Nawya.in

nawya

Thursday, July 31, 2008

હાય આ રાજકરણકોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????


ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..


આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.


ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે


ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?


મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?

તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"

મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"

પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"

પછી મારો મગજ પરનો કાબુ ગયો..

મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?

તો મને કહે "કેમ વાત બદલાવો છો?"

મે કહ્યુ" જવાબ તો આપો"

તો કહે"સ્વામીનારાયણ"

મે પુછ્યુ"હવે?"

તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે"

મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?

તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "

મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"

તો કહે"ના"

તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.

તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?


મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"


મે કહ્યુ"ભાઇ જો
તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?


ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..


મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?


આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..


મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..

કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...

નીતા કોટેચા