલાં એ મનાવ્યો॥
કેવી રીતે મનાવ્યોં॥
એમાં નથી પડવુ॥
પણ આખા વર્ષ માં આપણે બધા માટે એક એક દિવસ રાખ્યો છે...પપ્પા નોં દિવસ ।વિધ્યાર્થી નો દિવસ, ...અને એવા બહુ બધા દિવસો...આ બધી રીત મને તો સમજાતી જ નથી॥પણ છતાં હુ મનાવું ખરી॥એમાં ના નહીં।એ દિવસે મે જે અનુભવ્યુ એ આજે લખું છુ..કારણકે જો એ દિવસે લખત તો મને જ ન ગમત...બહાર નીકળી..શાક લેવા..રસ્તા પર જાતી હતી ત્યાં ચટાક કરીને અવાજ આવ્યો..અવાજ ની દીશા તરફ જોયુ...તો કોલેજ માં ભણતાં છોકરા છોકરી દેખાણા..એમાં છોકરી રડતી હતી..અને છોકરો બુમો પાડતો હતો..અને ત્યાં બીજી ઠોકી..અને છોકરી કાંઇ બોલતી ન હતી..ખાલી પોતાને બચાવવાનોં પ્રયત્ન કરતી હતી..બધા તમાશો જોતા હતા।ત્યાં એક હવાલદાર ઉભો હતોં, મે એને કહ્યુ ભાઈ ઉસ્કો છુડાઓ..તો કહે આપ છુડાઓ નાં..એટલે નીતા બેન એ જપ્લાવ્યું..એ બન્ને પાસે ગઈ...અને કહુ કે ભાઈ શું તકલીફ છે?તુ મારે છે શું કામ? તો છોકરો કહે તમે કોણ છો વચ્ચે બોલવાં વાળા...મે કહ્યુ તુ રસ્તા પર એને મારે છે મને દેખાય છે અને તોય હુ ચુપ રહુ..એ મારાથી નહી થાય..પછી એ છોકરી ને પુછ્યુ કે આ મારે છે તોય તુ કાંઇ બોલતી નથી..અને માર ખાય છે પાછું... તો મને કહે કે આંટી તમે જાવ ને..ી મારો boy friend છે। અને મે એને બધો હક્ક આપીયો છે..મે કહ્યુ મરો બીજુ શું? મે એને પુછીયુ કે દીકરી તને ખબર છે આજે woman's day છે...અને તુ તારા પોતાને હાથે જ તારુ અપમાન કરાવે છે....તો છોકરો ભડક્યો..તમે જાવ ને આંટી..તમને શું છે? આ અમારી વાત છે ..તમે વચ્ચે બોલો જ શું કામ છોં?મે જરા ગુસ્સે થી છોકરી સામે જોયું અને કહ્યુ..આની સાથે પરણતી નહી ..નહીતોં જીદગી ભર માર જ ખાઈશ્।અને હુ વધારે કાંઇ કહુ એની પહેલાં એ લોકો રિક્ષા માં બેસીને ચાલ્યા ગયાં।-------------------------------------------------------------------
વર્ષો પહેલાં ની એક friend મલી અચાનક જ॥પીયર માં સાથે રહેતાં॥પછી મમ્મી લોકો એ ઘર બદલાવ્યુ॥અને મુલાકાત બંધ થઈ॥મારા પહેલા એનાં લગ્ન થયાં હતાં
ખુબ આંનદ થયો... મે પુછ્યુ"શું બચ્ચાઓ છે? તો જવાબ આપ્યો"બે છે અને બન્ને ભણે છે..ખુબ સરસ રીતે...મે કહ્યુ સારુ..અને વરજી નુ શેનું કામકાજ છે? તો કહે "વરજી ગયાં ઉપર..હવે અમે ત્રણ જણા જ છીયે..મને અફસોસ થયો..મારા જેટલી ઉંમર એની..૪૦ ની આસપાસ.. અને આટલુ જલ્દી આવું થાય..મને દુઃખ થયું..અને મારા ચહેરા પર દુ;ખ જોઈને એ કહે અરે મને દુ;ખ નથી એટલુ તો તને દુ;ખ થયુ સાંભળીને..મે કહ્યુ ના રે તુ કેવી રીતે બધુ સંભાળે છે?તો કહે અરે પૈસા ની તો ચીંતા નથી.બહુ બધુ મુકીને ગયા છેં..પણ મે કહ્યુ તોય એમની ખોટ તો લાગતી હશે ને..પછી એ જરા ગંભીર થઈ..મને કહે'જો નીતા જે જીવતાજીવ આપણો હોય જ નહી એ જીવે કે મરે એની માટે શું અફસોસ..લેણા દેણી હતી એ પુરી કરી..અને એ ગુજરી ગયા..તો પત્યું..ચલ હુ તને મારી આખી વાત કહું. અને અમે બન્ને હોટેલ માં બેઠાં.અને એ ણે વાત ચાલુ કરી..મને કહે'જો નીતા, એમની સાથે પરણી ત્યારે મેં એમને મારુ સર્વ સમર્પણ કરી દીધુ..એક બાળ્ક એક જ વર્ષ માં થઈ ગયું..પણ પછી ખબર પડી કે એમને બીજી સ્ત્રી ઓ પાસે જાવાની આદત છે..ધીમે ધીમે એ રોજ મોડા આવવા લાગ્યાં..થોડોક વખત મે બુમો પાડી..પણ એણે કહી દીધુ કે મને એનાં વગર ચાલસે નહી..તો તારે જીવવું હોય મારી સાથે તો જીવ નહીતો તારો રસ્તો પકડી લે... મને ખબર હતી કે હવે કાંઈ ન થાય.એક બાળક થઈ ગયુ હતું હવે એની જિંદગી માટે ચલાવે જ છુટકો...અને હુ એની સાથે જીવતી હતી...બીજી સ્ત્રી ઓ સાથે સાથે એને દારુ નુ વ્યસન પણ એટલુ જ થઈ ગયુ હતુ...અને શરીર ખલાસ કર્યુ..હોસ્પીટલ માં હતો ત્યારે એની બીજી સ્ત્રી પણ ત્યાં બેસવા આવતી હતી..મેં પુછ્યુ તારાથી સહેન કેમ થયું એ સ્ત્રી નું બેસવું..તો કહે નીતા એમાં એ સ્ત્રી નોં શું વાંક?એની તો જરુરત હતી પણ મારા વર એ એની જરુરત નોં ફાયદો ઉપાડ્યો હતો...એટલે મને કોઈ અફસોસ નથી એમનાં મરવાનોં..તો તુ પણ જીવ ન બાળતી..ઠીક છે ને ..મને અચરજ પણ થાતું હતું અને ખુશી પણ કે એક સીધી સાદી છોકરી ને સંજોગો એ કેવી મજબુત કરી નાંખી હતી..મે એને પુછ્યું બીજા લગ્ન કરવાનાં વિચાર છે?તો કહે નાં રે હવે શું?માંડ એક માં થી છુટી છું એમાં હવે બીજા માં ક્યાં ફસાવુંઅને અમે સ્ત્રી ઓ નોં દિવસ મનાવ્યોં..અને છુટ્ટા પડ્યાંઆજે ને આજે બે અલગ અલગ પ્રસન્ગ જોયાં...ખબર નહોતી પડ્તી કે શું વીચારુ???હજી આવા બહુ બહેનોં સાથે વાત કરી છે એ પણ લખીશ..પણ હવે પછી ના post માં


Thursday, March 6, 2008

46)

મને એક mail આવ્યો..જે મને ખુબ ગમ્યો તો થયુ કે ચાલો બધાને આનો લાભ મળે..આ લખાણ મારુ નથી....

તારીખ : આજની જ.

પ્રતિ, તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું.

ધ્યાનથી વાંચજો.

આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું। એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય।.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય। જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય। જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય। એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,ભગવાનની આશિષ